Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAP પ્રવક્તા સાગર રબારીના ભાજપ પર આકરા પ્રહાર: ગુજરાતને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી મળ્યું

AAP પ્રવક્તા સાગર રબારીના ભાજપ પર આકરા પ્રહાર: ગુજરાતને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી મળ્યું

સાગર રબારીએ ભાજપ પર આરોપ લગાવ્યા: ગુજરાત પાણીમાં 30મો, કુપોષણમાં 31મો નંબર – નલ સે જલ, મનરેગા, વાઇબ્રન્ટમાં ભ્રષ્ટાચાર, FDI નહીં.

Ahmedabad January 07, 2026
AAP પ્રવક્તા સાગર રબારીના ભાજપ પર આકરા પ્રહાર: ગુજરાતને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી મળ્યું

AAP પ્રવક્તા સાગર રબારીના ભાજપ પર આકરા પ્રહાર: ગુજરાતને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી મળ્યું

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જળ સંપત્તિ વિભાગના એક તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના 57 ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી નથી. પાણીની ગુણવત્તા અને પુરવઠાની રીતે ગુજરાત સમગ્ર દેશમાં 30મા નંબરે છે. ભાજપનું 32મા વર્ષનું શાસન ચાલી રહ્યું છે અને આટલા વર્ષો બાદ પણ ભાજપે ભ્રષ્ટાચાર સિવાય ગુજરાતને કંઇ આપ્યું નથી અને ગુજરાતનું દેવું ચાર લાખ કરોડથી વધારે થઈ ગયું છે. ભાજપે  અનેક વાઇબ્રન્ટ સમિટ કર્યા પરંતુ FDIમાં ગુજરાત ત્રીજા નંબરથી ક્યારેય પણ આગળ ગયું નથી અને હાલ જે ચાલુ નાણાકીય વર્ષ ચાલી રહ્યું છે તેમાં દેશના ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાત નથી. હવે સરકાર જીલ્લે જીલ્લે વાઇબ્રન્ટ સમિટ કરે છે. વાઇબ્રન્ટ સમિટના નામે મોંઘી ડિશોના જમણવારનો ભ્રષ્ટાચાર, ગુજરાતના લોકોના માથે દેવું ચડાવવું અને એની સામે ગુજરાતની જનતાને જે વળતર મળે છે, એમાં પાણીની ગુણવત્તામાં ગુજરાતનો દેશમાં 30મો નંબર અને કુપોષણમાં 31મો નંબર છે. નીતિ આયોગના આંકડા પ્રમાણે ગુજરાત માથાદીઠ આવકમાં 10મા નંબર પર આવે છે. ખેડૂતોની આવકની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં 12મા નંબરે છે, નાના નાના રાજ્યો માથાદીઠ આવક અને ખેડૂતોની આવકની દ્રષ્ટિએ ગુજરાતથી ઘણા આગળ છે. નીતિ આયોગના કહેવા પ્રમાણે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નજરેમાં 18મા નંબરે છે. તો આ તમામ વસ્તુ ભાજપના 32 વર્ષના શાસન દરમિયાન ગુજરાતની જનતાને મળેલી ભેટ છે. આ તમામ આંકડા ગુજરાતી જનતા સુધી આમ આદમી પાર્ટી પહોંચાડશે. વાસ્તવિક રીતે ગુજરાત આજે ક્યાં છે અને ગુજરાતનું શું ભવિષ્ય છે, એ વાત લઈને અમે જનતા સુધી જઈશું.

AAP નેતા સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ એટલે ભ્રષ્ટાચાર, કોઈને ભાજપી કહો તો એનો મતલબ એ થાય છે કે એ ભ્રષ્ટાચારી છે, એટલી હદે ભ્રષ્ટાચારના તાણાવાણા ભાજપ સાથે વણાઈ ચૂક્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ચાર કલેક્ટરો ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ થયા છે. સુરેન્દ્રનગરમાં જે તાજેતરમાં જ કલેકટર સસ્પેન્ડ થયા તેમની લાંચનો આંકડો છે કરોડો રૂપિયામાં છે. અમે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે કમલમના આશીર્વાદ વગર કોઈપણ કલેક્ટર આટલા મોટા ભ્રષ્ટાચાર કરવાની હિંમત કરે નહીં. ભાજપ એવું જ કામ કરે છે જેમાં બેફામપણે ભ્રષ્ટાચાર કરી શકાય. નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયા વાપર્યા પરંતુ ગુજરાતની જનતાને પાણી પહોંચાડી શક્યા નહીં. ચેક ડેમો બન્યા પરંતુ ભૂગર્ભ જળ ઊંચા આવતા નથી અને કરોડો રૂપિયા ચવાઈ ગયા,  ભ્રષ્ટાચાર કરવા માટે પુલો બનાવવામાં આવે છે અને એ પુલ પડી જાય છે. ભાજપે મનરેગાના બોગસ મજૂરોના ખાતામાં પૈસા નાખીને ઉપાડી લેવાની કળા ભેટમાં આપી છે, શૌચાલય બનાવ્યા વગર બીજાના શૌચાલયના ફોટા પાડવાની કળા ભાજપે શીખવાડી છે. ભાજપ એટલું બેફામ બનીને ભ્રષ્ટાચાર કરે છે કે હવે ગુજરાતની જનતાએ જાગવાની જરૂરત છે. પાણીની ગુણવત્તામાં 30મા નંબર , કુપોષણમાં 31મા નંબરે, માથાદીઠ આવકમાં 10મા નંબરે અને શિક્ષણમાં 18માં નંબરે ગુજરાત છે, તો હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભાજપમાં અને પ્રધાનમંત્રીમાં જો શરમનો છાંટો હોય તો તેમણે ગુજરાતના જિલ્લા જિલ્લા જઈને વાઇબ્રન્ટના તાયફા બંધ કરી દેવા જોઈએ, કારણ કે તમારા તાયફાઓથી એક રૂપિયાનું FDI ગુજરાતમાં આવતું નથી. વિદેશી કંપનીઓ અહીંયાના ભ્રષ્ટાચાર અને અશાંતિથી થાકી ગઈ છે. માટે કોઈ વેપારી ગુજરાતમાં કોઈ નવું મૂડી રોકાણ કરવા માટે આવતો નથી. જેને પરિણામે ગુજરાતમાં બેરોજગારી કુદકેને ભૂસકે વધી રહી છે , ગુનાખોરી વધી રહી છે, ભાજપે નિખાલસતાથી સ્વીકારવું જોઈએ કે તેમને સત્તા ચલાવતા નથી આવડતી અને તેમણે નિખાલસતાથી રાજીનામું આપી દેવું જોઈએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

ઇશાન ટેક્નોલોજિસ પાર્ટનર ઇન્ટરકનેક્ટ અધિકાર પત્ર સાથે ગૂગલ ક્લાઉડ પર હાઇબ્રિડ નેટવર્ક  કનેક્શન્સને સપોર્ટ કરે છે
ઇશાન ટેક્નોલોજિસ પાર્ટનર ઇન્ટરકનેક્ટ અધિકાર પત્ર સાથે ગૂગલ ક્લાઉડ પર હાઇબ્રિડ નેટવર્ક કનેક્શન્સને સપોર્ટ કરે છે
May 10, 2023

સમગ્ર ભારતમાં મજબૂત હાજરી ધરાવતા અગ્રણી ICT ગ્રુપ, ઇશાન ટેક્નોલોજિસે અધિકૃત સેવા પ્રદાતા તરીકે ગૂગલ ક્લાઉડ સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. કંપનીનો ઉદ્દેશ્ય ક્લાઉડને અપનાવવાનો અને ભારતીય વ્યવસાયોની કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવવાનો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express