Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ટ્રેક્ટર પર વિધાનસભા પહોંચ્યા AAP ધારાસભ્ય હેમંત ખવા, ખેડૂતોને અન્યાય સામે અનોખો વિરોધ

ટ્રેક્ટર પર વિધાનસભા પહોંચ્યા AAP ધારાસભ્ય હેમંત ખવા, ખેડૂતોને અન્યાય સામે અનોખો વિરોધ

AAP ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા, ખેડૂતોને અન્યાય સામે વિરોધ – “શહેરોને ₹33,000 કરોડ, ગામડાઓને ₹14,000 – ગામડા 52% વસ્તી છતાં અન્યાય”. પોલીસે ગેટ પર અટકાવ્યા, “હું ખેડૂત પુત્ર છું, આ ટ્રેક્ટર છે ટેન્ક નથી” – સૌરાષ્ટ્રને ₹473 કરોડ, અમદાવાદને ₹600 કરોડની ફાળવણી પર આક્ષેપ. વિગતો જુઓ.

Gandhinagar February 19, 2026
ટ્રેક્ટર પર વિધાનસભા પહોંચ્યા AAP ધારાસભ્ય હેમંત ખવા, ખેડૂતોને અન્યાય સામે અનોખો વિરોધ

ટ્રેક્ટર પર વિધાનસભા પહોંચ્યા AAP ધારાસભ્ય હેમંત ખવા, ખેડૂતોને અન્યાય સામે અનોખો વિરોધ

અમદાવાદ : ગઈકાલે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થયું હતું, ત્યારે ખેડૂતોને બજેટમાં ખાસ કોઈ રાહત પેકેજની જાહેરાત ના થતા અને અન્યાયની લાગણી અનુભવતા આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આજે ટ્રેક્ટર લઈને વિરોધ દર્શાવવા વિધાનસભા પહોંચ્યા હતા. ગતરોજ સરકારે જે બજેટ રજૂ કર્યું તેમાં ગામડા અને શહેરના બજેટમાં મોટો તફાવત છે તથા બજેટમાં ખેડૂતો માટે કોઈ ખાસ જોગવાઈ કરી નથી, તે મુદ્દાને લઈને ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈ વિધાનસભા પહોંચ્યા હતા અને અનોખી રીતે સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે પોલીસ વિભાગ દ્વારા તેમને ગેટ પર જ  અટકાવી દેવામાં આવ્યા હતા અને ટ્રેક્ટર લઈને અંદર ન જવા દેવામાં આવ્યા અને તેને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ એ પણ કહ્યું કે “હું ખેડૂત પુત્ર છું, આતંકવાદી નથી અને આ ટ્રેક્ટર છે, ટેન્ક નથી.”

ત્યારબાદ ધારાસભ્ય હેમંત ખવા ચાલીને વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યા હતા અને મીડિયાને સંબોધિત કરીને કહ્યું હતું કે ગઈકાલે સરકારે જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં ગામડાઓ અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે. શહેરો માટે ₹33,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ગામડાઓ માટે ફક્ત ₹14,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગઈકાલે મંત્રીએ ગૃહમાં જ જણાવ્યું કે “શહેરોમાં 48% વસ્તી વસે છે અને ગામડાઓમાં 52%” તો આના પરથી જ સ્પષ્ટ થાય છે કે 48% લોકોને ₹.33,000 કરોડ અને 52% લોકોને ફક્ત ₹.14,000 કરોડની ફાળવણી કરીને સરકારે અન્યાય કર્યો છે. તો આ બાબતનો વિરોધ કરવા માટે હું ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા હતા પરંતુ અમારા ટ્રેક્ટરને વિધાનસભાના ગેટ પર જ રોકી દેવામાં આવ્યું, ત્યારબાદ અમે પગપાળા કરીને વિધાનસભા સુધી પહોંચ્યા.

વધુમાં ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, આદરણીય કેશુબાપાના નિધન પછી પહેલી વખત કોઈ ગામડાની યોજના જાહેર થઈ પરંતુ આપણી કમનસીબી છે કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના હેઠળ 18,000 ગામડાઓને ફક્ત ₹.650 કરોડ ફાળવવામાં આવે છે જે ખૂબ જ ઓછા છે. અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધા મળે એવી મારા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. શહેરોનો વિકાસ થાય તેનાથી અમને વાંધો નથી પરંતુ ગામડા અને ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે, એ અન્યાય છે માટે અમે આ મુદ્દે વિધાનસભામાં પણ રજૂઆત કરીશું.

વધુમાં ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, આ બજેટમાં ખેડૂતોને ખાસ અન્યાય થયો છે. 4 લાખ કરોડના બજેટમાંથી એગ્રો પ્રોસેસિંગ યુનિટની સ્થાપના માટે ફક્ત ₹.16 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એવી જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગને ₹2755 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નવા ચેકડેમ બનાવવા માટે ફક્ત ₹896 કરોડ ફાળવવાની વાત કરી એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય તેના માટે  ₹2200 કરોડની જાહેરાત કરવામાં આવી. જેટલી જરૂરિયાત મેટ્રો રેલની છે એના કરતાં અનેક ગણી વધુ જરૂરિયાત લાખો ખેડૂતોને છે, તો ચેકડેમ માટે જે રકમની ફાળવણી કરવામાં આવી છે તે ખૂબ જ ઓછી છે. સૌરાષ્ટ્ર 54 માંથી 50 સીટો પર ભાજપના ધારાસભ્યો છે અને 8 મંત્રીઓ છે ત્યારે સૌની યોજનાને ફક્ત ₹.473 કરોડની જોગવાઈ કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા આવે છે અને 11 જિલ્લા માટે ફક્ત ₹473 કરોડની ફાળવણી કરવામાં આવી જ્યારે ફક્ત એક અમદાવાદ જિલ્લામાં  સિંચાઈ માટે ₹.600 કરોડની ફાળવણી કરવામાં આવી. તો આ રીતે સૌરાષ્ટ્રને ખેડૂતોને અને ગામડાઓને ખૂબ જ ન્યાય કરવામાં આવ્યો છે અને આ મુદ્દે મેં વિધાનસભામાં પણ અને રસ્તા પર કાર્યક્રમ યોજી સરકારનું ધ્યાન દોરીશું અને કોશિશ કરીશું કે સરકાર આમાં કોઈ સુધારો લઈ આવે અને ખેડૂતોને, ગામડાને અને સૌરાષ્ટ્રને ન્યાય આપે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આદિજાતિ વિકાસ ફંડ મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા પ્રહાર, ગુજરાત બજેટ આદિવાસી વિરોધી
ahmedabad
February 19, 2026

આદિજાતિ વિકાસ ફંડ મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા પ્રહાર, ગુજરાત બજેટ આદિવાસી વિરોધી

ગુજરાત બજેટને AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિરોધી ગણાવ્યું. “આદિજાતિ ફંડમાંથી 1000+ કરોડ વપરાયા નહીં, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેરફારથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં”. કુપોષણ-આરોગ્ય-રોજગાર અવગણાયા, PM કાર્યક્રમમાં કરોડો ખર્ચાયા – આદિવાસીઓને જાગૃત થવા આહ્વાન. વિગતો જુઓ.

આ બજેટ ખેડૂતો માટે નિષ્ફળ – AAP નેતા પ્રવીણ રામના મોટા આરોપો
ahmedabad
February 19, 2026

આ બજેટ ખેડૂતો માટે નિષ્ફળ – AAP નેતા પ્રવીણ રામના મોટા આરોપો

ગુજરાત બજેટને AAP નેતા પ્રવીણ રામે ખેડૂતવિરોધી ગણાવ્યું, “પાક વીમા છતાં ફાયદો નહીં, કુદરતી આફતોમાં રાહત નહીં, ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવાયું”. સીધી સહાય અને પાક સુરક્ષા માટે કોઈ મોટી યોજના નહીં – સરકાર પર આક્ષેપ. વિગતો જુઓ.

આ બજેટ જનસામાન્ય માટે નિષ્ફળ – AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના મોટા આરોપો
ahmedabad
February 18, 2026

આ બજેટ જનસામાન્ય માટે નિષ્ફળ – AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના મોટા આરોપો

ગુજરાત બજેટને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વખોડ્યું. “ખેડૂતો માટે MSP-મફત વીજળી નહીં, યુવાનો માટે ભરતી કેલેન્ડર નહીં, મહિલાઓ-આદિવાસીઓ માટે કંઈ નહીં – કોપી-પેસ્ટ બજેટ”. MSME અપર્યાપ્ત, ગામડા પલાયન ન અટક્યું – જનતા ચૂંટણીમાં જવાબ આપશે. વિગતો જુઓ.

Braking News

T20 વર્લ્ડ કપ 2024: આ 10 સ્થળોને મંજૂરી મળી, જાણો ક્યાં રમાશે વર્લ્ડ કપની મેચો
T20 વર્લ્ડ કપ 2024: આ 10 સ્થળોને મંજૂરી મળી, જાણો ક્યાં રમાશે વર્લ્ડ કપની મેચો
September 22, 2023

ટી20 વર્લ્ડ કપ 2024: જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express