Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત

ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત

AAP ગુજરાતે ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ સામે મહા અભિયાન શરૂ કર્યું. સોમનાથથી યાત્રા શરૂ, 8 માર્ચે ગાંધીનગરમાં અરવિંદ કેજરીવાલ સાથે મહાજનસભા. ખેડૂતોના MSP, નકલી બિયારણ સમસ્યા ઉઠાવશે.

Ahmedabad February 22, 2026
ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત

ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત

અમદાવાદ : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ ફ્રન્ટલ મહામંત્રી સામત ગઢવીએ પત્રકાર પરિષદ દ્વારા મીડિયાને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામે જણાવ્યું હતું કે ઇન્ડિયા–યુએસ ટ્રેડ મામલે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ લેવલે લડી રહી છે અને તેના કારણે ખેડૂતોને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” નામે એક મહા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ મહા અભિયાન અંતર્ગત તેમજ ખેડૂતો ઉપર થયેલા દમન, ખોટા કેસો અને વર્તમાન કૃષિ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સતત જોડાયેલા રહેશે. ઉપરાંત પાર્ટીના અન્ય નેતાઓ અને ધારાસભ્યો પણ વિવિધ વિસ્તારોમાં યાત્રામાં જોડાશે.

AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો છેલ્લા ત્રીસ વર્ષથી સરકારની નીતિઓના કારણે પાયમાલ થઈ રહ્યા છે. નકલી બિયારણ, ખાતરની અછત, ગુણવત્તાયુક્ત જંતુનાશક દવાઓ ન મળવી, સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવું, પાકને યોગ્ય ભાવ ન મળવો, MSP મુજબ પૂર્ણ ખરીદી ન થવી અને સહાય-વળતર સમયસર ન મળવું જેવી સમસ્યાઓ યથાવત્ છે. દેવામાફી જેવી માંગણીઓ લાંબા સમયથી બાકી છે. તાજેતરના બજેટમાં પણ ખેડૂતો માટે કોઈ નવી અસરકારક યોજના જાહેર કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલના કારણે અમેરિકાથી આવનાર કૃષિ ઉત્પાદનના કારણે સ્થાનિક ખેડૂતોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનશે. તેથી સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત માટે આ મહા આંદોલન અને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યાત્રાની શરૂઆત 24 તારીખે સોમનાથ ખાતે ભગવાન સોમનાથના દર્શન કરીને કરવામાં આવશે. 108 દિવસના જેલવાસ બાદ પ્રવિણ રામ ખેડૂતો વચ્ચે પ્રથમ વખત જઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે સોમનાથમાં દર્શન કર્યા બાદ તેમના જન્મસ્થળે પ્રથમ સભાનું આયોજન થશે, જ્યાં તેઓ માતા-પિતાના આશીર્વાદ લઈ યાત્રામાં જોડાશે અને ખેડૂતોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ ઉઠાવશે.

પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા અંતર્ગત 24 ફેબ્રુઆરી 2026ના રોજ જૂનાગઢ લોકસભા વિસ્તારમાં સોમનાથ, તાલાળા અને માંગરોળ વિધાનસભાઓ આવરી લેવામાં આવશે. 25 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર લોકસભા વિસ્તારમાં કેશોદ અને જેટપુર વિધાનસભાઓમાં કાર્યક્રમ યોજાશે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદરના માણાવદર અને કુતિયાણા તેમજ જામનગરના ખંભાળિયા વિસ્તારમાં કાર્યક્રમ રહેશે. 27 ફેબ્રુઆરી 2026ના રોજ જામનગર લોકસભા વિસ્તારમાં ખંભાળિયા અને જામનગર ઉત્તર વિધાનસભાઓ આવરી લેવામાં આવશે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ જામનગર દક્ષિણ, જામનગર ગ્રામ્ય અને કાલાવડમાં કાર્યક્રમ યોજાશે. 1 માર્ચ 2026ના રોજ રાજકોટ લોકસભા વિસ્તારમાં રાજકોટ પશ્ચિમ અને રાજકોટ ગ્રામ્ય તેમજ પોરબંદર લોકસભાના ગોંડલમાં કાર્યક્રમ રહેશે. 2 માર્ચ 2026ના રોજ રાજકોટના જસદણમાં કાર્યક્રમ યોજાશે. 5 માર્ચ 2026ના રોજ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં ધાંગધ્રા અને ચોટીલા, 6 માર્ચ 2026ના રોજ વઢવાણ અને લિંબડી તથા 7 માર્ચ 2026ના રોજ વિરમગામમાં કાર્યક્રમ યોજાશે. અંતે 8 માર્ચ 2026ના રોજ ગાંધીનગર ખાતે પરિવર્તન લાવો ખેડૂત બચાવો જનસભાનું આયોજન કરવામાં આવશે. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે.

આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ મહામંત્રી સામત ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વરસાદી સીઝન દરમિયાન ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં અને સારી ગુણવત્તાવાળું બિયારણ ઉપલબ્ધ થતું નથી. વાવણી બાદ ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને ઘણી વખત ગુણવત્તાયુક્ત જંતુનાશક દવાઓ પણ મળતી નથી.છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં રહેલી સરકાર છતાં ગુજરાતમાં સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી. ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિમાં મહેનત કરીને પાક ઉત્પાદન કરે છે, પરંતુ MSPના ભાવે સંપૂર્ણ ખરીદી થતી નથી. સરકાર દ્વારા ખરીદાયેલા પાકના પૈસા પણ સમયસર ખેડૂતોના ખાતામાં જમા થતા નથી.દુષ્કાળ અથવા અતિવર્ષા જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને મળતી સહાય પૂરતી અને સમયસર મળતી નથી. આ પરિસ્થિતિને કારણે ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના હિત માટે સંઘર્ષ કરતી રહી છે અને ભવિષ્યમાં પણ સતત લડત આપશે. ખેડૂતોને ન્યાય અને સમૃદ્ધિ મળે તે માટે પાર્ટી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર
ahmedabad
February 22, 2026

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.

ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી
ahmedabad
February 22, 2026

ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી

અમેરિકાની સુપ્રીમ કોર્ટે Trump tariffsને illegal જાહેર કર્યા. AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીનો આરોપ: મોટી જાહેરાતોથી ખેડૂતોને ભરમાવી લૂંટ ચાલે છે.

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો!
ahmedabad
February 21, 2026

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"

અમદાવાદ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર પ્રહાર. “30 વર્ષમાં રસ્તા-શાળા-હોસ્પિટલો ખરાબ, બજેટ લૂંટની યોજના છે”. ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન, દેશ અમેરિકાને ગીરવે મૂકાયો. ભગવંત માન: “પંજાબમાં 10 લાખ આરોગ્ય વીમા, 24 કલાક વીજળી – ગુજરાતમાં કેમ નહીં?”. AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા-ચૈતર વસાવા હાજર. વિગતો જુઓ.

Braking News

સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી લગ્નના બંધનથી જોડાયા, તેલંગાણાના મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યાં!
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી લગ્નના બંધનથી જોડાયા, તેલંગાણાના મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યાં!
March 27, 2024

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી વિશેના એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ લગ્ન કરી લીધા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
April 30, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express