Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મોરબીમાં AAPની પરિવર્તન સભા: હજારો લોકો જોડાયા – ગોપાલ ઈટાલીયાએ ભાજપને ઘેર્યું

મોરબીમાં AAPની પરિવર્તન સભા: હજારો લોકો જોડાયા – ગોપાલ ઈટાલીયાએ ભાજપને ઘેર્યું

મોરબી/ગુજરાત: આમ આદમી પાર્ટીએ મોરબીમાં “પરિવર્તન સભા”નું ભવ્ય આયોજન કર્યું, જેમાં અભૂતપૂર્વ જનમેદની જોવા મળી. હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા અને AAPને ખુલ્લેઆમ સમર્થન આપ્યું. સભામાં ભાજપ-કોંગ્રેસના પગ તળે રેલો આવી ગયો હોવાનું જોવા મળ્યું.

Morbi January 12, 2026
મોરબીમાં AAPની પરિવર્તન સભા: હજારો લોકો જોડાયા – ગોપાલ ઈટાલીયાએ ભાજપને ઘેર્યું

મોરબીમાં AAPની પરિવર્તન સભા: હજારો લોકો જોડાયા – ગોપાલ ઈટાલીયાએ ભાજપને ઘેર્યું

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ પોતાની વક્તવ્યમાં જણાવ્યું કે મોરબીને મનપાનો દરજ્જો આપ્યા બાદ પણ ભાજપના કોઈ નેતાને આગામી દસ વર્ષ માટે મોરબીના વિકાસનું વિઝન શું છે તેની ખબર નથી. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ હિન્દુ-મુસ્લિમ અને લેઉવા-કડવા વચ્ચે સળગાવવા વાળી પાર્ટી છે. મોરબીની સીરામીક ઇન્ડસ્ટ્રી સ્વયંભૂ રીતે પ્રગતિશીલ બની શકે તેમ હતું, પરંતુ ભાજપ સરકારના ખોટા હસ્તક્ષેપના કારણે વેપારને નુકસાન થયું છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે મોરબી કે ગુજરાત માટે ભાજપ પાસે કોઈ સ્પષ્ટ આયોજન અથવા વિઝન નથી. આજે જનતાની વાત સાંભળે એવું કોઈ બચ્યું નથી. જો કોઈ વચ્ચે ઝઘડો થાય અથવા કોઈએ માર્યું હોય તો સમાધાન પણ થઈ શકે, પરંતુ આજની સ્થિતિ એવી છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી શકાતી નથી. “હું તમને જગાડવા માટે અહીં આવ્યો છું.” તેમણે ગુજરાત સરકારના બજેટ પર ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આખા ગુજરાત સરકારનું અંદાજિત વાર્ષિક બજેટ લગભગ 3 લાખ કરોડ રૂપિયા છે. સરકાર એક વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે, પરંતુ તેમાં ખેતી માટે માત્ર ચાર ટકા જેટલું બજેટ ફાળવવામાં આવે છે. ઉદ્યોગ માટે લગભગ છ ટકા અને સ્વાસ્થ્ય માટે પાંચથી છ ટકા જેટલું બજેટ ફાળવાય છે, જ્યારે સમગ્ર બજેટમાંથી સૌથી વધુ એટલે કે લગભગ 40 ટકા રકમ સરકારી પગારમાં ખર્ચાય છે. ઓછામાં ઓછા સવા લાખ કરોડ રૂપિયા જનતાના ટેક્સના પૈસામાંથી માત્ર પગારમાં જ વપરાઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન થાય છે કે પગાર લેનાર તંત્ર જનતા માટે કેટલું કામ કરે છે? જ્યારે હું પ્રથમ વખત ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ગયો અને બધું ધ્યાનથી જોયું, ત્યારે મને સમજાયું કે અહીં સરકાર જેવું કંઈ નથી, અહીં તો સર્કસ ચાલી રહ્યું છે. આપણે સરકારને મત આપીએ છીએ, ટેક્સ આપીએ છીએ, પરંતુ આપણું વિચારનાર કોઈ નથી. મોરબીના આગેવાનો, વડીલો અને વેપારીઓને અપીલ કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આપ સૌ અમને માર્ગદર્શન આપો અને સપોર્ટ આપો. ચૂંટણી દરમિયાન જ્યારે બટન દબાવો ત્યારે વિચારજો કે બરબાદીનું બટન દબાવવું છે કે આબાદીનું. આબાદીના બટન સામે જાડું નિશાન હશે અને બરબાદીના બટન સામે ફૂલનું નિશાન હશે.

મનોજ સોરઠીયાએ પોતાના ભાષણમાં કહ્યું કે આવનારી ચૂંટણીમાં મોરબીમાં “વિસાવદરવાળી” થશે. મોરબીના વેપારીઓ ટેક્સ ટેરર સામે સતત લડી રહ્યા છે અને ભાજપ સરકારે મોરબી સાથે હંમેશા અન્યાય કર્યો છે. મગફળી માફિયા, રાશન માફિયા અને કડદા પ્રથા સામે લડનાર આમ આદમી પાર્ટીનાં અનેક નેતાઓ આજે જેલમાં છે. તેમણે ઉમેર્યું કે લોકોથી માત્ર ખિસ્સા કાપવાનું કામ કર્યા સિવાય ભાજપ સરકારે કોઈ એવું વિકાસકાર્ય કર્યું હોત તો આજે મોરબી વધુ ચમકતું હોત. ગુજરાતની જનતાને માયકાંગલી ન સમજવી,આ વખતે ગુજરાતમાં વિકલ્પ ઊભો કરવાનું કામ જનતા કરશે. આ વખતે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા વિકલ્પ છે. ગુજરાતને જ્યારે જરૂર પડે ત્યારે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ કર્યું છે, આ વખતે પણ ગુજરાતને ગુલામીમાંથી મુક્ત કરવા માટે આપણે સૌએ ગુજરાતની ગલી ગલીમાંથી ગોપાલ ઇટાલીયા પેદા કરવાનું કામ કરવાનું છે. આમ આદમી પાર્ટી આપણા જેવા લોકોની પાર્ટી છે, અમને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી. આ વખતે મોરબી શહેરમાંથી આમ આદમી પાર્ટીનાં મેયર બનવા જોઈએ. AAPનાં મેયર હશે તો તાનાશાહી કરતા લોકોની શાન ઠેકાણે આવશે. તમારા આશીર્વાદથી અમે ગુજરાતની સ્થિતિ બદલવા માટે તૈયાર છીએ.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

ઓલિમ્પિક 2024માં મેડલની હેટ્રિક ન કરી શકી મનુ, ઈવેન્ટ બાદ આપ્યું મોટું નિવેદન
ઓલિમ્પિક 2024માં મેડલની હેટ્રિક ન કરી શકી મનુ, ઈવેન્ટ બાદ આપ્યું મોટું નિવેદન
August 03, 2024

મનુ ભાકર ઓલિમ્પિક 2024માં તેણીનો ત્રીજો મેડલ જીતવામાં ચૂકી ગઈ અને 25 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલમાં ચોથા સ્થાને રહી. ઓલિમ્પિક 2024માં મનુની સફર આ સાથે સમાપ્ત થઈ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express