Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAP નેતા પિયુષ પરમારે SIRમાં મતદારોના નામ કાપવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો: ભાજપે 12 લાખ+ ફોર્મ ભરી સામાન્ય મતદારોનો અધિકાર છીનવ્યો. એક નામે 800+ અરજીઓ, કાર્યકર્તાઓને ખબર નહીં. પુરાવા સાથે આરોપ, ચૂંટણી પંચને જવાબદારી. તાજા અપડેટ જુઓ.

Ahmedabad February 02, 2026
મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ/જુનાગઢ/જામનગર/સુરેન્દ્રનગર/ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમારે એક વીડિયોના માધ્યમથી ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, SIRની કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલે છે અને ભ્રષ્ટ ભાજપે 12,00,000 કરતા વધારે સાત નંબરમાં ફોર્મ ભરી સામાન્ય મતદારોનો મતદાન કરવાનો અધિકાર છીનવી લેવાની કોશિશ કરી છે. માંગરોળ માળીયાહાટી વિધાનસભાના 30000થી વધારે ફોર્મ રજૂ થયા, જેમાં આ તાલુકાના 7216 જેટલા ફોર્મ રજૂ થયા અને એનું એક લિસ્ટ મારી પાસે આવ્યું છે, જેમાં ખૂબ જ ચોકાવનારા ખુલાસા થયા છે. આ લિસ્ટમાં એની જાણકારી છે કે કેટલા લોકોએ કેટલા નામ કમી કરવા માટે અરજી કરી. આ તમામ લોકો ક્યાંકને ક્યાંક બીજેપી સાથે સંકળાયેલા છે અને બીજેપીના હોદ્દાઓ ઉપર પણ છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે અમે ક્રોસ ચેક કર્યું તો ખબર પડી કે આ લોકોને ખબર જ નથી કે તેમના નામથી આવી અરજીઓ થઈ છે. હું ભાજપના તમામ સામાન્ય કાર્યકરોને કહેવા માગું છું કે તમારા નામે ભ્રષ્ટ ભાજપે અરજીઓ કરી છે અને તમારું નામ તમારું ચૂંટણી કાર્ડ અને તમારો નંબરનો ઉપયોગ કર્યો છે. એક જ દિવસમાં એક જ વ્યક્તિ ૩૦ હજાર અરજી આપીને જાય છે અને એના નામનો ખુલાસો પણ કરવામાં આવતો નથી, આ મુદ્દે ચૂંટણીપંચની જવાબદારી છે કે તેઓ માહિતી પૂરી પાડે પરંતુ હવે ચૂંટણી પંચ ક્યાંકને ક્યાંક  શંકાના દાયરામાં છે.

વધુમાં AAP નેતા પિયુષ પરમારે જણાવ્યું હતું કે, કોઈના નામે 131, કોઈના નામે 235, તો કોઈકના નામે 400થી વધારે તો કોઈના નામે 800થી વધારે અરજીઓ કરવામાં આવી છે. અને આ રીતે હજારો અરજીઓ થઈ ગઈ પરંતુ અરજી કરનાર વ્યક્તિને જ ખબર નથી કે તેમના નામે અરજીઓ થઈ રહી છે. ભાજપ એમના કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક સમાજમાં બદનામ કરવા માટે આ કરી રહ્યું છે. SIRના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સાત નંબરનું ફોર્મ ભરીને કોઈના વિરુદ્ધ અરજી કરે છે તો તે વ્યક્તિ પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ અને જો પૂરતા પુરાવા નહીં હોય તો આ એક ગુનાહિત પ્રવૃત્તિ ગણવામાં આવશે અને આના ગુનામાં એક વર્ષથી વધારેની સજા અને દંડની પણ જોગવાઈ છે. અમે કોઈપણ વ્યક્તિ પર હાલ FIR કરવા માંગતા નથી. ચૂંટણી પંચને અમે કહેવા માંગીએ છીએ કે નાના અને મધ્યમવર્ગના લોકોના નામ કપાતા હશે તો આમ આદમી પાર્ટી શાંતિથી બેસશે નહીં. હું સ્પષ્ટપણે સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માગું છું કે આ તો ફક્ત એક જ જગ્યાની અરજીઓની વાત છે પરંતુ સમગ્ર ગુજરાતમાં આ રીતે ભ્રષ્ટ ભાજપ દ્વારા ખોટી રીતે અરજીઓ કરવામાં આવી છે, કમલમથી ડાયરેક્ટ આ વસ્તુ ચાલી રહી છે. ફક્ત કોઈ એક સમાજ નહીં પરંતુ તમામ સમાજના લોકોના મત કાપવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાજપ લોકોના વોટ કાપવાનું જે પાપ કરી રહ્યું છે, તેનો જવાબ જનતા આપશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદમાં અધિકૃત ભાષા અને બેંકિંગ શબ્દભંડોળ સ્પર્ધાનું આયોજન કર્યું
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદમાં અધિકૃત ભાષા અને બેંકિંગ શબ્દભંડોળ સ્પર્ધાનું આયોજન કર્યું
August 26, 2023

અધિકૃત ભાષા અને બેંકિંગ શબ્દભંડોળ સ્પર્ધા માટે અમદાવાદમાં અમારી સાથે જોડાઓ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક ઇવેન્ટ કે જે ભાષા અને બેંકિંગમાં શ્રેષ્ઠને એકસાથે લાવે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express