Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAP અમદાવાદ શહેર સમિતિ દ્વારા પીરાણા ડમ્પસાઇટ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરને અપાયું આવેદનપત્ર

AAP અમદાવાદ શહેર સમિતિ દ્વારા પીરાણા ડમ્પસાઇટ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરને અપાયું આવેદનપત્ર

આમ આદમી પાર્ટી (AAP) અમદાવાદ શહેર સમિતિ દ્વારા પીરાણા ડમ્પસાઇટના કચરાના પહાડને સમયસર દૂર ન કરવા બદલ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Ahmedabad March 03, 2026
AAP અમદાવાદ શહેર સમિતિ દ્વારા પીરાણા ડમ્પસાઇટ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરને અપાયું આવેદનપત્ર

AAP અમદાવાદ શહેર સમિતિ દ્વારા પીરાણા ડમ્પસાઇટ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરને અપાયું આવેદનપત્ર

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સમિતિ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ છતાં પીરાણા ડમ્પ સાઇટનો કચરાનો પહાડ સમયસર દૂર ન થતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ તકે અમદાવાદ શહેર સંગઠન મહામંત્રી જતીન પટેલ, શહેર ઉપપ્રમુખ સંદીપ શર્મા, શહેર ઉપપ્રમુખ મોતીભાઈ દેસાઈ સહિત શહેર સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી, અમદાવાદ શહેર સમિતિ તરફથી વિનંતી કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરના પીરાણા ડમ્પસાઇટ ખાતે વર્ષોથી જમા થયેલા કચરાના પહાડને દૂર કરવા બાબતે National Green Tribunal (NGT) દ્વારા વર્ષ 2021 સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ દુઃખ સાથે જણાવવાનું છે કે આજદિન સુધી કદાચ માત્ર 50 ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલ હોવાનું જણાય છે. બાકી રહેલા કચરાના નિકાલમાં થતા વિલંબને કારણે આસપાસના વિસ્તારમાં વસતા નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. દુર્ગંધ, વાયુ પ્રદૂષણ અને આગ લાગવાની ઘટનાઓને કારણે પર્યાવરણ તથા જન આરોગ્ય માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.

આમ આદમી પાર્ટીની માંગણીઓ છે કે ૧.પીરાણા ડમ્પસાઇટની બાકી રહેલી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવામાં આવે.૨.અત્યાર સુધી થયેલી કામગીરીનો જાહેર હિસાબ અને ખર્ચની વિગત જાહેર કરવામાં આવે.૩.આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોના આરોગ્ય ચકાસણી કેમ્પ તથા જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.૪.ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે.આમ આદમી પાર્ટી દ્વારા નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા વિનંતી કરવામાં આવી હતી. 

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી
ahmedabad
March 02, 2026

ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે રાજકોટ જિલ્લાના જસદણના આંબડી ગામે ખેડૂતો સાથે મળીને ખેતરમાં પકવેલા પાક અને સરકારના બજેટના કાગળિયાની હોળી કરી સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે પાક પકવ્યા બાદ પણ યોગ્ય વળતર મળતું નથી. આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સુધી ખેડૂતોની નારાજગીનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નો અને બજેટમાં કરવામાં આવેલી અવગણના વિશેની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ અહેવાલ વાંચો.

ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ
ahmedabad
March 02, 2026

ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ

પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જસદણ પહોંચી. પ્રવીણ રામે ભાજપ પર ભ્રષ્ટાચાર અને ખેડૂતો પર દંડ-દરોડાના આરોપ લગાવ્યા. સિંચાઈ, વીજળી, પાક ભાવના મુદ્દા ઉઠાવ્યા. 8 માર્ચે અરવિંદ કેજરીવાલ સાથે મહાસભા.

AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર
ahmedabad
March 02, 2026

AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAPની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા રાજકોટ-ગોંડલ પહોંચી. પ્રવિણ રામે ખેડૂતો પર પોલીસ અત્યાચાર અને જીગીશા પટેલ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો, ગુજરાતના ખેડૂતો માટે ન્યાયની માંગ.

Braking News

ઈઝરાયેલ પર ઈરાનના હુમલા બાદ અમેરિકાએ લીધું પગલું, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મોટું પગલું ભર્યું
ઈઝરાયેલ પર ઈરાનના હુમલા બાદ અમેરિકાએ લીધું પગલું, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મોટું પગલું ભર્યું
April 15, 2024

ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન એક્શન મોડમાં આવી ગયા છે. બ્લિંકને સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોના નેતાઓ સાથે વાત કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express