Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAP સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તૈયાર! 10 સભ્યોની ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર

AAP સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તૈયાર! 10 સભ્યોની ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર

AAPએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે 10 સભ્યોની રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર કરી! અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા સહિત મજબૂત ટીમ. એકલા હાથે તમામ સીટો પર લડશે, એક મહિનામાં ઉમેદવારો ફાઈનલ – 7 ઝોનલ સમિતિઓ રચાશે. વિગતો જુઓ.

Ahmedabad February 18, 2026
AAP સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તૈયાર! 10 સભ્યોની ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર

AAP સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તૈયાર! 10 સભ્યોની ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર

અમદાવાદ/સુરત/વડોદરા/રાજકોટ/ગુજરાત : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે 10 સભ્યોની ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. આ ચૂંટણી સમિતિમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું આવનારું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે અને ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. અંદાજે માર્ચના અંત સુધીમાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મજબૂતીથી અને એકલા હાથે તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે પ્રતિબદ્ધ છે. સંગઠનાત્મક કાર્ય સતત ચાલુ છે. SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને નવી મતદાર યાદી જાહેર થઈ છે. મતદાર યાદીમાં જરૂરી સુધારાઓની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. તેથી હવે ચૂંટણીઓ માટે લાંબી રાહ જોવાની જરૂર નથી. ચૂંટણી માટે મજબૂત તૈયારીના ભાગરૂપે, રાષ્ટ્રીય કાર્યકારિણી અને પીએસીની મંજૂરીથી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલજીના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક અને સહ-પ્રભારી ગુલાબસિંહ યાદવ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર કરવામાં આવી છે.

AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ ચૂંટણી સમિતિ કુલ દસ સભ્યોની છે. સમિતિના અધ્યક્ષ તરીકે ઇસુદાનભાઈ ગઢવી રહેશે. અન્ય સભ્યોમાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, સાગરભાઈ રબારી, રાજુભાઈ સોલંકી, રાકેશભાઈ હિરપરા અને સામતભાઈ ગઢવીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પાર્ટી દ્વારા સાત ઝોનમાં સંગઠનાત્મક માળખું બનાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોન-૧, સૌરાષ્ટ્ર ઝોન-૨, દક્ષિણ ગુજરાત અને કચ્છ ઝોન. દરેક ઝોનમાં ઝોનલ સમિતિ રચાશે, જેમાં ઝોનલ અધ્યક્ષ, ઝોનલ પ્રભારી, સહ-પ્રભારી, લોકસભા પ્રભારી, સહ-પ્રભારી, સહયોગી, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ, વિધાનસભા પ્રભારી અને સહયોગી જેવા પદાધિકારીઓનો સમાવેશ રહેશે. ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી અને જીત માટેની વ્યૂહરચના બે સ્તરે કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઝોનલ સમિતિઓ સંભવિત ઉમેદવારોની સ્ક્રૂટિની કરશે અને યોગ્ય નામો પ્રદેશ સ્તરની સમિતિને મોકલશે. ત્યારબાદ પ્રદેશ સમિતિ દ્વારા વિગતવાર સમીક્ષા કરીને અંતિમ યાદી રાષ્ટ્રીય કાર્યકારિણી અને પીએસી સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2027ની વિધાનસભાની ચૂંટણી માટે સેમિફાઇનલ સમાન છે. આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મજબૂત પ્રદર્શન કરશે અને ઇમાનદાર રાજનીતિને આગળ વધારશે. આજે તમામ સમિતિઓની જાહેરાત કરીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે અને આગામી એક મહિનામાં તમામ બેઠકો માટે ઉમેદવારો જાહેર  કરીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આ બજેટ જનસામાન્ય માટે નિષ્ફળ – AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના મોટા આરોપો
ahmedabad
February 18, 2026

આ બજેટ જનસામાન્ય માટે નિષ્ફળ – AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના મોટા આરોપો

ગુજરાત બજેટને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વખોડ્યું. “ખેડૂતો માટે MSP-મફત વીજળી નહીં, યુવાનો માટે ભરતી કેલેન્ડર નહીં, મહિલાઓ-આદિવાસીઓ માટે કંઈ નહીં – કોપી-પેસ્ટ બજેટ”. MSME અપર્યાપ્ત, ગામડા પલાયન ન અટક્યું – જનતા ચૂંટણીમાં જવાબ આપશે. વિગતો જુઓ.

ગુજરાત બજેટમાં AAPની મોટી માંગ, 300 યુનિટ મફત વીજળી, દરેક ખેતર સુધી પાણી
ahmedabad
February 18, 2026

ગુજરાત બજેટમાં AAPની મોટી માંગ, 300 યુનિટ મફત વીજળી, દરેક ખેતર સુધી પાણી

ગુજરાત બજેટમાં AAPની મોટી માંગો! ગોપાલ ઈટાલીયા: 300 યુનિટ મફત વીજળી, દરેક ખેતર સુધી પાણી, સરકારી શાળા-દવાખાના મજબૂત, AI યુનિવર્સિટી સ્થાપના, આદિવાસીઓને જમીન ફાળવણી અને ગામડા-શહેર પલાયન અટકાવવા વ્યાપક યોજના. જનહિત આધારિત બજેટની અપેક્ષા – વિગતો જુઓ.

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્યોનો ઉગ્ર વિરોધ, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા સહિતે “લાઈવ પ્રસારણ”ની માંગ કરી
gandhinagar
February 17, 2026

ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્યોનો ઉગ્ર વિરોધ, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા સહિતે “લાઈવ પ્રસારણ”ની માંગ કરી

ગુજરાત વિધાનસભા સત્રમાં AAP ધારાસભ્યોએ “વિધાનસભા લાઈવ કરો”ના નારા લગાવ્યા. ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણીએ સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટનું ઉદાહરણ આપીને લાઈવ પ્રસારણની માંગ કરી. “લોકશાહીની હત્યા બંધ કરો” – વિગતો જુઓ.

Braking News

જુનૈદ ઝફર ખાનઃ ઓસ્ટ્રેલિયામાં મેદાન પર ક્રિકેટરનું મોત
જુનૈદ ઝફર ખાનઃ ઓસ્ટ્રેલિયામાં મેદાન પર ક્રિકેટરનું મોત
March 18, 2025

જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express