Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ખજોદ આગ મુદ્દે 300 કરોડના કચરા કૌભાંડનો ખુલાસો કરતા AAP નેતા પાયલ સાકરીયા

ખજોદ આગ મુદ્દે 300 કરોડના કચરા કૌભાંડનો ખુલાસો કરતા AAP નેતા પાયલ સાકરીયા

સુરત ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભયાનક આગ: AAP પાયલ સાકરીયાએ મનપા બેદરકારી અને 300 કરોડ કચરા કૌભાંડનો ખુલાસો કર્યો. 15 દિવસની ચેતવણી પછી પણ કાર્યવાહી નહીં, ભાજપ કોન્ટ્રાક્ટરને બચાવવાનો આરોપ. સ્વતંત્ર તપાસ અને કાર્યવાહીની માંગ. વિગતો જુઓ.

Surat February 02, 2026
ખજોદ આગ મુદ્દે 300 કરોડના કચરા કૌભાંડનો ખુલાસો કરતા AAP નેતા પાયલ સાકરીયા

ખજોદ આગ મુદ્દે 300 કરોડના કચરા કૌભાંડનો ખુલાસો કરતા AAP નેતા પાયલ સાકરીયા

અમદાવાદ/ સુરત/ગુજરાત  : સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભયાનક આગના મુદ્દે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. પાયલ સાકરિયા સાથે વિપક્ષ દંડક રચનાબેન હીરપરા અને બીજા કોર્પોરેટરોએ ખજોદ ડમ્પિંગ સાઇટની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, આજે સવારથી ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ લાગેલી છે અને અનેક કલાકો વીતી જવા છતાં આગ હજી કાબૂમાં આવી નથી. માહિતી મળતાની સાથે જ વિપક્ષ આમ આદમી પાર્ટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્રણ કલાકથી વધુ સમય પસાર થવા છતાં પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી કે ડમ્પિંગ સાઇટના જવાબદાર અધિકારીઓ હાજર ન હોતા, જે મનપાની ગંભીર બેદરકારી દર્શાવે છે. પાયલ સાકરીયાએ જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી વિપક્ષ દ્વારા કચરાના ઢગલા અંગે ચેતવણી આપવામાં આવી રહી હતી અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખજોદ ડમ્પિંગ સાઇટ પર છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી કચરો જમા થતો આવ્યો છે, જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ થવો જરૂરી હતો.

પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા 14 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હકીકતમાં તેનાથી પણ અનેકગણો વધુ કચરો સાઇટ પર પડેલો છે. ત્રણ વર્ષ પહેલાંની મુલાકાત દરમિયાન જે કચરાના ઢગલા હતા, તે આજે પણ ત્યાં જ છે. આ સમગ્ર પ્રક્રિયામાં સુરતના ભાજપી શાસકો દ્વારા રાજ્ય સરકાર અને દેશની એજન્સીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો કે આ કોન્ટ્રાક્ટને અત્યાર સુધી કોઈ દંડ ફટકારવામાં આવ્યો નથી, માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા છે. 300 કરોડ રૂપિયાનું બિલ ચૂકવાઈ ગયું હોવા છતાં વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ થયો નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો કામ થયું જ નથી, તો 300 કરોડનું ચૂકવણું કેવી રીતે થયું? ખજોદ ડમ્પિંગ સાઇટ સાથે જોડાયેલા મોટા ભાગના કોન્ટ્રાક્ટર ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. જ્યારે આ મુદ્દે સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે પ્રયત્ન કર્યો તો ભાજપના મેયર દ્વારા મને સસ્પેન્ડ કરવામાં આવી હતી. 

આગના કારણે સમગ્ર વિસ્તારમાં ઘનઘોર ધુમાડો છવાઈ ગયો છે, પ્લાસ્ટિક સળગવાના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે અને આસપાસના વિસ્તારોમાં જનસ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો થયો છે. હાલ એવી સ્થિતિ છે કે કોઈ વ્યક્તિ માટે સાઇટની અંદર પ્રવેશ કરવો પણ અશક્ય બની ગયો છે. તો આ આગ લાગી કઇ રીતે ? આ મામલે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે કચરા નિકાલના કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવામાં આવે, આ સમગ્ર કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થાય અને એક સ્વતંત્ર તપાસ સમિતિ રચી સમગ્ર કચરા કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

મોતીલાલ ઓસ્વાલે નિવેષક નારી 2024 યોજના શરૂ કરી
મોતીલાલ ઓસ્વાલે નિવેષક નારી 2024 યોજના શરૂ કરી
March 11, 2024

મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ , નિવેષક નારી 2024ની ઘોષણા કરતા ગર્વ અનુભવે છે, જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેનો હેતુ મહિલાઓ માટે રોકાણ ક્ષેત્રને સ્પષ્ટ બનાવવા, નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને નાણાકીય બજારોમાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવા નો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express