Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતમાં ખેડૂતો-માછીમારોના અન્યાય સામે AAPનો વિરોધ, વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી

ગુજરાતમાં ખેડૂતો-માછીમારોના અન્યાય સામે AAPનો વિરોધ, વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો-માછીમારોના મુદ્દા ઉઠાવ્યા. “ટેકાના ભાવે ખરીદી છતાં જૂનાગઢમાં 30-35 હજાર ખેડૂતોને બે મહિનાથી ચુકવણી નહીં, 128 માછીમારો પાકિસ્તાન જેલમાં, 3નાં મૃત્યુ”. વિસાવદરમાં હજારો એકર જમીન ‘અનામત જંગલ’ નોંધાઈ – સરકારને તાત્કાલિક ચુકવણી અને વતન વાપસીની માંગ. વિગતો જુઓ.

Ahmedabad February 20, 2026
ગુજરાતમાં ખેડૂતો-માછીમારોના અન્યાય સામે AAPનો વિરોધ, વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી

ગુજરાતમાં ખેડૂતો-માછીમારોના અન્યાય સામે AAPનો વિરોધ, વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી

અમદાવાદ/જૂનાગઢ/ગાંધીનગર/ગુજરાત : આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમણે આજે વિધાનસભામાં પોતાના મતવિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને લગતા અગત્યના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં ટેકાના ભાવે ખરીદી અંગે પ્રશ્ન પૂછતા તેમણે સરકારને પૂછ્યું કે મગફળી, સોયાબીન અને ચણાને ટેકાના ભાવે વેચવા માટે કેટલા ખેડૂતોએ નોંધણી કરાવી, તેમાંથી કેટલાએ વાસ્તવમાં પાક વેચ્યો અને કેટલાના ચૂકવણાં બાકી છે. સરકાર તરફથી મળેલા જવાબ મુજબ અનેક ખેડૂતોના ચુકવણાં હજુ બાકી છે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે માત્ર જૂનાગઢ જિલ્લામાં જ અંદાજે 30થી 35 હજાર ખેડૂતોને છેલ્લા બે મહિનાથી ચૂકવણાં મળ્યાં નથી. તેમણે જણાવ્યું કે સરકાર 100 ટકા પાક ખરીદતી નથી. ખેડૂતના ખેતરમાં 1000 મણ ઉત્પાદન થાય તો માત્ર 10થી 20 ટકા જ ખરીદે છે, અને તે પૈસાં પણ સમયસર ચૂકવાતા નથી. જો સરકાર પાસે ચૂકવણી કરવાની ક્ષમતા ન હોય, તો ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવી ન જોઈએ. તેમણે બાકી રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક ચૂકવણી કરવાની માંગ કરી હતી.

વિસાવદર વિસ્તારમાં વન વિભાગ દ્વારા જંગલ જમીન તરીકે નોંધાયેલા વિસ્તારોનો મુદ્દો અત્યંત ગંભીર છે. આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અનેક ગામોમાં હજારો એકર જમીનને અનામત જંગલ તરીકે દાખલ કરવામાં આવી છે, જ્યારે વાસ્તવમાં આ જમીન પેઢીઓથી સ્થાનિક ખેડૂતોની માલિકીની છે. તેમણે જણાવ્યું કે આ જમીન પર ખેડૂતોનો કબજો આજે કે ગઈકાલથી નહીં, પરંતુ 1970 પહેલાંથી છે. સાતબારાના દસ્તાવેજોમાં પણ વારસાગત રીતે ખેડૂતોનાં નામ નોંધાયેલા છે. છતાં વન વિભાગ દ્વારા આ જમીનને અનામત જંગલ તરીકે દર્શાવવામાં આવતા ખેડૂતોને અનેક વહીવટી અને કાનૂની તકલીફો ભોગવવી પડી રહી છે. વિધાનસભામાં વનમંત્રી સમક્ષ માંગણી કરી કે ખેડૂતોની માલિકીની જમીન પર અનામત જંગલ તરીકે થયેલી નોંધ દૂર કરવામાં આવે અને ખેડૂતોને તેમના હક્કો કાયદેસર રીતે પરત આપવામાં આવે.તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્રથી લઈને રાજ્ય, જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને ગામપંચાયત સુધી અનેક સ્તરે ભાજપની સરકારો હોવા છતાં ખેડૂતોના મૂળ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નિષ્ફળતા દેખાઈ રહી છે.

પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારો અંગે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પૂછ્યું કે કેટલા ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. સરકારના જવાબ મુજબ 128 માછીમારો હાલ પાકિસ્તાનમાં કેદ છે. છેલ્લા બે વર્ષમાં ત્રણ માછીમારોના જેલમાં જ મૃત્યુ થયા હોવાનું પણ સરકારે સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારો હોવા છતાં ગુજરાતના માછીમારોને પરત લાવવા પૂરતા પ્રયાસો થવા જોઈએ. જાફરાબાદ, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા કેદ માછીમારોના પરિવારોની સ્થિતિ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને અપીલ કરી કે પાકિસ્તાનની જેલમાં બંધ તમામ 128 માછીમારોને વહેલી તકે પરત લાવવા જરૂરી પગલાં લેવામાં આવે અને જેલમાં મૃત્યુ પામેલા માછીમારોને વિધાનસભામાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ
ahmedabad
February 20, 2026

વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ

ધોળકા વિધાનસભામાં AAP મજબૂત બની. ખેડૂત નેતા સાગર રબારીની આગેવાનીમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ, જગદીશભાઈ મકવાણા સહિત સામાજિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા. જનહિત-વિકાસના મુદ્દાઓથી પ્રેરાઈને ખેસ પહેરાવી આવકાર – વિગતો જુઓ.

લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા
ahmedabad
February 20, 2026

લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત સરકારે લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતા પાસેથી સૂચન મંગાવવાનો નિર્ણય લીધો – AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવકાર્યો. ચૈતર વસાવા: આદિવાસી દીકરીઓના ગેરલાભ ઉઠાવનારા તત્વો સામે કડક કાયદો જરૂરી. હેમંત ખવા: લોકોની અપેક્ષા મુજબ કાયદો આવે તો પગપાળા જઈ CM-નાયબ CMનું સન્માન કરીશું. ખોટી ઓળખથી દીકરીઓના શોષણ પર રોક – વિગતો જુઓ.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાના તીવ્ર આરોપો, મનરેગા ફંડમાં કરોડો સગેવગે
ahmedabad
February 20, 2026

AAP ધારાસભ્ય ચૈતર વસાવાના તીવ્ર આરોપો, મનરેગા ફંડમાં કરોડો સગેવગે

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા યોજના પર તીવ્ર પ્રહાર કર્યો.“નર્મદા-છોટાઉદેપુરમાં લાખો અરજીઓ સામે 13-18 દિવસનું કામ, 1.27 લાખમાંથી ફક્ત 200ને 100 દિવસ”. ફંડમાં કરોડોની ગેરરીતિ, ભાજપ મંત્રીના પુત્રો-જલારામ એન્ટરપ્રાઇઝ પર આક્ષેપ – જરૂર પડે તો રસ્તા પર આંદોલનની ચેતવણી. વિગતો જુઓ.

Braking News

સલમાનથી લઈને અક્ષય સુધીના સેલેબ્સે ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- 'શરમજનક... કોની જવાબદારી?'
સલમાનથી લઈને અક્ષય સુધીના સેલેબ્સે ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- 'શરમજનક... કોની જવાબદારી?'
June 03, 2023

ઓડિશાના બાલાસોરમાં એક ખૂબ જ દર્દનાક ટ્રેન અકસ્માત થયો છે. આ દુર્ઘટના પર બોલિવૂડ અને સાઉથ સહિત ઘણા સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express