Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAP ગુજરાત જોડો અભિયાન: કઠોદરામાં ગોપાલ ઇટાલિયાની વિશાળ જનસભા

AAP ગુજરાત જોડો અભિયાન: કઠોદરામાં ગોપાલ ઇટાલિયાની વિશાળ જનસભા

AAP ગુજરાત જોડો અભિયાનમાં સુરત કઠોદરામાં વિશાળ જનસભા – ગોપાલ ઇટાલિયાએ ભાજપના 30 વર્ષના શાસન પર સવાલ ઉઠાવ્યા, રિંકલ પોશિયા પાર્ટીમાં જોડાયા.

Ahmedabad January 07, 2026
AAP ગુજરાત જોડો અભિયાન: કઠોદરામાં ગોપાલ ઇટાલિયાની વિશાળ જનસભા

AAP ગુજરાત જોડો અભિયાન: કઠોદરામાં ગોપાલ ઇટાલિયાની વિશાળ જનસભા

અમદાવાદ/ સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત સુરતના કઠોદરામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દક્ષિણ ગુજરાત પ્રભારી રામ ધડુક, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, સુરત શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, કોર્પોરેટરો મહેશ અણઘણ, રચના હીરપરા, જિતેન્દ્ર કાછડીયા, ડૉ. કિશોર રૂપારેલિયા, શોભનાબેન કેવડિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથિરીયા, સુરત શહેર મહામંત્રી તુલસી લાલૈયા, ઘનશ્યામ વાઘાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સામાજિક અગ્રણી રિંકલ પોશિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પાર્ટીમાં તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

જનસભાને સંબોધન કરતા AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે લોકો એમ માનતા કે તમારું કંઈ નહીં આવે, તમે ખોટા છો, તમને મત નહીં મળે. ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી. તમારી તો કોઈ પત્રિકા પકડવા તૈયાર નથી, એવા સમયે સંઘર્ષ કરીને રાકેશ હીરપરા, મનોજભાઇ સોરઠીયા, ધર્મેશ ભંડેરી સહિત અન્ય લોકોએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે અને આ સપનું સાકાર કરવાની દિશામાં કામ કર્યું. આજે સપનું સાચું સાબિત થયું કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચર્ચાઓ થાય છે. આમ આદમી પાર્ટી એક પછી એક પગથીયા ચઢીને મોટી થતી જાય છે. સામાજિક અગ્રણી રિંકલ પોશિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમને પાર્ટીમાં આવકારુ છુ. એક સૈનિક સાથે અન્ય સૈનિક જોડાય તો પાર્ટી વધુ મજબૂત બને તેમ રિંકલબેન શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ હોવાથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે તેનો મને ખૂબ આનંદ છે. આપણે એક વાત વિચારવી પડશે 30 વર્ષથી ગુજરાતમાં આપણે બધાએ મત આપીને ભાજપની સરકાર બનાવી. 30 વર્ષનો હિસાબ કરી વિચાર કરીએ કે આ 30 વર્ષમાં આપણા જીવનમાં શું બદલાવ આવ્યો ? એવો કયો ફાયદો સરકાર તરફથી આપણને મળ્યો ? આજે તમે ફ્લેટમાં રહેતા હશો તો, ધંધા માટે, કે પછી ગાડી માટે પણ લોન ચાલતી હશે. આ કઠોદરા ગામ વિસ્તાર નવો નવો કોર્પોરેશનમાં આવ્યો ત્યારે ભાજપના નેતાઓ કહેતા હતા કે અહીં અમેરિકા જેવો માહોલ થઇ જશે. સરકારમાંથી સીધો ફાયદો થયો હોય અને આપણે ખુશ થયા હોય તેવા 10 મુદ્દાઓ 30 વર્ષ પછી પણ આપણને પ્રાપ્ત થયા નથી. 30 વર્ષ સુધી એક જ પાર્ટીને મત આપ્યા પછી આપણી પાસે શું છે ? કઠોદરાને કોર્પોરેશનમાં નાંખ્યા પછી વેરો વધ્યો, તેના સિવાય શું વધ્યું? તમને એમ લાગતું હોય કે હવે વિકલ્પ છે તો આ વખતે ચૂંટણીમાં ચૂકતા નહીં, જેટલો ફાવે તેટલો સજડબમ હાવેણો ફેરવી દેજો. હું કતારગામથી ચૂંટણી હારી ગયો તેનું મને કોઈ નુકસાન ન થયું, પરંતુ તમે વિચાર કરો કે ભાજપની સરકાર જીતી ગઈ તેનો તમને શું ફાયદો થયો ? જનતાને તેનો કોઈ ફાયદો મળ્યો નથી. 

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણો આત્મા જગાડવો પડશે, આપણા મનને પૂછવું પડશે કે આપણે શું કરી રહ્યા છીએ. સરકારમાં મંત્રીઓ કઈ રીતે બની રહ્યા છે? આખા ગુજરાતમાં ભાજપમાંથી ચૂંટણી જીતેલા નેતાઓની ગાંધીનગરમાં એક પટ્ટાવાળાથી વિશેષ વેલ્યુ થતી નથી, આ વાસ્તવિકતા છે. આ વાત અનેક વખત જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યો છું, કોઈ કેબિનેટ મંત્રીએ એવું નથી કીધું કે હું પટ્ટાવાળો નથી, કોઇ મંત્રી કે  ધારાસભ્યનું સરકારમાં કંઈ ઉપજતું નથી. આ વાત એક લાખ ટકા સાચી છે. હું દસ વખત આ બોલ્યો છું પરંતુ કોઈએ મારી વાતનું ખંડન કર્યું નથી, હું ખોટો હોઉં તો દસ મંત્રી મારા વિરુદ્ધ મોરચો કાઢે ને ? આપણે ત્યાં ખટારાનો ડ્રાઇવર હોય તે હેલિકોપ્ટર ન ચલાવે અને હેલિકોપ્ટરનો ડ્રાઇવર ખટારો ન ચલાવે. પરંતુ ભાજપ સરકારમાં તો જે ગૃહ મંત્રી હતા તે દોઢ વર્ષ પછી આરોગ્ય મંત્રી થઈ જાય છે, પછી અન્ય મંત્રી બની જાય છએ. શું એક માણસમાં આટલી બધી ટેલેન્ટ છે ? દુનિયામાં જે વૈજ્ઞાનિકો થયા તેમણે એક વસ્તુની શોધ કરી ત્યાં જ જિંદગી પૂરી થઈ ગઈ, આ લોકો એટલા મોટા મહાપુરુષ છે કે તેને દોઢ વર્ષમાં બધું જ આવડવા માંડે છે? આ સરકાર છે કે સર્કસ ? તમે અમારી આમ આદમી પાર્ટી ની ચિંતા કરો કે ન કરો, ગોપાલભાઇ હારી જશે કે જીતી જશે તેની ચિંતા ન કરો, તમારા મતથી જે માણસો જીતે છે તે ત્યાં સંગીત ખુરશીની રમત રમે છે, તેના સર્કસમાંથી નવરા થાય તો તમારું કંઈક કલ્યાણ કરશે ને? એટલું તો વિચારો, સરકારને શિક્ષણ, આરોગ્ય, પાણી,વીજળી સહીત કંઇ જ ગંભીરતા નથી, ભાજપને એક જ વસ્તુની ગંભીરતા છે કે અમારી સામે ન પડે તેવાને મંત્રી બનાવી દો, કેપેબલ માણસને આગળ આવવા દેતા નથી. જનતાની સેવા કરવા માટે કોઈ મંત્રી બનાવતા નથી. અમારા ચૈતરભાઈ, પ્રવીણભાઈ, રજનીભાઈ અને મારા પર પણ ખોટો કેસ કરવામાં આવ્યો છે, આ નુકસાન અમારું નથી. અમરેલીમાં પાયલ ગોટી કેસમાં ખોટી એફઆઇઆર કરી સરઘસ કાઢવામાં આવ્યું, અન્ય ત્રણ લોકો વિરૂધ એફઆઇઆર થઈ, જેલમાં પૂરી હાઈ હોલ્ટેજ ડ્રામા કર્યા અને પછી અમરેલીના નાયબ પોલીસ અધિકારીની સહી સાથેનો એક કાગળ બહાર પાડ્યો અને કહ્યું કે ભુલથી નામ આવી ગયા હતા.તમે જ વિચાર કરો, તમારી દિકરી સાથે આવું થાય તો આ યોગ્ય છે ? પોલીસ સ્ટેશનની હાલત આ હદે ખરાબ છે. જે મારા કરતાં વધારે ડબલ ઉંમરનાં છે તેઓ યાદ કરે છેલ્લે ધારાસભ્યને ક્યારે જેલમાં પૂર્યા હતા ? ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના છે કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા પછી બે વખત જેલમાં પૂરવામાં આવ્યા, એટલા માટે કે તેઓ લોકોનો અવાજ ઉઠાવે છે. અમારાથી કોઇ નાની મોટી ભુલ થઇ હોય તો અમને માફ કરીને એક વખત ભાજપને સાફ કરો તેવી મારી વિનંતી છે. 

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

બાંગ્લાદેશે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, રેકોર્ડ કર્યો 21મી સદીની સૌથી મોટી જીત
બાંગ્લાદેશે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, રેકોર્ડ કર્યો 21મી સદીની સૌથી મોટી જીત
June 17, 2023

બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ 546 રને જીતીને ઈતિહાસ રચ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express