ગુજરાત બજેટમાં AAPની મોટી માંગ, 300 યુનિટ મફત વીજળી, દરેક ખેતર સુધી પાણી
ગુજરાત બજેટમાં AAPની મોટી માંગો! ગોપાલ ઈટાલીયા: 300 યુનિટ મફત વીજળી, દરેક ખેતર સુધી પાણી, સરકારી શાળા-દવાખાના મજબૂત, AI યુનિવર્સિટી સ્થાપના, આદિવાસીઓને જમીન ફાળવણી અને ગામડા-શહેર પલાયન અટકાવવા વ્યાપક યોજના. જનહિત આધારિત બજેટની અપેક્ષા – વિગતો જુઓ.
અમદાવાદ : ગાંધીનગરમાં બજેટ સત્રના ત્રીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે નાણામંત્રી કનુભાઈ દ્વારા બજેટ રજૂ થવાનું છે ત્યારે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષાના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી તરફથી અમારી અપેક્ષા છે કે આ બજેટમાં જનસામાન્યના જીવનમાં વાસ્તવિક સુધારો લાવે તેવી જોગવાઈઓ કરવામાં આવે. ગામડામાં ખેતી કરતા ખેડૂતોને,જેમ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપી રહી છે, તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ મફત વીજળી આપવામાં આવે તેવી અમારી અપેક્ષા છે. તેમજ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતના તમામ લોકોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત થાય તેવી પણ અમારી માંગ છે. ગુજરાતમાં પહાડો, નદીઓ, દરિયો અને ઝરણાં જેવા કુદરતી સ્ત્રોતો છે, છતાં કેનાલ નેટવર્ક પૂરતું વિકસિત નથી. પરિણામે અનેક વિસ્તારોમાં આજે પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. સુજલામ સુફલામ યોજના, સરદાર સરોવર ડેમ, કડાણા ડેમ, કાંકરેજ ડેમ જેવી યોજનાઓ હોવા છતાં વ્યવસ્થાના અભાવે કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું. તેથી દરેક ખેતર સુધી પાણી પહોંચે અને મજબૂત કેનાલ નેટવર્ક ઉભું થાય તેવી જાહેરાત બજેટમાં થાય તેવી આશા છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરોમાં શિક્ષણ અને આરોગ્ય ખર્ચના કારણે લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. બાળકોના શિક્ષણ અને આરોગ્ય સારવાર માટે લોકોને ભારે ખર્ચ કરવો પડે છે. તેથી શહેર અને ગામ બંને જગ્યાએ સરકારી શાળાઓ અને દવાખાનાઓને મજબૂત બનાવી ગુણવત્તાસભર શિક્ષણ અને શ્રેષ્ઠ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઈ થવી જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર ક્રાઈમ, સાયબર સિક્યોરિટી,અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં સંશોધન માટે ગુજરાતમાં વિશેષ યુનિવર્સિટી સ્થાપવાની જરૂર છે, જેથી રાજ્યના યુવાનો વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રે આગળ વધી શકે. આ ઉપરાંત, જમીન વિહોણા આદિવાસી, દલિત, ઓબીસી તથા નિવૃત્ત સૈનિકોને સરકાર દ્વારા જમીન ફાળવવાની પ્રક્રિયા ઝડપી થવી જોઈએ. વન અધિકાર કાયદા હેઠળ આદિવાસી સમાજને મળવાપાત્ર જમીનો તાત્કાલિક ફાળવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. ગામડાઓમાં રોડ, બસ, શાળા, દવાખાના અને આંગણવાડી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે લોકો શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બને છે. પરિણામે શહેરોમાં વસ્તી વધી રહી છે અને ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. ગામડાથી શહેર તરફનું પલાયન અટકાવવા માટે અસરકારક અને વ્યાપક યોજના જાહેર થાય તેવી અમારી અપેક્ષા છે.અમે આશા રાખીએ છીએ કે આ બજેટ ગુજરાતની જનતાના હિતમાં સાબિત થશે અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું બનશે.
ગુજરાત બજેટને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વખોડ્યું. “ખેડૂતો માટે MSP-મફત વીજળી નહીં, યુવાનો માટે ભરતી કેલેન્ડર નહીં, મહિલાઓ-આદિવાસીઓ માટે કંઈ નહીં – કોપી-પેસ્ટ બજેટ”. MSME અપર્યાપ્ત, ગામડા પલાયન ન અટક્યું – જનતા ચૂંટણીમાં જવાબ આપશે. વિગતો જુઓ.
AAPએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે 10 સભ્યોની રાજ્ય ચૂંટણી સમિતિ જાહેર કરી! અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા સહિત મજબૂત ટીમ. એકલા હાથે તમામ સીટો પર લડશે, એક મહિનામાં ઉમેદવારો ફાઈનલ – 7 ઝોનલ સમિતિઓ રચાશે. વિગતો જુઓ.
ગુજરાત વિધાનસભા સત્રમાં AAP ધારાસભ્યોએ “વિધાનસભા લાઈવ કરો”ના નારા લગાવ્યા. ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણીએ સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટનું ઉદાહરણ આપીને લાઈવ પ્રસારણની માંગ કરી. “લોકશાહીની હત્યા બંધ કરો” – વિગતો જુઓ.