Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને દૂર કરવામાં આવે, ખેડૂતોને પંજાબની AAP સરકારની જેમ હેકટરે ₹50,000નું વળતર ચૂકવવામાં આવે, આવી કુલ 10 માંગો પર ખેડૂતોએ પોતાનું સમર્થન દર્શાવે છે: ઈસુદાન ગઢવી.

Ahmedabad December 15, 2025
ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત ; ખેડૂતોની માંગણીઓને મુદ્દે આવતીકાલે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા જશે. આ અંગે મીડિયા સાથે વાત કરતા AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂતો સાથે સતત અન્યાય કરી રહી છે.  જેના વિરોધમાં અમે આંદોલન છેડ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કર્યા બાદ રાજ્ય સરકારે કડદા પ્રથા ઓફિશિયલી બંધ કરી. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં 9 કિસાન મહાપંચાયત કરી. સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 8000થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત પણ કરી. ખેડૂતોને લઇને અમારા 10 મુદ્દાઓને લઇને જે માંગણીઓ છે તે માટે ખેડૂતોનું હસ્તાક્ષર કેમ્પિંગ ચલાવવામાં આવ્યું હતું. ગામડે-ગામડે અને તાલુકે-તાલુકે જઇને અમારી ટીમે ખેડૂતોના હસ્તાક્ષર લીધા હતા. લગભગ 80 હજારથી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને 10 મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી જે 10 માંગ છે, પ્રથમ માંગ છે કે તમામ મંડીઓમાંથી “કડદા પ્રથા” તાત્કાલિક બંધ કરવી. કડદા કરનારાઓને જેલ ભેગા કરવામાં આવે. 2. ખેડૂતોના પાકને APMC માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. 3. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત / ભાગીયાઓને પંજાબ સરકારની જેમ, પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર આપવું અને એક મહિનામાં જ ચુકવવાની જોગવાઈ કરવામાં આવે. 4. ડેરીમાં પશુપાલકોને તમામ સંઘોમાં ભાવફેરનો હિસાબ સીધો તેમના ખાતામાં અને સમયસર આપવામાં આવે. 5. ખેડૂતોને દિવસમાં 12 કલાક મફત વીજળી આપવામાં આવે. 6. હડદડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. 7. તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા MSP (ન્યુનત્તમ આધારભાવ) પર કરવામાં આવે. 8. ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરાવવામાં આવે. 9. શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે. 10. CCI દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરને બદલે 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવે. આ માંગણીઓને લઈને મુખ્યમંત્રી પાસે અમે મળવાનો સમય માંગ્યો છે. આવતીકાલે બપોરે 12:00 વાગ્યે મારા સહિત ધારાસભ્ય અને અમારું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળવા જશે. મુખ્યમંત્રીને આ 10 માંગણી અંગે રજૂઆત કરીશું. ભાજપ જો આ માંગણી પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી આંદોલન છેડશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

ટ્રેન બોગી અને કોચ વચ્ચે શું તફાવત છે? ચાલો જાણીએ
ટ્રેન બોગી અને કોચ વચ્ચે શું તફાવત છે? ચાલો જાણીએ
September 08, 2025

શું તમે જાણો છો કે ટ્રેન બોગી અને કોચ વચ્ચે શું તફાવત છે? જો તમે આ વાતથી અજાણ છો, તો કોઈ વાંધો નથી, ચાલો આજે આ સમાચાર દ્વારા આ વિગત જાણીએ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express