Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પોરબંદરથી જામનગર સુધી AAP કાર્યકરો ટાર્ગેટ પર: પ્રવીણ રામે વીડિયો દ્વારા ગુજરાતની જનતાને કરી અપીલ

પોરબંદરથી જામનગર સુધી AAP કાર્યકરો ટાર્ગેટ પર: પ્રવીણ રામે વીડિયો દ્વારા ગુજરાતની જનતાને કરી અપીલ

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે એક વીડિયો સંદેશ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારના ડરે ભાજપ હિટલરશાહી પર ઉતરી આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં AAPના 160 થી વધુ કાર્યકરો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. પ્રવીણ રામે ભાવુક થઈને જણાવ્યું કે ભાજપે એક દિવ્યાંગ કાર્યકર્તા પર હુમલો કરાવી તેના પર જ ગંભીર કલમો લગાવી જેલમાં નાખ્યો છે. 

Ahmedabad April 01, 2026
પોરબંદરથી જામનગર સુધી AAP કાર્યકરો ટાર્ગેટ પર: પ્રવીણ રામે વીડિયો દ્વારા ગુજરાતની જનતાને કરી અપીલ

પોરબંદરથી જામનગર સુધી AAP કાર્યકરો ટાર્ગેટ પર: પ્રવીણ રામે વીડિયો દ્વારા ગુજરાતની જનતાને કરી અપીલ

અમદાવાદ/ગુજરાત :  આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે તાજેતરમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, અને આ ચૂંટણીઓ પહેલાં જ ભાજપમાં ડર ફેલાઈ ગયો છે કે જનતા મત નહીં આપે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે અને લોકોને વધુ સમર્થન મળી રહ્યું છે, જેના કારણે ભાજપ આમ આદમી પાર્ટીને રોકવા અને તોડવા માટે અત્યાચાર અને ગંદી રાજનીતિ અપનાવી રહી છે. તેમણે જણાવ્યું કે રાજનીતિમાં મુદ્દાઓની લડાઈ હોવી જોઈએ, પરંતુ ભાજપ હિટલરશાહી પર ઉતરી આવી છે અને પોતાની સત્તા ટકાવવા માટે તમામ હદો પાર કરી દીધી છે. છેલ્લા ત્રણ મહિનામાં આમ આદમી પાર્ટીના ૧૬૦થી વધુ કાર્યકરો અને નેતાઓ પર ખોટા કેસો કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યા છે, માત્ર એટલા માટે કે તેઓ લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે અને જનતાનો આશીર્વાદ મેળવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમે ડરવાના નથી, અમે ઝુકવાના નથી, પરંતુ આ હકીકત ગુજરાતની જનતા સુધી પહોંચવી જરૂરી છે.

AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં પોરબંદર, જામનગર અને ખંભાળિયામાં ગંભીર ઘટનાઓ બની છે, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ટાર્ગેટ કરીને એક્ટિવા લઈને લોકો આવે છે, વાહનોને ટકરાવે છે, ઝગડા કરે છે, ગાડીના કાચ તોડી નાખે છે અને મારપીટ કરે છે. ત્યારબાદ જ્યારે કાર્યકરો ન્યાય માટે પોલીસ સ્ટેશન જાય છે, ત્યારે ફરિયાદ લેવાની બદલે તેમને જ આરોપી બનાવી દેવામાં આવે છે અને તેમની સામે એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી ગંભીર કલમો લગાવવામાં આવે છે. એક દિવ્યાંગ વ્યક્તિને પણ માર મારીને ફ્રેક્ચર કરવામાં આવ્યું હોવા છતાં તેની ફરિયાદ લેવામાં આવી નથી અને તેના પર જ કેસ કરવામાં આવ્યો છે, જેને તેમણે હિટલરશાહીની પરાકાષ્ઠા ગણાવી. તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી કે હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.અત્યાચાર છતાં પાર્ટી ડગવાની નથી અને લડત ચાલુ રાખશે. ભાજપને ખુલ્લો પડકાર આપતા તેમણે કહ્યું કે મેદાનમાં આવી લડે, અમે તૈયાર છીએ, ડરવાના નથી. પોલીસને પણ ભાજપના દબાણમાં કામ ન કરવાની અપીલ કરી. અંતમાં તેમણે ગુજરાતની જનતાને આવનારી ચૂંટણીઓમાં આ અત્યાચારનો જડબાતોડ જવાબ આપવા અપીલ કરી અને કહ્યું કે પથ્થરો ફેંકાશે તો પણ અમે તેને પગથિયા બનાવી આગળ વધતા રહીશું, પરંતુ અમને જનતાના આશીર્વાદની જરૂર છે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

surat
April 01, 2026

"ગુજરાતમાં AAP કાર્યકરો પર ૪૫ ખોટી FIR, પોલીસ તંત્રનો થઈ રહ્યો છે દુરુપયોગ":મનોજ સોરઠિયા

સુરતમાં AAP નેતા મનોજ સોરઠિયાએ ભાજપ સરકાર પર ૧૬૦ કાર્યકરોને ખોટી FIR દ્વારા નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. ડ્રગ્સ, દારૂ અને પોલીસ દમન મુદ્દે સરકારને ઘેરી.

કચ્છથી વલસાડ સુધી AAP કાર્યકર્તાઓ પર દમન: મનોજ સોરઠીયાએ જિલ્લાવાર FIR ના આંકડા જાહેર કર્યા
ahmedabad
April 01, 2026

કચ્છથી વલસાડ સુધી AAP કાર્યકર્તાઓ પર દમન: મનોજ સોરઠીયાએ જિલ્લાવાર FIR ના આંકડા જાહેર કર્યા

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુરતમાં આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં AAPના કાર્યકરો અને નેતાઓ પર 45 જેટલી ખોટી FIR કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ પોતાની ઘટતી લોકપ્રિયતાથી ગભરાઈને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને જનતાના મુદ્દા ઉઠાવનારા 160 થી વધુ કાર્યકરોને જેલમાં નાખવામાં આવ્યા છે. 

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ
ahmedabad
March 31, 2026

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ

રાજ્ય સરકાર દ્વારા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પસંદગીની હોટલોમાં દારૂના વેચાણની આંશિક છૂટ આપતા નવો વિવાદ વકર્યો છે. આ નિર્ણય સામે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગાંધીજીના આદર્શો પર ચાલતી આ પવિત્ર ભૂમિ પર દારૂનું વેચાણ શરૂ કરવું એ અત્યંત શરમજનક અને ખેદજનક છે.

Braking News

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના આગામી પ્રોજેક્ટ માટે ચાહકો ઉત્સાહિત
અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના આગામી પ્રોજેક્ટ માટે ચાહકો ઉત્સાહિત
September 05, 2023

17 વર્ષના અંતરાલ પછી મહાન અભિનેતા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના પુનઃમિલનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પંજાબના રાજકારણમાં મોટો વળાંક: કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળના દિગ્ગજ નેતાઓ 'આપ' માં જોડાયા
પંજાબના રાજકારણમાં મોટો વળાંક: કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળના દિગ્ગજ નેતાઓ 'આપ' માં જોડાયા
March 30, 2026
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express