Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAPની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા રાજકોટ-ગોંડલ પહોંચી. પ્રવિણ રામે ખેડૂતો પર પોલીસ અત્યાચાર અને જીગીશા પટેલ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો, ગુજરાતના ખેડૂતો માટે ન્યાયની માંગ.

Ahmedabad March 02, 2026
AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ/રાજકોટ/ગુજરાત : AAP ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવિણ રામના ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસના જેલવાસ બાદ શરૂ થયેલી "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" આજે રાજકોટ અને ગોંડલ ખાતે પહોંચી હતી. ત્યાં રાજકોટ અને ગોંડલમાં સ્થાનિકોની ઉપસ્થિતિમાં વિશાળ સભાઓ યોજાઈ હતી. આ સભામાં રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, AAP નેતા રાહુલ ભુવા અને મહિલા નેતા જિગીષા પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ગોંડલ ખાતે સભામાં આમ આદમી પાર્ટીના યુવા અને કિસાન નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે સોમનાથની ધરતી પરથી શરૂ કરીને આજે અમે ખેડૂતોની યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છીએ. અમે ખેડૂતો માટે લડત લડતા હતા, આંદોલન ચલાવતા હતા અને એના માટે અમને જેલમાં નાખવામાં આવ્યા તેની સામે મને વાંધો નથી, પરંતુ નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો અને તેમને જેલમાં નાખવામાં આવ્યા તેની સામે અમને વાંધો છે અને આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમે ફરીથી યાત્રા લઈને નીકળ્યા છીએ. બીજી ગંભીર બાબતે છે કે ભાજપના લોકો કહે છે કે અડધી રાત્રે પણ કોઈ દીકરી ઘરની બહાર નીકળી શકે છે એટલું સુરક્ષિત છે આપણું ગુજરાત. તો મારો સવાલ છે કે ધોળા દિવસે જીગીશા પટેલ, એક પાટીદાર - એક ગુજરાતની દીકરી પર હુમલો કરવામાં આવ્યો, તો ભાજપના લોકો શું કહેશે?  જીગીશાબેન પટેલ પોતાના કામ માટે નહીં પરંતુ લોકોનો અવાજ ઉઠાવવા ગયા હતા. અમે વિપક્ષની ભૂમિકામાં છીએ તો અમારી જવાબદારી છે લોકો માટે અવાજ ઉઠાવવો. હુમલા બાદ પણ ફરિયાદ લખાવવામાં ખૂબ જ મહેનત કરવામાં આવી અને કેટલાય બુમબરાડા કર્યા ત્યારે તો ફરિયાદ લેવામાં આવી. આ ગુજરાતની ખરી વાસ્તવિકતા છે.

વધુમાં પ્રવીણ રામે સભાને સંબોધતા જણાવ્યું હતું કે જેલમાંથી પરત આવ્યા પછી તેમને સમજાયું કે જો ખોટી રીતે જેલમાં નાખવામાં આવે તો તેઓ ત્યાંથી પણ વધુ મજબૂત બનીને બહાર આવે છે. ખોટા આરોપો લગાવીને જેલમાં નાંખવામાં આવે તો નુકસાન નહીં, પરંતુ સંઘર્ષનો નફો મળે છે. તેમણે હડદડ ગામની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે ઘટના જીવનમાં ક્યારેય ભૂલી શકાય તેવી નથી. ખેડૂતોને ઘરમાં ઘુસી મારવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઘરમાં ઘુસી કોઈને મારવાની ફરજ પોલીસને કોણે આપી? ખેડૂતો પર બર્બરતા કરવામાં આવી, નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા અને ખોટા કેસોમાં જેલમાં નાંખવામાં આવ્યા. 75 વર્ષના વૃદ્ધ, જેમને પહેલેથી જ કેન્સર જેવી ગંભીર બિમારી હતી, તેમને પણ છોડવામાં આવ્યા નહોતા. કોઈ ગુનો ન હોવા છતાં લોકોને સતાવી જેલમાં મોકલવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે જ્યારે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસે કોઈ વિડિયો કે પુરાવાની તપાસ કર્યા વગર નામો એફઆઈઆરમાં ઉમેર્યા. માત્ર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાના કારણે નામ દાખલ કરવામાં આવ્યા. ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર તમામ લોકોના નામ એફઆઈઆરમાં નાખવામાં આવ્યા. તેમણે એક પોલીસ અધિકારીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અધિકારીએ જણાવ્યું હતું કે દારૂ વેચનારા લોકો વધારે સારા છે. તેના જવાબમાં પ્રવીણ રામે કહ્યું કે પોલીસને દારૂ વેચનારા સારા લાગે કારણે કે તે હપ્તો આપે છે, ખેડૂતો હપ્તો આપતા નથી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કયા તાલુકામાં દારૂ મળતો નથી? અંતમાં તેમણે પોતાના વ્યક્તિગત અનુભવો શેર કરતાં કહ્યું કે જેલમાં હોવાને કારણે તેઓ પોતાના એક વર્ષના દીકરાના પ્રથમ જન્મદિવસે હાજર રહી શક્યા નહોતા. તેમણે દીકરાને પત્ર લખ્યો હતો કે આજે હું તારી સાથે નથી, કારણ કે હું ગુજરાતના ખેડૂતો માટે લડી રહ્યો છું. જ્યારે તું મોટો થશે, ત્યારે તને ગૌરવ થશે કે તારા પિતા ખેડૂતોના હકો માટે લડતા હતા.

ગોંડલની સભામાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ગોંડલમાં કચરાના ઢગલા થઈ ગયા છે, 42 લાખ મહિનાનો કચરાનો કોન્ટ્રાક્ટ છે પણ એનો વપરાશ ક્યાંય પ્રજા માટે થતો હોય એવું લાગતું નથી. આ રૂપિયા ભાજપની ટોળકીના ખિસ્સામાં જતા લાગે છે. આ લોકો ગોંડલના રોડ રસ્તા ખાઈ ગયા, ધારાસભ્ય રોડ પર નીકળે તો એમને ખબર પડે ને કે શું પરિસ્થિતિ છે. અહીંના ધારાસભ્ય ચૂંટણી ટાઈમ સિવાય ક્યાંય જોવા મળતા નથી. ભાજપ સરકારે અધિકારીઓ સાથે મળીને કરોડોની ગ્રાન્ટ ખર્ચે પરંતુ ગટરના તમામ પાણી આજે નદીમાં ભળી જાય છે, કેમિકલ વાળા નદીમાં ભળી જાય છે અને સ્વચ્છ પાણી માટે મારી માતા બેન દીકરીઓ વલખા મારે છે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી
ahmedabad
March 02, 2026

ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે રાજકોટ જિલ્લાના જસદણના આંબડી ગામે ખેડૂતો સાથે મળીને ખેતરમાં પકવેલા પાક અને સરકારના બજેટના કાગળિયાની હોળી કરી સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે પાક પકવ્યા બાદ પણ યોગ્ય વળતર મળતું નથી. આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સુધી ખેડૂતોની નારાજગીનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નો અને બજેટમાં કરવામાં આવેલી અવગણના વિશેની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ અહેવાલ વાંચો.

ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ
ahmedabad
March 02, 2026

ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ

પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જસદણ પહોંચી. પ્રવીણ રામે ભાજપ પર ભ્રષ્ટાચાર અને ખેડૂતો પર દંડ-દરોડાના આરોપ લગાવ્યા. સિંચાઈ, વીજળી, પાક ભાવના મુદ્દા ઉઠાવ્યા. 8 માર્ચે અરવિંદ કેજરીવાલ સાથે મહાસભા.

ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા
ahmedabad
February 28, 2026

ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.

Braking News

કચરામાંથી કંચન: માળીયા હાટીનાની ગૌશાળા ખેડૂતો માટે બની 'ગોલ્ડ માઈન', આવક રૂ. ૨ લાખથી વધીને ૧૦ લાખે પહોંચી!
કચરામાંથી કંચન: માળીયા હાટીનાની ગૌશાળા ખેડૂતો માટે બની 'ગોલ્ડ માઈન', આવક રૂ. ૨ લાખથી વધીને ૧૦ લાખે પહોંચી!
January 07, 2026

જૂનાગઢના કુકસવાડા ગામની ગૌશાળાએ BRC યોજના હેઠળ ઘન જીવામૃત પ્લાન્ટ સ્થાપીને ખેતીમાં ક્રાંતિ લાવી છે. રૂ. ૨ નું ખાતર હવે ૧૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express