પંજાબમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ગુજરાતમાં પણ ઐતિહાસિક પરિણામ આવશે
પંજાબ પંચાયતમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ડ્રગ્સ ફ્રી, મફત વીજળીની જીત. ગુજરાતમાં પણ કામની સરકાર બનશે.
અમદાવાદ/ગુજરાત : પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવતા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સહ પ્રભારી દુર્ગેશ પાઠક અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં સહ પ્રભારી દુર્ગેશ પાઠકે મિડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર હેઠળ આ એક ઐતિહાસિક પરિણામ આવ્યું છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં લગભગ 70%થી વધુ બેઠકો જીતી છે. હજી પણ ઘણી બેઠકોની ગણતરી ચાલુ છે, પરંતુ મોટાભાગે 70%થી વધુ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. એ સ્થિતિમાં આ ચૂંટણી યોજાઈ છે જ્યારે આમ આદમી પાર્ટીની સરકારને લગભગ ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સામાન્ય રીતે કહેવાય છે કે ચાર વર્ષ પછી સરકાર સામે એન્ટી-ઇન્કમબંસી ઉભી થાય છે અને તેના કારણે પાર્ટીનું પ્રદર્શન ખરાબ થાય છે, પરંતુ આમ આદમી પાર્ટીએ અહીં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. લોકલ બોડી ચૂંટણીમાં લગભગ 70%થી વધુ બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી છે. સામાન્ય રીતે એવું પણ જોવા મળે છે કે સત્તામાં રહેલી પાર્ટી દાદાગીરી કરે છે, ચૂંટણી થવા દેતી નથી, ઉમેદવારોના ટિકિટ કે તેમના નૉમિનેશન ફોર્મ રદ કરે છે. પરંતુ સમગ્ર પંજાબમાં આ ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ રહી છે. ક્યાંયથી પણ એવો એક પણ રિપોર્ટ આવ્યો નથી કે જ્યાં પ્રશાસનનો દુરુપયોગ થયો હોય. કોઈના નૉમિનેશન ફોર્મ કે ટિકિટમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હોય તેવી એક પણ ઘટના સામે આવી નથી. આટલું શાનદાર પરિણામ કેમ આવ્યું તેનું મુખ્ય કારણ એ છે કે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં ખૂબ જ અસરકારક રીતે કામ કરી રહી છે.
AAP નેતા દુર્ગેશ પાઠકે વધુમાં જણાવ્યું કે સૌથી મોટું કામ નશા સામે કરવામાં આવ્યું છે. પંજાબમાં લોકો નશાની સમસ્યાથી ખૂબ પરેશાન હતા. મને યાદ છે કે 2012થી 2017 સુધી અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. તેમના મંત્રીઓ અને અધિકારીઓ પોતાની ગાડીઓમાં નશાનું વેચાણ કરાવતા હતા. 2017થી 2022 સુધી કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી. તેમણે આ મુદ્દે કોઈ કામ કર્યું નહીં, જે લોકો નશામાં સંડોવાયેલા હતા તેમની સાથે મળી ગયા અને તેમની પાસેથી હપ્તા લીધા. આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ નશાનો વેપાર કરતા અને નશો વહેંચતા 20,000થી વધુ લોકોને જેલમાં બંધ કરવામાં આવ્યા. બીજું સૌથી મોટુ કામ એ કરવામાં આવ્યું કે જ્યારે અમારી સરકાર બની ત્યારે ખેડૂતોને લઈને એક મોટો મુદ્દો હતો. ખેડૂતોને પાણીની મોટી સમસ્યા હતી. આજે લગભગ 93% સુધી સિંચાઈનું પાણી પંજાબના ખેતરોમાં પહોંચે છે. ગુજરાતમાં વિસાવદરની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે દરેક જગ્યાએ લોકો પાણીની વાત કરતા હતા. ખેતરોમાં સમયસર પાણી મળતું નથી. પંજાબમાં ખેડૂતોને દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી આપવામાં આવે છે. પહેલાં ખેડૂતોને રાત્રે વીજળી મળતી હતી. હવે કોઈપણ વીજ કાપ વિના ખેડૂતોને દિવસ દરમિયાન સતત 8 કલાક મફત વીજળી મળે છે. આજે પંજાબમાં લગભગ 90% લોકોને 300 યુનિટ મફત વીજળી મળે છે અને 24 કલાક વીજળી પુરવઠો શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે. પંજાબમાં લગભગ 56,000 કિલોમીટર જેટલા રસ્તાઓ છે, જેમાંથી સરકારએ લગભગ 46,000 કિલોમીટર રસ્તાઓનાં કામ શરૂ કરી દીધા છે. પ્રથમ વખત એવું બન્યું છે કે રસ્તાનાં કામ માટે 5 વર્ષનું ટેન્ડર આપવામાં આવ્યું છે. એટલે કે 5 વર્ષમાં જો રસ્તો ખરાબ થાય તો તેની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી તે જ ઠેકેદારની રહેશે અને ઠેકેદાર સીધો જવાબદાર ગણાશે. સ્કૂલો અને હોસ્પિટલો શાનદાર બની, 1,000થી વધુ મોહલ્લા ક્લિનિક બનીને તૈયાર થઈ જશે. અને સૌથી મોટી વાત એ છે કે લગભગ 58,000 સરકારી નોકરીઓ આપવામાં આવી છે. ન કોઈ પેપર લીક થયા, છે, ન તો કોઈએ લાંચ આપી કે ન કોઇની ભલામણ કરવામાં આવી. આ રીતે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબ મોડલ ઊભું કરી રહી છે અને તેના કારણે લોકો ખુશ છે.
AAP નેતા દુર્ગેશ પાઠકે વધુમાં જણાવ્યું કે જ્યારે ગુજરાતમાં આજે ગામડાઓ અને શહેરોમાં ખુલ્લેઆમ ડ્રગ્સ જોવા મળે છે, તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેમના ગૃહમંત્રી પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટ પગલાં લીધા નથી. આજે તમે સ્કૂલો કે કોલેજોમાં જઈને જુઓ ત્યાં પણ ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યું છે. ઈ રહ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. અહીં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. જેમણે કડદા પ્રથા નાબૂદ કરવાની વાત કરી તેવા અંદાજે 80 જેટલા ખેડૂતો જેલમાં ગયા અને જેઓ કડદા પ્રથા કરી રહ્યા છે તેમને ભાજપ સ્ટેજ પર બેસાડી રહી છે. અહીં રોડ-રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. ગુજરાતનાં લોકો ખૂબ પરેશાન છે ત્યારે અમને પૂરો વિશ્વાસ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ તમામની અસર જોવા મળશે. આમ આદમી પાર્ટી મજબૂતીથી 13,000 બેઠકો પર ચૂંટણી લડશે અને 13,000 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. અમે જિલ્લા પંચાયત સ્તરે અંદાજે 1,800 સભાઓ કરી છે. અમારું લક્ષ્ય 18,000થી વધુ સભાઓ કરવાનું છે, જેમાંથી 10,000થી વધુ સભાઓ અમે કરી ચૂક્યા છીએ જેમાં જબરદસ્ત ઉત્સાહ મળી રહ્યો છે. આજે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે, જેના નેતાઓને લોકો સાંભળવા માંગે છે. ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી,ચૈતર વસાવા, રાજુ કરપડા સહિતનાં નેતાઓને હજારો લોકો સાંભળવા આવી જાય છે. કારણ કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પાસેથી જ લોકો આશા રાખે છે. મને પૂરો વિશ્વાસ છે કે જે કામ પંજાબના લોકોએ કર્યું છે, એ કામની રાજનીતિ હવે ગુજરાતમાં પણ શરૂ થશે.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.
ભરુચ, નર્મદા, ડાંગમાં 10થી 12 ફેબ્રુઆરી 2026 દરમિયાન હાથીપગા રોગ નિર્મૂલન માટે ત્રીજા રાઉન્ડનું સામૂહિક દવા વિતરણ શરૂ. નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા, વઘઇમાં 5.48 લાખ વસ્તીને DEC + Albendazole મફત. આરોગ્ય કાર્યકરોની 649 ટીમો ઘરે-ઘરે જશે! સહયોગ આપો. વાંચો વિગતો.