સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એક્શન મોડમાં: 10 માર્ચથી શરૂ થશે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે દાવેદારો સાથે બેઠકો યોજાશે.
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરતી કરતી આજે ગુજરાતની અંદર મજબૂતીથી એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે અને ઉમેદવારો ઉતારશે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આગામી ૧૦મી તારીખથી શરૂ થવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જિલ્લા અને લોકસભા સ્તરે આગામી ૧૦મી તારીખથી લઈને ૧૫મી તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓ અને લોકસભા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની કમિટીઓ બેઠકો કરશે. તેમાં તમામ દાવેદારો, જેમણે ચૂંટણી લડવા માટે ઇચ્છા દર્શાવી છે, તેઓને મળવામાં આવશે અને સાથે સંગઠનના સાથીઓ સાથે ચર્ચા કરીને પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું કે ત્યારબાદ પ્રદેશ સ્તરે પ્રદેશ ચૂંટણી કમિટી દ્વારા ૧૬મીથી ૧૮મી તારીખ વચ્ચે તમામ ઉમેદવારના નામો અને ચર્ચાઓ પર વિચાર કરવામાં આવશે. ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ૨૦મી માર્ચ પછી જાહેર કરવામાં આવશે અને પાર્ટી તમામ સીટો પર મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને સમર્થકોને પણ ભાગ લેવા તક મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના લોકો અને ગુજરાતના યુવાનો ભાજપના શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે. આમ આદમી પાર્ટી એક સકારાત્મક વિકલ્પ તરીકે આગળ આવી રહી છે ત્યારે જેને પણ રાજકારણમાં આવવું હોય તે આ પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે.આવો સાથે મળીને ગુજરાતને ભાજપના અત્યાચારમાંથી મુક્ત કરીએ અને સાચા અર્થમાં ગુજરાતનો વિકાસ કરીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગોપાલ ઇટાલીયાએ આપેલી માહિતી મુજબ, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાનમાં "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" ના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધશે અને ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવશે. ત્યારબાદ 9 માર્ચે સુરતના ગોથાણ ખાતે ભવ્ય ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના અંદાજે 25,000 કાર્યકરો હાજર રહેશે. આ પ્રવાસ દ્વારા AAP ગુજરાતમાં સંગઠન અને ખેડૂત લક્ષી મુદ્દાઓ પર ભાર મૂકી રહી છે.
આમ આદમી પાર્ટીની "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" સુરેન્દ્રનગરના ચાચકા ગામ પહોંચી હતી, જ્યાં ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં વિશાળ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બોટાદ-હડદડ કાંડમાં જેલવાસ ભોગવીને આવેલા ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા વીજળીના દરમાં ઐતિહાસિક ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રના પ્રથમ દિવસે સરકારે ઘરેલુ ગ્રાહકો માટે પ્રતિ યુનિટ ₹1.50, વાણિજ્યિક એકમો માટે 79 પૈસા અને ઉદ્યોગો માટે 74 પૈસા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. નવા દરો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે, જેનાથી રાજ્યના ગ્રાહકોને અંદાજે ₹7,851.91 કરોડ ની મોટી રાહત મળશે.