Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સોમનાથ મહાદેવના દર્શન કરી AAPએ ખેડૂત લડત શરૂ કરી, યાત્રા દરમિયાન ગામેગામ જશે

સોમનાથ મહાદેવના દર્શન કરી AAPએ ખેડૂત લડત શરૂ કરી, યાત્રા દરમિયાન ગામેગામ જશે

પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર AAP નેતાઓ. ગામેગામ જઈ ખેડૂતોની તકલીફો સાંભળશે, ભાજપ સરકારના અત્યાચાર વિરુદ્ધ બુલંદ અવાજ.

Gir somnath February 24, 2026
સોમનાથ મહાદેવના દર્શન કરી AAPએ ખેડૂત લડત શરૂ કરી, યાત્રા દરમિયાન ગામેગામ જશે

સોમનાથ મહાદેવના દર્શન કરી AAPએ ખેડૂત લડત શરૂ કરી, યાત્રા દરમિયાન ગામેગામ જશે

ગીર સોમનાથ : આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં શરૂ થઈ છે. યાત્રાના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોમાં આ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક ખેડૂતોએ યાત્રામાં જોડાઈને પોતાના હક્ક અને અધિકાર માટે લડત આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે. 54 લાખ ખેડૂતોના પરિવારો આજે પીડાઈ રહ્યા છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, પૂરતી વીજળી નથી મળતી, ખેડૂતોના ઉભા પાકમાં વીજળીના થાંભલાઓ નાંખવામાં આવે છે અને તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે, આ સિવાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર અને બિયારણ મળતું નથી અને પાક વીમા યોજનાનો પણ લાભ મળતો નથી. તો આવા ખેડૂતોના અનેક મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી હંમેશા મજબૂતાઈથી અવાજ ઉઠાવતી રહી છે. આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન પ્રવીણભાઈ રામ ખેડૂતો માટે લડત લડીને 108 દિવસ જેલમાં રહ્યા. છતાં પણ ખેડૂતોના મુદ્દાઓ ઉકેલાયા નથી જેના કારણે આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું કે આમ આદમી પાર્ટી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” શરૂ કરશે અને ખેડૂતોના અવાજને બુલંદ બનાવશે.
વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાની આગેવાનીમાં “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” ગુજરાતની વિવિધ વિધાનસભાઓમાંથી પસાર થશે. 8 માર્ચના રોજ યાત્રાની પુર્ણાહુતિ દરમિયાન ખેડૂત મહાસંમેલનનું આયોજન થશે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પધારશે. આ યાત્રા પૂર્ણ થશે ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાતના બીજા વિસ્તારોમાંથી બીજા દેવના દર્શન કરી અને આશીર્વાદ લઈને ખેડૂતો માટે બીજી એક યાત્રા શરૂ કરશે. હાલ અમારી સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો જોડાઈ રહ્યા છે. આ યાત્રા દરમિયાન અમારા આગેવાનો અને નેતાઓ ગામેગામ જશે અને ખેડૂતોની તકલીફો જાણશે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ  પ્રમુખ પ્રવિણ રામે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભગવાન ચંદ્રએ પણ પોતાના શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીંયા આવીને તપ કર્યું હતું તો એ જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ તેમની તકલીફોમાંથી મુક્ત કરવા માટે સોમનાથ દાદાના દર્શન કરીને એક તપ કરવા જઈ રહ્યા છીએ. ખેડૂતો માટે અમે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરવા માટે તૈયાર છીએ. 108 દિવસના જેલવાસ બાદ હું સૌ પ્રથમ વખત ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું, તેનો મને ખૂબ જ આનંદ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત છે, જેના કારણે અમને તમામ લોકોને ખૂબ જ ઉત્સાહ છે. અમે ખેડૂતોની વચ્ચે જઈશુ, તેમના પ્રશ્નો સાંભળીશું અને જેટલી પણ લડત લડવી પડે એટલી લડત લડવા તૈયાર છીએ કારણ કે સોમનાથ દાદાના આશીર્વાદ અમારી સાથે છે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા
ahmedabad
February 25, 2026

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન

ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું. 

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન

"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.

Braking News

સલમાન, શાહરૂખ કે આમિર નહીં, આ ખાન છે કંગના રનૌતનો ફેવરિટ 'ખાન'
સલમાન, શાહરૂખ કે આમિર નહીં, આ ખાન છે કંગના રનૌતનો ફેવરિટ 'ખાન'
August 14, 2024

ઈમરજન્સીના ટ્રેલર લોન્ચ પ્રસંગે કંગના રનૌતે ઘણી બાબતો પર ખુલીને વાત કરી હતી, જેમાં કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ ખાન એટલે કે શાહરૂખ, સલમાન અને આમિર વિશે પણ પોતાના મંતવ્યો શેર કર્યા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express