Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAP ધારાસભ્ય ચૈતર વસાવાના તીવ્ર આરોપો, મનરેગા ફંડમાં કરોડો સગેવગે

AAP ધારાસભ્ય ચૈતર વસાવાના તીવ્ર આરોપો, મનરેગા ફંડમાં કરોડો સગેવગે

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા યોજના પર તીવ્ર પ્રહાર કર્યો.“નર્મદા-છોટાઉદેપુરમાં લાખો અરજીઓ સામે 13-18 દિવસનું કામ, 1.27 લાખમાંથી ફક્ત 200ને 100 દિવસ”. ફંડમાં કરોડોની ગેરરીતિ, ભાજપ મંત્રીના પુત્રો-જલારામ એન્ટરપ્રાઇઝ પર આક્ષેપ – જરૂર પડે તો રસ્તા પર આંદોલનની ચેતવણી. વિગતો જુઓ.

Ahmedabad February 20, 2026
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના તીવ્ર આરોપો, મનરેગા ફંડમાં કરોડો સગેવગે

AAP ધારાસભ્ય ચૈતર વસાવાના તીવ્ર આરોપો, મનરેગા ફંડમાં કરોડો સગેવગે

અમદાવાદ / નર્મદા / છોટાઉદેપુર / દાહોદ / પંચમહાલ / અરવલ્લી / ગુજરાત : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભા ગૃહમાં મનરેગા યોજના મુદ્દે મારો સવાલ હતો કે છેલ્લા બે વર્ષમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા લોકોએ મનરેગા યોજના અંતર્ગત રોજગારીની માંગ કરી.  ત્યારે જવાબમાં સરકારે કહ્યું કે નર્મદા જિલ્લામાં 1,27,302 લોકોએ રોજગારીની માંગ કરી. છોટાઉદેપુરમાં 1,17,900 લોકોએ રોજગારીની માંગ કરી. તેની સામે સરકારે નર્મદા જિલ્લામાં માત્ર 46,33,817 માનવ દિવસની રોજગારી પૂરી પાડી, જે દરેક પરિવાર દીઠ બે વર્ષમાં 36 દિવસ સરેરાશ રોજગારી થાય છે, મતલબ કે વર્ષના 18 દિવસની રોજગારી. એવી જ રીતે છોટાઉદેપુરમાં 30,65,920 માનવ દિવસની રોજગારી પૂરી પાડી. જે દરેક પરિવાર દીઠ બે વર્ષમાં 26 દિવસ સરેરાશ રોજગારી થાય છે, મતલબ કે વર્ષના 13 દિવસની રોજગારી.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી નથી, તેથી લોકોનો આધાર મનરેગા યોજના પર હતો. પરંતુ છેલ્લા બે વર્ષમાં ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં ભાજપના મંત્રીના પુત્રોએ અને જલારામ એન્ટરપ્રાઇઝના હીરા જોટવા દ્વારા રોજગારીના ગ્રાન્ટના પૈસાનો ઉપયોગ મટીરીયલમાં કરવામાં આવ્યો અને કરોડો રૂપિયા સગેવગે કરી નાખવામાં આવ્યા. કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને નવું જીરામજી નામ આપ્યું અને 100 દિવસની રોજગારીના 125 દિવસ કર્યા પરંતુ મારો સવાલ છે કે તમે પહેલા લોકોને 100 દિવસની રોજગારી તો આપો.  100 દિવસ પૂરા કર્યા હોય એવા કેટલા જોબ કાર્ડ છે એ પણ મેં સવાલ કર્યો હતો. તો તેના જવાબમાં સરકારે કહ્યું કે 1,27,302 લોકોએ અરજી કરી હતી પરંતુ ફક્ત 200 લોકોને 100 દિવસની રોજગારી આપવામાં આવી છે. તો આના પરથી દેખાય છે કે સરકાર આટલી મોટી ગ્રાન્ટ અને આટલું મોટું તંત્ર હોવા છતાં પણ લોકોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે. લોકોને રોજગારી મળે એ માટે અમે આજે ગૃહમાં મંત્રી અને સરકાર સામે માંગણી કરી છે, આવનાર દિવસોમાં લોકોને સાથે રાખીને રસ્તા પર ઉતરીને પણ અમારી માંગણીઓ કરીશું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ
ahmedabad
February 20, 2026

વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ

ધોળકા વિધાનસભામાં AAP મજબૂત બની. ખેડૂત નેતા સાગર રબારીની આગેવાનીમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ, જગદીશભાઈ મકવાણા સહિત સામાજિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા. જનહિત-વિકાસના મુદ્દાઓથી પ્રેરાઈને ખેસ પહેરાવી આવકાર – વિગતો જુઓ.

લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા
ahmedabad
February 20, 2026

લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત સરકારે લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતા પાસેથી સૂચન મંગાવવાનો નિર્ણય લીધો – AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવકાર્યો. ચૈતર વસાવા: આદિવાસી દીકરીઓના ગેરલાભ ઉઠાવનારા તત્વો સામે કડક કાયદો જરૂરી. હેમંત ખવા: લોકોની અપેક્ષા મુજબ કાયદો આવે તો પગપાળા જઈ CM-નાયબ CMનું સન્માન કરીશું. ખોટી ઓળખથી દીકરીઓના શોષણ પર રોક – વિગતો જુઓ.

ગુજરાતમાં ખેડૂતો-માછીમારોના અન્યાય સામે AAPનો વિરોધ, વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી
ahmedabad
February 20, 2026

ગુજરાતમાં ખેડૂતો-માછીમારોના અન્યાય સામે AAPનો વિરોધ, વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો-માછીમારોના મુદ્દા ઉઠાવ્યા. “ટેકાના ભાવે ખરીદી છતાં જૂનાગઢમાં 30-35 હજાર ખેડૂતોને બે મહિનાથી ચુકવણી નહીં, 128 માછીમારો પાકિસ્તાન જેલમાં, 3નાં મૃત્યુ”. વિસાવદરમાં હજારો એકર જમીન ‘અનામત જંગલ’ નોંધાઈ – સરકારને તાત્કાલિક ચુકવણી અને વતન વાપસીની માંગ. વિગતો જુઓ.

Braking News

એમેઝોન નેટવર્ક પાસે હવે તેના ભારતમાં ડિલિવરી ફ્લીટમાં 6,000થી વધુ ઇલેક્ટ્રિક વાહનો; વર્ષ 2025 સુધીમાં 10,000 સુધી પહોંચવાના માર્ગે
એમેઝોન નેટવર્ક પાસે હવે તેના ભારતમાં ડિલિવરી ફ્લીટમાં 6,000થી વધુ ઇલેક્ટ્રિક વાહનો; વર્ષ 2025 સુધીમાં 10,000 સુધી પહોંચવાના માર્ગે
August 28, 2023

કંપનીએ ભારતમાં 400થી વધુ શહેરોમાં તેની કામગીરીમાં ઇલેક્ટ્રિક વાહન (ઇવી) અપનાવવા માટે ઉત્પાદકો, ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર્સ, ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર્સ અને ફાઇનાન્સિંગ કંપનીઓ સાથે સહયોગ કર્યો છે. 6,000થી વધુ ઇવી તૈનાત થવા સાથે, એમેઝોન નેટવર્ક વર્ષ 2025 સુધીમાં તેના ભારતમાં ડિલિવરી ફ્લીટમાં 10,000 ઇવી હાંસલ કરવાના માર્ગ પર છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express