Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ

રાજ્ય સરકાર દ્વારા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પસંદગીની હોટલોમાં દારૂના વેચાણની આંશિક છૂટ આપતા નવો વિવાદ વકર્યો છે. આ નિર્ણય સામે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગાંધીજીના આદર્શો પર ચાલતી આ પવિત્ર ભૂમિ પર દારૂનું વેચાણ શરૂ કરવું એ અત્યંત શરમજનક અને ખેદજનક છે.

Ahmedabad March 31, 2026
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ

અમદાવાદ / પોરબંદર / ગુજરાત : ગાંધીનગરમાં દારૂના વેચાણની છૂટ આપી વિવાદ જગાવનાર રાજ્યની ભાજપ સરકારે હવે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ દારૂને આંશિક છૂટ આપતા નવા વિવાદને જન્મ આપ્યો છે. અગાઉ પરમિટ ધારકોને અન્ય શહેરોમાંથી દારૂ મેળવવો પડતો હતો, પરંતુ હવે ભાજપ સરકારની કૃપાથી કેટલીક પસંદગીની હોટલોમાં તારીખ ૧લી એપ્રિલથી દારૂનું વેચાણ શરૂ થવાનું છે. આ નિર્ણયને લઈને વિવિધ સ્તરે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ એક વિડિયો સંદેશ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ડૉ. નૂતન ગોકાણીએ જણાવ્યું હતું કે હોટલોમાં દારૂ વેચવાની છૂટ આપવામાં આવી છે, જે અત્યંત શરમજનક અને ખેદજનક બાબત છે, ખાસ કરીને પોરબંદર જેવી જગ્યા માટે, જે વિશ્વભરમાં ગાંધીજીની જન્મભૂમિ તરીકે ઓળખાય છે. ગાંધીજીના સિદ્ધાંતો, નિયમો અને આદર્શો પર દુનિયા ચાલે છે, ત્યારે એ જ ભૂમિ પર દારૂ વેચાણ શરૂ કરવું ખૂબ જ નાશવંત અને વિરોધાભાસી નિર્ણય છે. તેમણે વધુમાં શંકા વ્યક્ત કરી હતી કે હોટલોમાં દારૂનું વેચાણ શંકાસ્પદ રીતે થઈ રહ્યું છે અને ૫૦૦ જેટલા લોકોને પરમિટ આપવામાં આવી હોવાની વાતો સામે આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ તમામ લોકોને એવી કોઈ બીમારી છે કે જેના કારણે તેમને દારૂ પીવાની પરમિશન આપવામાં આવી છે? સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે ટુરિસ્ટના નામે પણ દારૂ વેચાણ થતું હોવાની ચર્ચા છે, જે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોરબંદરથી જ દારૂની છૂટ શરૂ થવી અત્યંત ખોટું પગલું છે અને સરકાર માટે આથી ખરાબ નિર્ણય બીજો કોઈ હોઈ શકે નહીં. તેમણે માંગ કરી કે પોરબંદરને દારૂથી સંપૂર્ણપણે દૂર રાખવું જોઈએ.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

5 દિવસથી પોર્ટલ ઠપ્પ, ખેડૂતો હેરાન: AAP નેતા પ્રવીણ રામનો સરકાર પર આકરો પ્રહાર
ahmedabad
March 31, 2026

5 દિવસથી પોર્ટલ ઠપ્પ, ખેડૂતો હેરાન: AAP નેતા પ્રવીણ રામનો સરકાર પર આકરો પ્રહાર

આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે આઈ-ખેડૂત પોર્ટલની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકારે ખેત ઓજારોની સહાય માટે જાહેરાતો તો કરી, પરંતુ છેલ્લા 5 દિવસથી પોર્ટલ બંધ હોવાથી ખેડૂતો અરજી કરી શકતા નથી. વેબસાઈટ ન ખુલવી અને પ્રિન્ટ ન નીકળવી જેવી સમસ્યાઓથી ખેડૂતોને ખેતીના કામ છોડીને ધક્કા ખાવા પડે છે.

AAP કાર્યકરો પર અત્યાચારની સીમા વટાવી: ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરી ભાજપને ચેતવ્યા
ahmedabad
March 31, 2026

AAP કાર્યકરો પર અત્યાચારની સીમા વટાવી: ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરી ભાજપને ચેતવ્યા

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે સરકાર ડ્રગ્સ અને દારૂનું વેચાણ રોકવામાં નિષ્ફળ રહી છે અને આખી પોલીસને AAP ના કાર્યકર્તાઓ પાછળ લગાડી દીધી છે. છેલ્લા એક મહિનામાં 50 થી વધુ કાર્યકરો પર ખોટી FIR કરવામાં આવી હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે ભાજપ હારના ડરથી 'ખાખી'નો દુરુપયોગ કરી રહી છે. 

પંજાબના રાજકારણમાં મોટો વળાંક: કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળના દિગ્ગજ નેતાઓ 'આપ' માં જોડાયા
chandigarh
March 30, 2026

પંજાબના રાજકારણમાં મોટો વળાંક: કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળના દિગ્ગજ નેતાઓ 'આપ' માં જોડાયા

ચંદીગઢમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળના અનેક વરિષ્ઠ નેતાઓ અને સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભગવંત માન સરકારની નીતિઓ પર વ્યક્ત કર્યો ભરોસો.

Braking News

 મુખ્યમંત્રી  બિરેન સિંહે મણિપુર હિંસા માટે માફી માંગી, શાંતિ માટે અપીલ કરી
મુખ્યમંત્રી બિરેન સિંહે મણિપુર હિંસા માટે માફી માંગી, શાંતિ માટે અપીલ કરી
December 31, 2024

મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે 3 મે, 2023થી ચાલી રહેલી હિંસા માટે રાજ્યના લોકોની માફી માંગી છે. મંગળવારે ઇમ્ફાલમાં તેમના નિવાસસ્થાનેથી જનતાને સંબોધતા, તેમણે સમાજના તમામ વર્ગોને શાંતિ માટે પ્રયાસ કરવા વિનંતી કરી

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express