Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રજાલક્ષી મુદ્દે વિધાનસભામાં માંગો રજુ કરી

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રજાલક્ષી મુદ્દે વિધાનસભામાં માંગો રજુ કરી

નર્મદા પરિયોજનાનું પાણી આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની માંગ, જંગલ વિસ્તારમાં રોડ કામો, અટકાવેલા બ્રિજ, રોડ અને રિસરફેસિંગના કામો   તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોને લગતા પ્રશ્નોને પુરા કરવા કરતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માંગણી. 

Ahmedabad February 24, 2026
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રજાલક્ષી મુદ્દે વિધાનસભામાં માંગો રજુ કરી

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રજાલક્ષી મુદ્દે વિધાનસભામાં માંગો રજુ કરી

અમદાવાદ : આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમે વિધાનસભા ગૃહ સમક્ષ જણાવ્યું કે જે પણ રોડ નિર્માણના કામો જયારે અમારા જંગલના વિસ્તારમાં થતા હોય છે, ત્યારે વન વિભાગ દ્વારા અલગ અલગ કારણો બતાવીને એનઓસી આપવામાં આવતી નથી અને રોડના કામકાજને અટકાવી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરોના વાહનોને પણ જપ્ત કરવામાં આવેલા છે અને લાખોના દંડ પણ ફટકારવામાં આવ્યા છે. જીતગઢથી જુનારાજ જતો જે રસ્તો છે તેને 2020-21થી મંજૂર કરવામાં આવેલ છે, છતાં પણ તેનું કામ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવા દેવામાં આવતું નથી. માટે અમે ગૃહમાં રજૂઆત કરી કે તાત્કાલિક અસરથી આ કામને શરૂ કરી દેવામાં આવે. જુનારાજ 700 વર્ષ જૂનું એક પૌરાણિક ગામ છે અને આ પર્યટક સ્થળમાં જવા માટે બનતા રોડને વન વિભાગ પરવાનગી આપતું નથી અને ચાર વર્ષથી રોડ પેન્ડિંગ છે તો તેના કામને શરૂ કરવા માટે અમે ગૃહમાં રજૂઆત કરી. આ સિવાય બીજા બ્રિજોના કામ અટકાવેલા છે, રોડના કામો અટકાવેલા છે અને રિસરફેસિંગના કામ પણ અટકાવેલા છે, તો આ તમામ કામો શરૂ કરવામાં આવે અમે માંગણી કરી છે.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા પરિયોજનાનું પાણી કચ્છથી લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા પહોંચાડવામાં આવે છે. તો આ પાણી નર્મદા જિલ્લા સહિત સમગ્ર આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ માટે અને પીવાના પાણી માટે પહોંચાડવામાં આવે એ મુદ્દાની રજૂઆત કરી. જરવાણી પાણી પુરવઠા યોજના છેલ્લા ચાર વર્ષથી ચાલે છે, 90 ટકા રકમની ચુકવણી થઈ ગઈ છે અને 54 ગામમાં પાણી પૂરું પાડવાની યોજના છે છતાં આજ દિન સુધી એ યોજના પૂર્ણ થઈ નથી. માટે એ યોજનાને સત્વરે પૂર્ણ કરવામાં આવે એ મુદ્દે અમે આજે વાત કરી. કુદરતી આફતોમાં જે પણ આગજન્ય ઘટનાઓ ઘટે છે અને જે લોકોના ઘર બળીને નાશ પામે છે, એવા પરિવારોને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવામાં આવે એ મુદ્દાને માંગ કરી છે

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જ્યારે માવઠું આવ્યું ત્યારે ગુજરાત સરકારે 11 હજાર કરોડના ફંડની જાહેરાત કરી તેની રકમ ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે તો અમે આજે રજૂઆત કરી કે જે પણ ખેડૂત ભાગ્યા ખેતીના ભાગરૂપે ખેડૂત સાથે મળીને ખેતી કરતા હતા, એમને પણ ગુજરાત સરકાર સહાય આપે એવી અમે માંગ કરી છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં સીટી સ્કેન, સોનોગ્રાફી, શબ વાહિની જેવા સાધનો આજે પણ નથી. સિવિલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ અને પૂરતા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે, તે મુદ્દે અમે રજૂઆત કરી છે. આ સિવાય અંકલેશ્વરથી દેડીયાપાડા-સાગબારા થઈને મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે નંદુરબાર બુરહાનપૂર નીકળે છે, ત્યાં કરજણ નદી પર એક પુલ જર્જરિત છે અને આઠથી દસ મહિના પહેલા માર્ગ અને મકાન વિભાગે તેને બંધ કરેલો છે, જેના કારણે અમારા વિસ્તારના સામાન્ય લોકો અને ખાસ કરીને ખેડૂતોને ફરીને ગ્રામ્ય રોડમાં થઈને ખરાબ રોડ પરથી પસાર થવું પડે અને નેત્રંગ જવું પડે છે, તો તાત્કાલિક આ પુલનું કામ પૂરું કરવામાં આવે અને પૂરું થાય ત્યાં સુધી ત્યાં એક ડાઈવર્ઝન બનાવવામાં આવે એ મુદ્દે અમે આજે ગૃહમાં માંગ કરી છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ
ahmedabad
February 24, 2026

ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ

સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા ગયેલા AAP નેતા પર હુમલો થતા કાનૂની અને લોકશાહી લડત ચાલુ રહેશે : ગૌરી દેસાઇ

AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો
ahmedabad
February 24, 2026

AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો

લોકોની ફરિયાદ સાંભળવા ગયેલી AAP નેતા પર પથ્થર-લાફા, કાર તોડી. મનોજ સોરઠીયા: 30 વર્ષથી કામ ન કરી શકતા ભાજપ હવે હિંસા કરે છે.

સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા
ahmedabad
February 24, 2026

સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા

હસનાપુર ગામમાં આખા ગામે ફોર્મ ભર્યા છતાં એકપણ ખેડૂતને નવેમ્બર-ડિસેમ્બરના માવઠાની સહાય મળેલી નથી અને વિધાનસભામાં સરકાર વાહવાહી લૂંટે છે : ઇટાલિયા

Braking News

છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી  વધુ વરસાદ
છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ
September 04, 2024

ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે કચ્છ, સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express