Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હક્કો અને વિકાસના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હક્કો અને વિકાસના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

નર્મદા ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા – આદિવાસીઓના અધિકારો અમલમાં મૂકાશે, Tribal Advisory Committee બનશે, 181 ગામોમાં શાળા-શિક્ષકોની સમસ્યા ઉકેલાશે. 2027માં AAP સરકારનો સંકલ્પ. વિગતો જુઓ.

Ahmedabad February 03, 2026
ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હક્કો અને વિકાસના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હક્કો અને વિકાસના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

અમદાવાદ/નર્મદા/ભરૂચ/ગુજરાત : નર્મદા જિલ્લાના ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને AAP ને સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર સભાને સંબોધન કરતાં આદિવાસી સમાજના હક્કો, વિકાસ અને મૂળભૂત સુવિધાઓના મુદ્દે ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને પાર્ટી આદિવાસીઓના બંધારણીય અધિકારો અમલમાં મૂકવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના જે બંધારણીય અધિકારો વર્ષોથી કાગળ પર જ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની સરકાર બનતાં ચોક્કસ રીતે જમીન પર અમલમાં મૂકવામાં આવશે. સરકાર બનતાં જ Tribal Advisory Committee આદિવાસી સમાજની બનાવવામાં આવશે તેમજ વન અધિકાર કાયદા અંતર્ગત જે પણ લોકોના હક્કો બાકી છે તેમને તેમના હક્કો અપાશે. શિક્ષણ ક્ષેત્રે ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં અંદાજે 505 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેને આવનારા દિવસોમાં ભરવાનું કામ કરવામાં આવશે. ઉપરાંત, 181 ગામોમાં પ્રાથમિક શાળાઓ નથી, ત્યાં શાળાઓ શરૂ કરી બાળકોને શિક્ષણના અધિકાર આપવામાં આવશે. જિલ્લામાં 1200થી વધુ બાળકો કુપોષણથી પીડાય છે, જેને દૂર કરવા માટે ખાસ યોજના ઘડવામાં આવશે અને બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

યુવાનોના ભવિષ્ય અંગે વાત કરતાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી યુવાનો પોલીસ, IAS, IPS, ડોક્ટર અને શિક્ષક બને તે માટે આમ આદમી પાર્ટી સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે. પરંતુ ભાજપ સરકારની તાનાશાહી અને ભેદભાવપૂર્ણ નીતિઓના કારણે આદિવાસી સમાજને યોગ્ય તક મળતી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર વિકાસની ગ્રાન્ટોનો ઉપયોગ પોતાના પ્રચાર અને કાર્યક્રમો માટે કરે છે. આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવ્યા વગર આદિવાસી સમાજના પ્રશ્નો ઉકેલવા મુશ્કેલ છે. તેમણે 2027માં સમગ્ર ગુજરાતમાં પરિવર્તન લાવી આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. સાંસદ મનસુખ વસાવાને આડેહાથ લેતા આપ નેતા ચૈતર વસાવાએ જાહેરમાં ચર્ચા અને ડિબેટ માટે તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં તેમણે અનેક વખત આદિવાસી સમાજના મુદ્દાઓ ઉઠાવ્યા છે, જ્યારે ભાજપના સાંસદે લોકસભામાં આદિવાસી સમાજ માટે શું કર્યું છે તે જનતા સામે સ્પષ્ટ થવું જોઈએ.

ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ડેડિયાપાડાની જનતાની એકતા અને શક્તિ એવી છે કે આજે દેશના વડાપ્રધાન સહિત રાષ્ટ્રીય સ્તરના નેતાઓને પણ દેડિયાપાડા આવવું પડે છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ દેડિયાપાડા આવશે તેવી માહિતી મળી છે. આ મુદ્દે તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશ-વિદેશમાંથી કોઈ પણ નેતા આવે, તેમને કોઈ વાંધો નથી, કારણ કે આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું, લોકોને એક કરવાનું અને લોકોના હક્ક માટે સતત લડવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા હોય, રસ્તા હોય કે મેદાન જ્યાં પણ જરૂર પડે ત્યાં તેઓ જનતાની વાત ઊઠાવે છે, જે ભાજપ સરકારને પસંદ નથી. ભાજપના કેટલાક નેતાઓ અને તેમના સમર્થકો લોકો પર દબાણ લાવવા માટે ફોન કરે છે અને લોકોને ડેડિયાપાડા ન આવવા દેવા માટે પ્રયાસો કરે છે. પરંતુ આ શક્તિ અને હિંમત માત્ર મારી વ્યક્તિગત નથી, પરંતુ મારી સાથે સરપંચો, જિલ્લા પ્રમુખો, ઉપપ્રમુખો, કાર્યકરો, યુવાનો, વડીલો તેમજ માતા-પિતાના આશીર્વાદ જોડાયેલા છે. આ જનસમર્થનના કારણે જ હું એટલી મોટી સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યો છે. મનરેગા સહિતના વિવિધ મુદ્દાઓમાં નામ બદલવાથી સત્ય બદલાતું નથી, એવો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેનો જવાબ જનતા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપશે. તેમણે આદિવાસી સમાજના પરંપરાગત જંગલ અધિકારો અંગે સ્પષ્ટ કહ્યું કે આદિવાસી સમાજ આ જંગલમાં આદિ અનાદિ કાળથી વસે છે અને લાકડું, વાંસ તથા અન્ય જંગલ ઉપર પર તેમનો હક છે. આ મુદ્દે જંગલ ખાતાને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે આદિવાસીઓ પર અન્યાય થશે તો તેઓ રસ્તા પર ઉતરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા
ahmedabad
February 25, 2026

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન

ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું. 

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન

"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.

Braking News

સીએટ અને મેરેંગોનીએ ટ્રક અને બસના  ટાયરમાં શ્રેષ્ઠતાને આગળ વધારી
સીએટ અને મેરેંગોનીએ ટ્રક અને બસના ટાયરમાં શ્રેષ્ઠતાને આગળ વધારી
July 24, 2023

ગ્રાહક સંતોષ માટે તેની પ્રતિબદ્ધતા માટે જાણીતી અગ્રણી ટાયર ઉત્પાદક સીએટ લિમિટેડે ટાયર રીટ્રેડિંગ ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી મેરેંગોની  એસ.પી.એ. સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ સહયોગનો ઉદ્દેશ્ય ભારતીય બજારમાં નવીન અને ભરોસાપાત્ર ટાયર રીટ્રેડીંગ સોલ્યુશન્સ ઓફર કરીને ઉન્નત ગ્રાહક અનુભવ પ્રદાન કરવાનો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express