Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ખુલાસો: નર્મદા-તાપીમાં શબવાહિની શૂન્ય, ટ્રેક્ટર-પિકઅપમાં શબ લઈ જવા પડે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વચ્ચે આ વરવી વાસ્તવિકતા! સરકારની બેદરકારી ઉજાગર.

Ahmedabad February 23, 2026
નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ

અમદાવાદ/  નર્મદા / છોટાઉદેપુર / દાહોદ / તાપી / ભરૂચ / અરવલ્લી / ગુજરાત : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના જે જંગલ વિસ્તાર છે, ત્યાં ખેતીવાડીની વીજળી પહોંચી નથી શકતી. તો પીએમ કુસુમ યોજના અંતર્ગત સિંચાઈ માટે જે સોલાર પંપ આપવામાં આવે છે એને લઈને ચર્ચાઓ થઈ હતી. અમે સરકારના મંત્રીને જણાવ્યું કે યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ (USPC) દ્વારા જે સિંચાઈ સિવાયના સમયમાં ઉર્જાનો સંગ્રહ કરી શકે છે, તેનો ઉપયોગ ઘરવપરાશ, પશુપાલન અને કૃષિના સાધનો ચલાવવા માટે થાય, તેના માટે સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા માટેની માંગ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ’મનકી બાત’ પ્રોગ્રામમાં આ વાત મૂકી હતી અને રાજસ્થાનમાં તેમણે પોતે ડેમો પણ જોયો છે. ગુજરાતમાં પણ ખેડૂતોને USPC લગાડીને સોલાર પંપ આપવામાં આવે એવી વાત કરી છે. બીજી બાબત એ કે ખેડૂતોને વેન્ડરના નંબર આપી દેવામાં આવે છે અને જ્યારે ખેડૂતના સ્ટાર્ટર કે મોટર કંઈ પણ બગડે છે તો ત્યાં સ્થાનિકમાં કોઈ પણ સર્વિસ સ્ટેશન હોતા નથી. પછી ખેડૂત કંપનીમાં પોતાનો પંપ સેટ મોકલે અને એને પાછો આવતા અઠવાડિયાથી લઈને 15 દિવસ લાગે છે, તો ઘણી વખત ખેડૂતોના પાક પણ સુકાઈ જતા હોય છે. માટે મેં માંગ કરી છે કે તાલુકા કક્ષાએ દરેક વેન્ડરનું પોતાનું સર્વિસ સ્ટેશન હોય એ જરૂરી છે, જેથી ત્યાં જ રીપેરીંગ થઈ જાય એવી અમે માંગ કરી છે.
 
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જે પણ વેન્ડરોને એમ્પેનલ કરવામાં આવેલા છે, એમાંથી બે ત્રણ એજન્સી સિવાયના જેમકે દર્શનીલ ઇલેક્ટ્રોમેશન અને રોટોમોકમોટર દ્વારા ખેડૂતો પાસેથી ફોર્મ ભરતી વખતે ₹1,000 લેવામાં આવે છે જ્યારે મંત્રીએ કહ્યું છે કે કોઈ ખેડૂતે પૈસા આપવાના નથી હોતા. સ્ટ્રક્ચર ઊભું કરવામાં પણ ₹1,500 લેવામાં આવે છે એવી અમને ફરિયાદો મળી છે. એસ્ટીમેટ પ્રમાણે જે મોટર 300 ફૂટ અંદર બોરમાં ઉતારવાની જોગવાઈ છે પરંતુ આ કંપનીઓ 200 ફૂટ કે 210-250 ફૂટ અંદર મોટર લટકાવીને જતા રહે છે. જેના કારણે એક કે બે કલાક જ સિંચાઈનું પાણી ચાલે છે અને મોટર બંધ થઈ જાય છે. તો જે પ્રમાણે કામ નક્કી થયા છે અને સ્પેસિફિકેશન હોય એ પ્રમાણે જ કામ થાય તે મુદ્દે તપાસ કરવામાં આવે તેવી મેં માંગ કરી છે.

પોતાના બીજા પ્રશ્નો મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ વાત કરતા જણાવ્યું હતું કે, બીજો પ્રશ્ન હતો કે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં જેટલા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામાન્ય આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલો છે તેમાં કેટલી જગ્યાઓ ખાલી છે, તો લગભગ 30 ટકા જેટલી જગ્યાઓ અને એમાં વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, અને વર્ગ 4 એમ તમામમાં જગ્યાઓ ખાલી છે. 25000 કરોડનું આપણું આરોગ્યનું બજેટ છે, તો PMJAY અંતર્ગત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા કાર્ડ ધારકોને લાભ આપવામાં આવ્યો એની પણ અમે માહિતી માંગી. જવાબ મળ્યો કે નર્મદામાં છેલ્લા બે વર્ષમાં સારવાર માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી અને છોટાઉદેપુરમાં 47.21 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો વસ્તી પ્રમાણે અમને લાગે છે કે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના લોકોને ખૂબ જ ઓછો લાભ મળ્યો છે.

વધુ એક અન્ય સવાલ મેં કર્યો હતો કે નર્મદા અને તાપી જિલ્લામાં સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં પુરા જિલ્લામાં કેટલી શબવાહિનીઓ છે તો તેના જવાબમાં સરકારે કહ્યું કે નર્મદા અને તાપી જિલ્લામાં એક પણ શબવાહિની નથી, આ ખૂબ જ દુઃખદ બાબત છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છે, એ નર્મદા જિલ્લો છે, અને નર્મદા બંધ પણ ત્યાં આવેલો છે, છતાં જિલ્લામાં એક પણ શબવાહિની નથી. કોઈનું મૃત્યુ થાય છે, તો ટ્રેક્ટરમાં કે પીક-અપ ટ્રકમાં કે ઝોળીમાં નાખીને તેમને લઈ જવા પડે છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા જિલ્લાની વરવી વાસ્તવિકતા છે. આના પરથી સરકારની મંશા અને સરકારની બેદરકારી દેખાઈ રહી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ, AAP નેતા ગૌરી દેસાઈનો ગૃહમંત્રી પર પ્રહાર
ahmedabad
February 23, 2026

મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ, AAP નેતા ગૌરી દેસાઈનો ગૃહમંત્રી પર પ્રહાર

AAP નેતા ગૌરી દેસાઈનો આકરો પ્રહાર: ડબલ એન્જિન સરકારમાં મહિલા અપરાધ વધ્યા, અમદાવાદથી અન્ય શહેરોમાં દુષ્કર્મ-છેડતી-અપહરણમાં વધારો. ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" પર સવાલ – ગુનેગારોને ડર કેમ નથી?

અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ખેડૂતોની મહા લડાઈ, AAPની
ahmedabad
February 23, 2026

અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ખેડૂતોની મહા લડાઈ, AAPની "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા

AAP ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવીની અપીલ: ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કડદા પ્રથા સામે "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા શરૂ. ખેડૂતો, ભાગીયાઓ જોડાઓ.

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર
ahmedabad
February 22, 2026

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.

Braking News

રાજસ્થાનમાં આજે બીજેપી નહીં, પરંતુ સીબીઆઈ ચૂંટણી લડી રહી છે: સીએમ અશોક ગેહલોત
રાજસ્થાનમાં આજે બીજેપી નહીં, પરંતુ સીબીઆઈ ચૂંટણી લડી રહી છે: સીએમ અશોક ગેહલોત
November 08, 2023

સીએમ અશોક ગેહલોતે સનસનીખેજ દાવો કરતા કહ્યું છે કે રાજસ્થાનમાં આજે ભાજપ નહીં પણ સીબીઆઈ ચૂંટણી લડી રહી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express