જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન
ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું.
અમદાવાદ/રાજકોટ/ગુજરાત : ગોંડલ ખાતે આમ આદમી પાર્ટીના સક્રિય નેતા જીગીશાબેન પટેલ ઉપર થયેલા જીવલેણ હુમલા અંગે પાર્ટી દ્વારા કડક નિંદા વ્યક્ત કરવામાં આવે છે. આ બનાવ માત્ર એક મહિલા રાજકીય કાર્યકર પરનો હુમલો નથી, પરંતુ લોકશાહી મૂલ્યો, રાજકીય અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં રાજકીય અને સામાજિક સ્તરે અસંતોષ અને ચિંતા વ્યાપી છે. જો આવા અસામાજિક તત્વો સામે સમયસર અને કડક કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા વધી શકે છે.
આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લા પોલીસ તંત્રને આવેદન પત્ર આપી અમુક માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, કે હુમલામાં સંકળાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમની ઝડપથી ધરપકડ કરવામાં આવે,આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી ચાર્જશીટ દાખલ કરવામાં આવે, ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે, પીડિતાને જરૂરી પોલીસ સુરક્ષા તથા કાયદેસર સહાય પૂરી પાડવામાં આવે, અને સમગ્ર પ્રકરણમાં કોઈપણ પ્રકારનું રાજકીય દબાણ ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવે, આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ન્યાય માટે દરેક લોકશાહી માર્ગ અપનાવવામાં આવશે. જો પીડિતાને સમયસર ન્યાય નહીં મળે, તો પાર્ટી રસ્તાથી લઈને વિધાનસભા સુધી આંદોલન કરશે.
આ તકે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી અને સામાજિક ખતરા હેઠળ જીગીશાબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા કેટલાક તત્વોને સહન થતી નથી અને તે જ કારણસર આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. ગોંડલ તથા મિરજાપુર વિસ્તારમાં સક્રિય કાર્યકર જીગીશાબેન ઉપર થયેલો જીવલેણ હુમલો પણ રાજકીય દ્વેષભાવનાથી પ્રેરિત હોવાનું તેમણે જણાવ્યું હતુ. હુમલામાં સંકળાયેલા તત્વો દારૂના ગેરકાયદે ધંધા સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક માહિતી પરથી જાણવા મળે છે. લોકહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવતા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવામાં આવતા આ તત્વોએ રોષે ભરાઈ જીવલેણ હુમલો કર્યો છે. હાલ પીડિતા ગઈકાલથી આઈસીયુમાં દાખલ છે. આમ આદમી પાર્ટી દ્વારા આ બનાવની કડક નિંદા કરવામાં આવે છે અને દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.
"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.
આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા સોમનાથથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામ 108 દિવસની જેલ બાદ પ્રથમ વખત ખેડૂતોને મળવા આવી રહ્યા છે. આ યાત્રા 26 ફેબ્રુઆરીએ જામખંભાળિયાના ભાણખોખરી પાટિયા પાસે સાંજે 6 વાગ્યે મોટી સભા યોજશે, જ્યાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહેશે.