સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એ કમર કસી: ગુજરાતભરમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનો ધમધમાટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) એ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા તેજ કરી છે. 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે સ્ક્રુટિની કમિટીઓ દ્વારા દાવેદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ત્યારબાદ, 16 થી 18 માર્ચ દરમિયાન પ્રદેશ કક્ષાએ નામો પર મંથન થશે.
અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરીને આજે ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગત 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં દાવેદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને સમર્થકોને પણ ભાગ લેવા તક મળી રહી છે. ગુજરાતના લોકો અને ગુજરાતના યુવાનો ભાજપના શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે. આમ આદમી પાર્ટી એક સકારાત્મક વિકલ્પ તરીકે આગળ આવી રહી છે ત્યારે જેને પણ રાજકારણમાં આવવું હોય તે આ પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે. આવો સાથે મળીને ગુજરાતને ભાજપના અત્યાચારમાંથી મુક્ત કરીએ અને સાચા અર્થમાં ગુજરાતનો વિકાસ કરીએ.
આમ આદમી પાર્ટી દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. પ્રથમ તબક્કામાં જિલ્લા અને લોકસભા સ્તરે આગામી 10મી તારીખથી લઈને 15મી તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓ અને લોકસભા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની કમિટીઓ બેઠકો કરશે. તેમાં તમામ દાવેદારો, જેમણે ચૂંટણી લડવા માટે ઇચ્છા દર્શાવી છે, તેઓને મળવામાં આવશે અને સાથે સંગઠનના સાથીઓ સાથે ચર્ચા કરીને પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ સ્તરે પ્રદેશ ચૂંટણી કમિટી દ્વારા 16મીથી 18મી તારીખ વચ્ચે તમામ ઉમેદવારના નામો અને ચર્ચાઓ પર વિચાર કરવામાં આવશે. ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના નામ 20મી માર્ચ પછી જાહેર કરવામાં આવશે અને પાર્ટી તમામ સીટો પર મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.
આમ આદમી પાર્ટી ગુજરાત
AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં પ્રવર્તતી LPG કટોકટી માટે કેન્દ્ર સરકારની વિદેશ નીતિને જવાબદાર ઠેરવી છે. તેમણે દાવો કર્યો કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અને અમેરિકાના દબાણ હેઠળ રશિયા પાસેથી તેલ-ગેસની ખરીદી મર્યાદિત કરવાથી દેશને ₹8 ટ્રિલિયનનું નુકસાન થયું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુરદાસપુરના કાહનુવાન અને કાદિયન વિસ્તારમાં ₹168.44 કરોડ ના ખર્ચે બનેલા 497 કિલોમીટર ના રસ્તાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાયેલી જનસભામાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે AAP સરકારે મહિલાઓને દર મહિને ₹1,000 આપવાનું વચન પૂર્ણ કર્યું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ વિધાનસભામાં રાજ્ય સરકારની ચાર વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓ રજૂ કરી છે. તેમણે જાહેરાત કરી કે પંજાબના દરેક પરિવારને હવે ₹10 લાખ સુધીની મફત કેશલેસ સારવાર મળશે, જે માટે 900 હોસ્પિટલોની યાદી તૈયાર છે. મહિલા સશક્તિકરણ માટે દર મહિને ₹1000 થી ₹1500 ની સહાય, મફત વીજળી અને મફત બસ મુસાફરી જેવી સુવિધાઓ અમલમાં છે.