Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAPએ કોન્ટ્રાક્ટરોની ખરાબ કામગીરી મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરી

AAPએ કોન્ટ્રાક્ટરોની ખરાબ કામગીરી મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરી

AAP જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં AAPએ નાયબ કાર્યપાલક ઇજનેરને કરી ઉગ્ર રજૂઆત, કોન્ટ્રાક્ટરો બેઇમાની કરે છે અને નિયમો અનુસાર કામ કરતા નથી: પિયુષ પટેલ

Bharuch January 09, 2026
AAPએ કોન્ટ્રાક્ટરોની ખરાબ કામગીરી મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરી

AAPએ કોન્ટ્રાક્ટરોની ખરાબ કામગીરી મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરી

અમદાવાદ/ભરૂચ/ગુજરાત :  આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આજે જિલ્લા પંચાયત ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને ગંભીર મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ AAP નેતા પિયુષ પટેલે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ભરૂચ નાયબ કાર્યપાલક ઇજનેરને એક મહત્વપૂર્ણ મુદ્દે અરજી કરવામાં આવી છે. આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને ભાજપ સરકારે તાત્કાલિક ધોરણે બધા જ ટેન્ડરોની પ્રક્રિયા પૂર્ણ કરી અને એ હંગામી ધોરણે કામને ચાલુ કરી દીધું છે. તંત્ર દ્વારા કામ કરવામાં આવે છે એ સારી બાબત છે અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ આવે એ ખૂબ જ સારી બાબત છે. પરંતુ જ્યારે અમુક અધિકારીઓના કારણે કોન્ટ્રાક્ટરો એકદમ બેઇમાની કરે છે અને નિયમો અનુસાર કામ નથી કરતા. જેને લઈને અમે આજે રજૂઆત કરવા ગયા હતા.

વધુમાં AAP નેતા પિયુષ પટેલે જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરવા ગયા તો અધિકારીઓ દ્વારા અમને જણાવવામાં આવ્યું કે કોઈ નિયમનો ભંગ થયો નથી. જનતા ટેક્સ ભરી રહી છે અને ટેક્સના પૈસેથી રોડ બની રહ્યા છે, તો જનતાને આ કામકાજની માહિતી જાણવાનો પૂરેપૂરો હક છે, છતાં પણ અધિકારીઓ ઉડાવ જવાબ આપે છે અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટી આ જરા પણ ચલાવી દેશે નહીં. તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા દ્વારા અધિકારીઓને હજુ વધુ રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે તો ઉગ્ર કાર્યક્રમ પણ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

"બિહારને રમખાણોથી સુરક્ષિત રાખવા માટે ભાજપની બોલ્ડ વ્યૂહરચના"
April 02, 2023

શું બિહારમાં રમખાણોનો ખતરો છે? રાજ્યને સુરક્ષિત રાખવા માટે ભાજપની બોલ્ડ વ્યૂહરચના શોધો. વિશિષ્ટ આંતરદૃષ્ટિ માટે આગળ વાંચો!

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express