Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પાલડીયા હિંસા મુદ્દે AAPનું પગલું – ચૈતર વસાવા લીગલ ટીમ સાથે મુલાકાત લેશે

પાલડીયા હિંસા મુદ્દે AAPનું પગલું – ચૈતર વસાવા લીગલ ટીમ સાથે મુલાકાત લેશે

બનાસકાંઠા પાલડીયા ગામ હિંસા મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવા 17 ડિસેમ્બરે આદિવાસી આગેવાનો અને લીગલ ટીમ સાથે મુલાકાત લેશે. પોલીસ કાર્યવાહી પર સવાલ.

Ahmedabad December 16, 2025
પાલડીયા હિંસા મુદ્દે AAPનું પગલું – ચૈતર વસાવા લીગલ ટીમ સાથે મુલાકાત લેશે

પાલડીયા હિંસા મુદ્દે AAPનું પગલું – ચૈતર વસાવા લીગલ ટીમ સાથે મુલાકાત લેશે

અમદાવાદ / બનાસકાંઠા/ નર્મદા/ ગુજરાત : બનાસકાંઠા જિલ્લાનાં અંબાજી નજીક પાલડીયા ગામે હિંસક ઘટના બની હતી. આ ઘટનામાં જમીન બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો, જે બાબત હિંસક હુમલામાં પરિણમી હતી. જેમાં પોલીસ દ્વારા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. આ હિંસક ઘટનામાં અનેક સ્થાનિક લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના આગેવાનો અને લીગલ ટીમ સાથે આવતીકાલે તારીખ 17 ડિસેમ્બરના રોજ પાલડીયા ગામની મુલાકાત લેશે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનું નિવેદન આપ્યું હતું. 

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ઘટનાને ઉંડાણપૂર્વક જાણવા માટે અમે માહિતી મેળવી અને આવતીકાલે 17 ડિસેમ્બર આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, લીગલ ટીમ અને આદિવાસી સમાજનાં તમામ સંગઠનનાં પદાધિકારીઓ સાથે સવારે 10.30 કલાકે અંબાજી માતાનાં દર્શન કરીને ગબ્બર પર્વતે સૌને મળીને પાલડીયા જવાના છીએ. આ હિંસાનું મૂળ શું છે? શરૂઆત કોને કરી, શા માટે આ હિંસા થઇ? આ હિંસામાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી ત્યારે આદિવાસી લોકો પર કેમ જ કરવામાં આવી ? જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસનાં સેલ છોડ્યા, ફાયરિંગ કર્યું આ પોલીસ અધિકારી પર કાર્યવાહી કેમ કરવામાં ન આવી? પોલીસ અધિકારીઓ અને વન અધિકારીઓ દ્વારા લાઠીચાર્જ, ટીયર ગેસનાં સેલ છોડાયા, 50 રાઉન્ડ ફાયરિંગ કેમ કરવું પડ્યું?  આ તમામ બાબતો જાણવા માટે આવતીકાલે આદિવાસી સમાજનાં તમામ સંગઠનના પદાધિકારીઓ, અમારી લીગલ ટીમ સહિત અમે સૌ ગામની મુલાકાતે જવાનાં છીએ. આ ગામમાં જે પણ ઘટના બની છે તેની હકીકત જાણીને આદિવાસી સમાજને મળેલા અધિકારો કઈ રીતે ઉપયોગી થાય અને હિંસા કઈ રીતે રોકાય તેવા મુદ્દા પર ચિંતન કરીશું.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

બાબર આઝમે તેની બેટિંગની સફળતાનો શ્રેય વિરાટ કોહલીને આપ્યો
બાબર આઝમે તેની બેટિંગની સફળતાનો શ્રેય વિરાટ કોહલીને આપ્યો
September 02, 2023

આઝમે કહ્યું, હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. તેણે મારી બેટિંગ અને રમત પ્રત્યેના મારા માનસિક અભિગમમાં મને મદદ કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
June 24, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
May 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express