ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્યોનો ઉગ્ર વિરોધ, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા સહિતે “લાઈવ પ્રસારણ”ની માંગ કરી
ગુજરાત વિધાનસભા સત્રમાં AAP ધારાસભ્યોએ “વિધાનસભા લાઈવ કરો”ના નારા લગાવ્યા. ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણીએ સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટનું ઉદાહરણ આપીને લાઈવ પ્રસારણની માંગ કરી. “લોકશાહીની હત્યા બંધ કરો” – વિગતો જુઓ.
અમદાવાદ : આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી “વિધાનસભા લાઇવ કરો” લખેલા પોસ્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા. તેમણે “લોકશાહીની હત્યા બંધ કરો, વિધાનસભા લાઇવ કરો” જેવા સુત્રોચ્ચાર સાથે વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ કરવાની માંગણી કરી. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રિમ કોર્ટની કાર્યવાહી લાઇવ પ્રસારિત થાય છે, જેમાં ન્યાયાધીશો અને વકીલો શું દલીલો કરે છે તે સામાન્ય નાગરિક યુટ્યુબ પર જોઈ શકે છે. ગુજરાતમાં હાઇકોર્ટની કાર્યવાહી પણ લાઇવ જોઈ શકાય છે. દેશની લોકસભાની કામગીરી પણ સામાન્ય નાગરિકો યુટ્યુબ પર નિહાળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને તમિલનાડુ સહિત અનેક રાજ્યોની વિધાનસભાની કાર્યવાહી પણ લાઇવ જોવા મળે છે. ગુજરાતની અનેક જિલ્લા અદાલતોનું પ્રસારણ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. છતાં ગુજરાતના કરોડો લોકોએ ચૂંટેલી સરકાર વિધાનસભામાં શું કરે છે તે લાઇવ જોવા મળતું નથી, જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે પ્રશ્ન કર્યો કે વિધાનસભાની કાર્યવાહી લાઇવ કેમ કરવામાં આવતી નથી? શું એવું છે જે જનતાથી છુપાવવામાં આવે છે? ધારાસભ્યો અને સરકાર બંને લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તેથી લોકોને જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ શું કાર્ય કરે છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભાનું લાઇવ પ્રસારણ ન કરવું એ લોકોના જાણવાના અધિકાર પર તરાપ છે. કંઇક તો એવુ ચાલી રહ્યુ છે જે લોકોથી છુપાવવામાં આવી રહ્યું છે. લોકોના મતથી ચૂંટાયેલા મંત્રી અને મુખ્યમંત્રી વિધાનસભામાં માત્ર ભાષણબાજી કરી છે, આ વાત લોકો જાણી જાય એટલા માટે કદાચ આ લાઇવ બંધ રાખવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ માંગણી કરી છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી યુટ્યુબ પર લાઇવ પ્રસારિત કરવામાં આવે. લોકસભા અને રાજ્યસભાની કામગીરી લાઇવ થાય છે, અદાલતોનું લાઇવ પ્રસારણ થાય છે અને રાજકીય સભાઓ પણ લાઇવ થતી હોય છે, તો ગુજરાત વિધાનસભાનું પ્રસારણ કેમ નહીં? આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, હેંમત ખવા, સુધીર વાઘાણી અને મારા સહિત અમારી પાર્ટીએ આજે આ વાતનો વિરોધ નોંધાવ્યો છે, અને વિધાનસભાની કાર્યવાહી લાઇવ કરવા માટેની માંગણી કરીએ છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી હોસ્પિટલમાં દાખલ. તેઓ સવારે થોડા સમય માટે ફોર્ટિસ હોસ્પિટલ છોડીને ગયા હતા અને મોગામાં રેલીને સંબોધિત કર્યા પછી મોડી સાંજે પાછા ફર્યા હતા.
અરવિંદ કેજરીવાલે મોગામાં કહ્યું – અકાલી, ભાજપ અને કોંગ્રેસે પંજાબને ડ્રગ્સમાં ડુબાડ્યું; AAP તેને મુક્ત કરી રહી છે. ભગવંત માન સાથે હજારોને ડ્રગ વિરોધી શપથ લેવડાવ્યા. 2,000+ કિ.ગ્રા. ડ્રગ્સ જપ્ત, બુલડોઝરથી હવેલી તોડી, હવે શાળાઓમાં જાગૃતિ અભિયાન. વિગતો જુઓ.
અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માને મોગાના રણકે ગામમાં ડ્રગ વિરોધી ઝુંબેશનો બીજો તબક્કો શરૂ કર્યો. હજારો લોકોને ડ્રગ મુક્ત પંજાબ માટે શપથ લેવડાવ્યા. 2,000+ કિ.ગ્રા. ડ્રગ્સ જપ્ત, બુલડોઝરથી હવેલી તોડી, હવે શાળાઓમાં જાગૃતિ અભિયાન. વિગતો જુઓ.