Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સુરેન્દ્રનગરના ચાચકા ગામમાં AAPની ભવ્ય સભા: ખેડૂતો અને યુવાનોના હક્ક માટે લડતની હાકલ

સુરેન્દ્રનગરના ચાચકા ગામમાં AAPની ભવ્ય સભા: ખેડૂતો અને યુવાનોના હક્ક માટે લડતની હાકલ

આમ આદમી પાર્ટીની "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" સુરેન્દ્રનગરના ચાચકા ગામ પહોંચી હતી, જ્યાં ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં વિશાળ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બોટાદ-હડદડ કાંડમાં જેલવાસ ભોગવીને આવેલા ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 

Surendranagar March 07, 2026
સુરેન્દ્રનગરના ચાચકા ગામમાં AAPની ભવ્ય સભા: ખેડૂતો અને યુવાનોના હક્ક માટે લડતની હાકલ

સુરેન્દ્રનગરના ચાચકા ગામમાં AAPની ભવ્ય સભા: ખેડૂતો અને યુવાનોના હક્ક માટે લડતની હાકલ

અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત : આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" ગતરોજ રાત્રે સુરેન્દ્રનગરના ચાચકા ખાતે પહોંચી હતી અને ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાચકા ખાતે આયોજિત સભા ખૂબ જ મહત્વપૂર્ણ સભા હતી કારણ કે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સહિત AAP નેતાઓએ બોટાદ-હડદડ કાંડમાં જેલમાં રહીને આવેલા ખેડૂતોનું સન્માન કર્યું હતું. સભાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે રાજનીતિમાં કોઈ સ્વાર્થ માટે આવ્યા નથી. ચૂંટણી આવે કે ન આવે, સત્તા મળે કે ન મળે – અમે કોઈ ઇમ્પોર્ટેડ નેતા નથી. અમે એક વિઝન લઈને રાજનીતિમાં આવ્યા છીએ. ઘણા લોકો મને કહેતા કે તમે પત્રકાર તરીકે સારા હતા, રાજનીતિમાં શા માટે આવો છો? રાજનીતિમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. પરંતુ હું તેમને કહેવા માંગું છું કે અમે રાજનીતિમાં લોકોના પ્રશ્નો માટે આવ્યા છીએ. મેં જોયું કે ભાજપ સરકાર ખેડૂતના નામે રાજકારણ કરે છે, પરંતુ ખેડૂત વિરોધી કાયદા બનાવે છે. વિધાનસભામાં એવા કાયદા લાવવામાં આવ્યા છે કે જો નહેરમાંથી પાણી લેવામાં આવે તો ખેડૂતને જેલમાં મૂકવામાં આવશે. ખેડૂતોના ખેતરોમાં કંપનીઓ માટે તારમાં વાડ નાખવામાં આવે છે, પોલીસ તૈનાત કરવામાં આવે છે અને ખેડૂતો સામે કેસ કરવામાં આવે છે. વિધાનસભામાં પૂછવામાં આવ્યું હતું કે ખેડૂતોના ખેતરોમાં કંપનીઓ માટે સુરક્ષા કેવી રીતે આપવામાં આવે છે, ત્યારે સરકારે સ્વીકાર્યું હતું કે દ્વારકા અને કચ્છ જેવા વિસ્તારોમાં કંપનીઓને ભાડે પોલીસ આપવામાં આવે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. હું પોલીસ વિભાગનું ખૂબ માન રાખું છું અને પોલીસકર્મીઓને કહેવા માંગું છું કે તમારી કોઈ ભૂલ નથી. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે પોલીસકર્મીઓના હિતમાં પણ કામ કરવામાં આવશે અને તેમના ગ્રેડ પે સહિતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. આજે સ્થિતિ એવી છે કે પોલીસને ઉદ્યોગપતિઓની કંપનીઓ માટે ઊભી રાખવામાં આવે છે, જ્યારે ખેડૂત પોતાની જમીન અને હક માટે લડે છે. જો ઉદ્યોગપતિઓને ભાડે પોલીસ મળી શકે, તો ખેડૂતોને પણ મળવી જોઈએ. અમે રાજનીતિમાં ખેડૂતો, ગરીબો, વંચિતો અને શોષિતોના હક્ક માટે આવ્યા છીએ. આજે જે કાયદા બનાવવામાં આવે છે તે લોકોને ડરાવવા અને દબાવવા માટે બનાવવામાં આવે છે. પરંતુ અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ગરીબ, ખેડૂત અને મજૂર સાથે અન્યાય થશે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું.

AAP ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન દરમિયાન અમારે પંદર-વીસ દિવસ સુધી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તે સમયમાં એકબીજાને હિંમત આપી હતી કે ગભરાવાનું નથી, દિવાળી પછી રસ્તો જરૂર નીકળશે. અમારી દિવાળી જેલમાં પસાર થઈ હતી અને અમારા પરિવારો પણ મુશ્કેલીમાં હતા. તેમ છતાં ગુજરાતના ખેડૂતો અમારી સાથે મજબૂત રીતે ઉભા રહ્યા. ખેતીની સીઝન હોવા છતાં આસપાસના વિસ્તારોના ખેડૂતો આગળ આવ્યા અને આંદોલનને સહકાર આપ્યો, તેના માટે હું ગુજરાતના ખેડૂતોનો દિલથી આભાર માનું છું. પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રાની અસર હવે ભાજપના નેતાઓ પર પણ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલાં અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો ખેડૂતોના હિત માટે યાત્રા કાઢી રહ્યા છે અને ગુજરાતના ખેડૂતો તેમને ઓળખી ગયા છે. પ્રવીણ રામે કહ્યું કે કૃષિમંત્રીની આ વાત સાચી છે, કારણ કે ભાજપ સરકારે અન્યાયપૂર્વક અમને જેલમાં નાખ્યા પછી સમગ્ર ગુજરાતના ખેડૂતો હવે અમને ઓળખી રહ્યા છે. ઉર્જામંત્રી કૌશિક વેકરિયાને પ્રવિણ રામે જવાબ આપ્યો હતો. મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના એક કાર્યક્રમમાં 15 દિવસમાં ખેડૂતોને સહાય મળી ગઈ, સર્વે વિના બધાને સહાય મળી, અમરેલીમાં 30 વર્ષમાં પહેલી વાર આવું થયું આ બધા મુદે ચર્ચા કરી વિપક્ષને આડેહાથ લીધી હતી ત્યારે પ્રવિણ રામે વળતો પ્રહાર કરતા કહ્યું કે જસદણમાં એક કાકાને સાડા ત્રણ મહિનાથી સહાયના પૈસા નથી મળ્યા, તેમજ વધુમાં કહ્યું કે સર્વે વિના પૈસાની વાત બાજુમાં રહી સર્વે થયા પછી પણ પૈસા નથી આવતા. ભાજપ સરકારને લાગ્યું હતું કે જેલમાં નાખવાથી અમે ડરી જઈશું અને ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું. પરંતુ જેલમાંથી બહાર આવ્યા પછી અમે વધુ મજબૂત બનીને આવ્યા છીએ. 

આ સભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થિતિને જો કોઈ બદલી શકે એમ છે તો ગુજરાતની માતા બહેન દીકરીઓ બદલી શકે તેમ છે. અત્યાર સુધી સૌથી વધુ વૈતરું કરીને જીવન વિતાવ્યું છે તો એમના માટે પરિવર્તન લાવવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. સાથે સાથે ખેડૂતો માટે ખૂબ જ લાંબી જેલયાત્રા કરીને આવ્યા તમામ ખેડૂતો અને યુવાનોને હું વંદન કરું છું. ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ખેડૂતો માટેની કોઈ લડત હોય, વિદ્યાર્થીઓ માટેની લડત હોય, રોજગારી માટેની લડત હોય કે કોઈ સમાજની લડત હોય, આવી તમામ લડતોમાં આમ આદમી પાર્ટી છેલ્લા બે વર્ષથી મજબૂતીથી વિપક્ષની ભૂમિકા નિભાવી રહી છે. ગુજરાતના લોકોને આજે ફક્ત આમ આદમી પાર્ટીથી આશા છે. ખેડૂતો, ખેતમજૂરો, માતા બહેન સહિત તમામની પીડાને આપણે જાણીએ છીએ, તો હવે ગુજરાતમાં ફક્ત પરિવર્તન એ જ એક માત્ર વિકલ્પ છે. ભાજપ કહેતું હતું કે “ભાજપનો કોઈ વિકલ્પ નથી” પરંતુ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સૌથી મોટો વિકલ્પ છે. આ યાત્રા દ્વારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને 108 દિવસ ખેડૂતો માટે જેલમાં રહીને આવેલા પ્રવીણભાઈ રામ સતત ગામડાઓના પ્રવાસ કરીને લોકોને એક સાથે જોડવાનું કામ કરી રહ્યા છે. હવે ગુજરાતની તમામ જાતિ-જ્ઞાતિના લોકોએ એક થઈને લડવું પડશે. આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, આમ આદમી પાર્ટી પાસે દારૂ પીવડાવવાના કે ભજીયા ખવડાવવાના પૈસા નથી પરંતુ જો તમે આમ આદમી પાર્ટીને ચુંટશો તો અહીંયા બેઠેલા બાળકોના ભવિષ્યની જવાબદારી અમે ઉઠાવીશું, ખેડૂતોના ખેતરોની જવાબદારી અમે ઉઠાવીશું, ગામડાની જવાબદારી અમે ઉઠાવીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એક્શન મોડમાં: 10 માર્ચથી શરૂ થશે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ
ahmedabad
March 07, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એક્શન મોડમાં: 10 માર્ચથી શરૂ થશે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે દાવેદારો સાથે બેઠકો યોજાશે.

ગુજરાતના રણે ચઢશે કેજરીવાલ: આજથી બે દિવસીય પ્રવાસ, ગાંધીનગર અને સુરતમાં ગજવશે સભા
ahmedabad
March 07, 2026

ગુજરાતના રણે ચઢશે કેજરીવાલ: આજથી બે દિવસીય પ્રવાસ, ગાંધીનગર અને સુરતમાં ગજવશે સભા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગોપાલ ઇટાલીયાએ આપેલી માહિતી મુજબ, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાનમાં "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" ના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધશે અને ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવશે. ત્યારબાદ 9 માર્ચે સુરતના ગોથાણ ખાતે ભવ્ય ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના અંદાજે 25,000 કાર્યકરો હાજર રહેશે. આ પ્રવાસ દ્વારા AAP ગુજરાતમાં સંગઠન અને ખેડૂત લક્ષી મુદ્દાઓ પર ભાર મૂકી રહી છે.

પંજાબ સરકારની મોટી ભેટ: વીજળીના દરમાં પ્રતિ યુનિટ ₹1.50 સુધીનો ઘટાડો, જનતાને બખ્ખાં
punjab
March 06, 2026

પંજાબ સરકારની મોટી ભેટ: વીજળીના દરમાં પ્રતિ યુનિટ ₹1.50 સુધીનો ઘટાડો, જનતાને બખ્ખાં

પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા વીજળીના દરમાં ઐતિહાસિક ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રના પ્રથમ દિવસે સરકારે ઘરેલુ ગ્રાહકો માટે પ્રતિ યુનિટ ₹1.50, વાણિજ્યિક એકમો માટે 79 પૈસા અને ઉદ્યોગો માટે 74 પૈસા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. નવા દરો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે, જેનાથી રાજ્યના ગ્રાહકોને અંદાજે ₹7,851.91 કરોડ ની મોટી રાહત મળશે.

Braking News

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા વોર્સો, 2 દિવસ પછી યુક્રેન જશે, જાણો શા માટે પોલેન્ડ મુલાકાત મહત્વપૂર્ણ છે
PM નરેન્દ્ર મોદી પહોંચ્યા વોર્સો, 2 દિવસ પછી યુક્રેન જશે, જાણો શા માટે પોલેન્ડ મુલાકાત મહત્વપૂર્ણ છે
August 21, 2024

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ પહોંચી ગયા છે. પીએમ મોદીનું વોર્સોમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે પીએમ મોદી અહીં 2 દિવસની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારબાદ તેઓ યુક્રેન જવા રવાના થશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express