Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વાઈબ્રન્ટ ગુજરાતમાં AAI પેવેલિયન: રનવે પ્રતિકૃતિ, ક્વિઝ અને એવિએશન માર્ગદર્શન

વાઈબ્રન્ટ ગુજરાતમાં AAI પેવેલિયન: રનવે પ્રતિકૃતિ, ક્વિઝ અને એવિએશન માર્ગદર્શન

નવી દિલ્હી/મારવાડી યુનિવર્સિટી, 13 જાન્યુઆરી 2026: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અને એક્ઝીબિશનમાં ભાગ લઈ રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ વિઝનને વેગ આપવા AAIએ પોતાના પેવેલિયનમાં એવિએશન ક્ષેત્રની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓની ઝલક રજૂ કરી છે.

New delhi January 13, 2026
વાઈબ્રન્ટ ગુજરાતમાં AAI પેવેલિયન: રનવે પ્રતિકૃતિ, ક્વિઝ અને એવિએશન માર્ગદર્શન

વાઈબ્રન્ટ ગુજરાતમાં AAI પેવેલિયન: રનવે પ્રતિકૃતિ, ક્વિઝ અને એવિએશન માર્ગદર્શન

નવી દિલ્હી : એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબીશનમાં ભાગ લઈ રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને વેગ આપવા માટે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોની એવી ઝલક AAIના પેવેલિયનમાં મૂકવામાં આવી છે. યુવાપેઢી ભારતના એવિએશન ક્ષેત્રથી માહિતગાર થાય તેમ જ તેમાં રૂચી ધરાવતી થાય તે માટે ખાસ એવિએશનમાં કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યો છે. ખાસ કરીને એવિએશન ક્ષેત્રમાં જ્યાં 2014માં માત્ર 74 એરપોર્ટ કાર્યરત હતા જેની સંખ્યા 2025માં 164 પર પહોંચી ગઈ છે અને પ્રધાનમંત્રી શ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને 2047 સુધીમાં 350-400 એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દેશભરમાં એર કનેક્ટિવિટી વધારવાનું તેમજ સુલભ અને આધુનિક એરપોર્ટના સંચાલનનું મિશન ધરાવે છે.

આજની યુવા પેઢી ભારતનું ભવિષ્ય છે અને આ જ વાતને ધ્યાનમાં રાખીને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબીશનમાં એવિએશનમાં ઉપલબ્ધ કારકિર્દીને લગતી સંભાવનાઓ વિષે યુવાઓ તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એવિએશન ક્ષેત્રમાં રહેલાં ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓમાં રૂચી જાગે અને પ્રધાનમંત્રી શ્રીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવામાં તેઓ પણ ભાગીદાર બને તેવા સંપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પેવેલિયનમાં એરપોર્ટ જેવો જ માહોલ ઉભો કરવામાં આવ્યો છે. એરપોર્ટની જેમ જ પેવેલિયનમાં રન-વેની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે આ ખાસ ક્વિઝ, સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓને મનોરંજન જ નહીં પણ માહિતી પણ પૂરી પાડશે. આ ઉપરાંત એર ટ્રાફિક કન્ટ્રોલ કે જે આકાશમાં વિમાનોનું સંચાલન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેમની કામગીરી વિષે પણ માહિતી આપવામાં આવી રહી છે. તેના સિવાય પણ એવિએશન ક્ષેત્રના વિવિધ વિભાગો જેવા કે ફાયર,
એન્જિનીયરીંગ, ફાયનાન્સ અને એચઆરમાં રહેલી અનંત સંભાવનાઓ વિષે પણ યુવાઓ તથા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે, તે ઉપરાંત આપણા ભારત દેશને એક કરવામાં જેમણે મહત્ત્વનો ફાળો આપ્યો એવા ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

રાષ્ટ્રગીત વંદેમાતરમને 150 વર્ષ પૂરા જવાની ઉજવણીના ભાગ રૂપે પેવેલિયનમાં આવતાં વિદ્યાર્થીઓ, યુવાઓ અને મહાનુભાવો દ્વારા તેનું ગાન કરીને ભારતીય હોવાનું ગૌરવ લઈ રહ્યા છે. 15 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં યોજાઈ રહેલાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબીશનમાં સૌ વિદ્યાર્થીઓ, યુવાઓ મુલાકાત લે તેવું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?
new delhi
March 19, 2026

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ
new delhi
March 19, 2026

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ

વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.

રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ: CJI એ આપ્યા ક્રાંતિકારી સૂચનો
new delhi
March 17, 2026

રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ: CJI એ આપ્યા ક્રાંતિકારી સૂચનો

CJI સૂર્યકાંતે રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. તેમણે વકીલોને કાળા કોટ અને પોલીસને યુનિફોર્મ વગર રહેવા સૂચન કર્યું જેથી બાળકો ડરે નહીં.

Braking News

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ વાન પર હુમલો કર્યો, 2 પોલીસકર્મીઓ માર્યા ગયા
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ વાન પર હુમલો કર્યો, 2 પોલીસકર્મીઓ માર્યા ગયા
October 10, 2024

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ પોલીસ વાન પર ઓચિંતો હુમલો કર્યો હતો. આ હુમલો એવા સમયે થયો જ્યારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા. હુમલામાં ઓછામાં ઓછા 2 પોલીસકર્મીઓના મોત થયા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express