Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભાજપ પર AAPનો પ્રહાર, પોલીસ-બુટલેગર સેટિંગ – ગુજરાતમાં દારૂનો કાળો ધંધો

ભાજપ પર AAPનો પ્રહાર, પોલીસ-બુટલેગર સેટિંગ – ગુજરાતમાં દારૂનો કાળો ધંધો

AAP યુવા નેતા ડો. કરન બારોટે ભાજપ પર આરોપ – પોલીસ-બુટલેગર ટાઇઅપ સ્કીમ, દારૂ કાળો ધંધો, મોટા નેતાઓનો સપોર્ટ. ગુજરાત જનતા જાગશે.

Ahmedabad December 26, 2025
ભાજપ પર AAPનો પ્રહાર, પોલીસ-બુટલેગર સેટિંગ – ગુજરાતમાં દારૂનો કાળો ધંધો

ભાજપ પર AAPનો પ્રહાર, પોલીસ-બુટલેગર સેટિંગ – ગુજરાતમાં દારૂનો કાળો ધંધો

આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે એક નવી સ્કીમ બહાર પાડી હોય એવું અમને જાણવા મળ્યું છે,  જેનું નામ છે “પોલીસ બુટલેગર ટાઇઅપ સ્કીમ”. તો આ પાછળ ઘટના એવી છે કે અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પીસીબી દ્વારા એક દારૂનો ટ્રક પકડવામાં આવ્યો, એ દારૂ ભરેલા ટ્રકમાંથી અડધો દારૂ બુટલેગરોને આપવામાં આવ્યો અને અમુક દારૂ ગોડાઉનમાં મૂકીને, એ દારૂ પીસીબી દ્વારા પકડવામાં આવ્યો. મતલબ કે અત્યાર સુધી જ્યારે પોલીસ દ્વારા દારૂ પકડવામાં આવતો હતો ત્યારે ગુજરાતની જનતા એવું વિચારી રહી હતી કે તમામ દારૂ પોલીસના કબજે આવ્યો પરંતુ આના અંદર પણ આવા સેટિંગ થાય છે એ આજે પહેલી વાર જાણવા મળ્યું છે. જો આવું થઈ રહ્યું છે તો આ ભાજપના ગાલ પર મોટો તમાચો છે અને આના પર મોટી તપાસ કરવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે આની આજુબાજુના લગતા તમામ સીસીટીવી કેમેરા પણ ચેક કરીને જોવું જોઈએ કે આવી ઘટના અમદાવાદમાં બની છે કે નહીં અને આની પાછળ કોણ કોણ લોકો જવાબદાર છે.

વધુમાં AAP યુવા નેતા ડો. કરન બારોટે  જણાવ્યું હતું કે, સરકારની નિયતમાં ખોટ છે, એ તો સાફ રીતે દેખાઈ રહ્યું છે. આજથી બે દિવસ પહેલા સાણંદ ખાતે એક આઇસર ઉંધી પડે છે અને એની અંદર દારૂ પડેલો હોય છે. એ દારૂ રાજસ્થાનથી સાણંદ સુધી આવી જાય છે તેમ છતાં પણ પોલીસને ખબર નથી હોતી. જેવી રીતે ઈન્ડિગો ફ્લાઈટની ક્રાઈસીસ થઈ હતી, એવી રીતે ગુજરાતમાં દારૂની ક્રાઈસીસ ચાલી રહી છે. 3,000ની બોટલ 5000, 7000 અને 10,000માં વેચાઈ રહી છે, બુટલેગરો બેફામ દારૂ વેચી રહ્યા છે, ડ્રગ્સ વેચી રહ્યા છે અને સરકારને આની ખબર ન હોય એવું બની જ ન શકે. આજે અન્ય રાજ્યો સાથે ગુજરાતને જોડતી બોર્ડર પર ઠેકાઓ કરોડોમાં વેચાય છે, ગુજરાતમાં દારૂની હેરાફેરી થાય છે અને 30 વર્ષથી ભાજપના રાજમાં આ કાળો કારોબાર ચાલે છે. આ બધામાં મોટા નેતાઓ અને મોટા આકાઓનો સપોર્ટ ન હોય તેવું બની જ ન શકે પરંતુ હવે ગુજરાતની જનતા જાણી ગઈ છે. ભાજપ સરકારની ઈચ્છા શક્તિ અને ભાજપની નિયત જનતા સામે આવી ગઈ છે કે ગુજરાતમાં ભાજપ યુવા ધનને બરબાદ કરવા માંગે છે પરંતુ હવે ગુજરાતની જનતા જાગશે અને સમય આવે ભાજપને જવાબ પણ આવશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

રાજકોટમાં મ્યુનિસિપલની બસે વાહનોને ટક્કર મારી, રાહદારીઓને પણ કચડ્યા; ૩ મૃત્યુ પામ્યા
રાજકોટમાં મ્યુનિસિપલની બસે વાહનોને ટક્કર મારી, રાહદારીઓને પણ કચડ્યા; ૩ મૃત્યુ પામ્યા
April 16, 2025

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ ટ્રાફિક સિગ્નલ પર વાહનો તેમજ રાહદારીઓને ટક્કર મારતા ત્રણ લોકોના મોત થયા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express