AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે.
અમદાવાદ : અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ (the “Company”) તેના ઇક્વિટી શેરના આઈપીઓના સંદર્ભમાં તેની બિડ/ઇશ્યૂ મંગળવાર, 24 માર્ચ, 2026 ના રોજ ખોલશે અને તે શુક્રવાર, 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. આ આઈપીઓ સંપૂર્ણપણે રૂ. 4,400 મિલિયનનો ફ્રેશ ઇશ્યૂ છે.
પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 8,27,96,840 ઇક્વિટી શેર્સ હાલની તારીખે બાકી છે. કંપની ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી અંદાજિત રૂ. 4,400 મિલિયનની ચોખ્ખી આવકનો ઉપયોગ તેની કાર્યકારી મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ (collectively, the “Object of Issue”) માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને કીનોટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (“Book Running Lead Managers” or “BRLMs”) છે. કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. આ ઇક્વિટી શેર્સ કંપનીના 12 માર્ચ, 2026 ના રોજના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) દ્વારા જારી કરવામાં આવી
રહ્યા છે જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી-2, સેન્ટ્રલ દિલ્હી (“RoC”) માં ફાઇલ કરવામાં આવ્યા છે. કંપનીના શેર્સનું બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, collectively the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
કંપની ભારતની બાસમતી ચોખા અને અન્ય એફએમસીજી પ્રોડક્ટ્સનું પ્રોસેસિંગ તથા નિકાસ કરે છે. કંપની દ્વારા કરાયેલા CARE રિપોર્ટ મુજબ, આવકના આધારે તે પોતાની સમકક્ષ કંપનીઓમાં ત્રીજા સ્થાને છે. કંપની એવી જૂજ ભારતીય બ્રાન્ડેડ રાઇસ કંપનીઓમાંની એક છે જેણે એફએમસીજી સ્ટેપલ્સ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. કંપની માને છે કે બાસમતી ચોખાના સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં હાજરી ધરાવતી અને સંપૂર્ણપણે એકીકૃત કામગીરી ધરાવતી તે ભારતની જૂજ કંપનીઓમાંની એક છે. તેની કામગીરીમાં ખરીદી, સંગ્રહ, પ્રોસેસિંગ, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કંપનીએ એફએમસીજી પ્રોડક્ટ્સમાં પણ ડાયવર્સિફિકેશન કર્યું છે, જેમાં રસોડાની આવશ્યક વસ્તુઓ જેમ કે લોટ, મેંદો, સોજી, બેસન, મીઠું અને ખાંડનો સમાવેશ થાય છે. કંપની પોતાની ફ્લેગશિપ રજિસ્ટર્ડ અને ટ્રેડમાર્ક કરેલી બ્રાન્ડ “AEROPLANE” હેઠળ પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે અને વિવિધ પ્રોડક્ટ્સ માટે 40થી વધુ સબ-બ્રાન્ડ્સ ધરાવે છે, જેમાં “Aeroplane La-Taste”, “Aeroplane Classic”, “Ali Baba”, “World Cup” અને “Jet” સહિતના બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખ સુધીમાં કંપનીએ કુલ 100 ટ્રેડમાર્ક્સ નોંધાવ્યા છે, જેમાંથી 70 ટ્રેડમાર્ક ભારતમાં અને 30 ટ્રેડમાર્ક યુરોપ, એશિયા અને આફ્રિકા સહિતના 26 દેશોમાં નોંધાયેલા છે, તેમજ ભારતમાં 22 કોપીરાઇટ્સ પણ નોંધાયેલા છે. કંપની વિવિધ ભાવ શ્રેણી અને ગ્રાહક વર્ગોને ધ્યાનમાં રાખીને વિવિધ બ્રાન્ડ્સ દ્વારા પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ રજૂ કરે છે.
કંપનીની પ્રોડક્ટ્સને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચી શકાય છે: (1) ચોખા અને (2) એફએમસીજી પ્રોડક્ટ્સ. ચોખાના વિભાગમાં બાસમતી ચોખા ઉપરાંત કોલમ રાઇસ, સોના મસૂરી, ઇડલી રાઇસ અને પોની રાઇસ જેવા વિશિષ્ટ ચોખાનો સમાવેશ થાય છે. બાસમતી ચોખાને અનાજના પ્રકાર અને મિશ્રણ, બ્રાન્ડ, લક્ષ્ય ગ્રાહકો અને કિંમતના આધારે “પ્રિમિયમ”, “મિડિયમ”, “વેલ્યુ” અને “HORECA” વિભાગોમાં વહેંચવામાં આવે છે. એફએમસીજી વિભાગમાં રસોડાની વપરાતી આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે ઘઉંનો લોટ (આટા), રિફાઇન્ડ ઘઉંનો લોટ (મેંદો),ચણાનો લોટ (બેસન), ઇન્સ્ટન્ટ ફિર્ની, ઇડલી રાઇસ ફ્લોર, મીઠું, સોજી અને ખાંડનો સમાવેશ થાય છે.
કંપની દેશના બજારમાં તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં રાઇસ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે, જ્યારે એફએમસીજી પ્રોડક્ટ્સનું વેચાણ માત્ર દેશના બજારમાં થાય છે. 28 ફેબ્રુઆરી, 2026 સુધી કંપનીએ ચાર ખંડોમાં આવેલા 38થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ્સની નિકાસ કરી છે. આ જ તારીખે કંપની પાસે ભારતમાં પંજાબ, હરિયાણા અને નવી દિલ્હી રાજ્યોમાં વ્યૂહાત્મક રીતે સ્થિત ત્રણ મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ અને પેકેજિંગ એકમો કાર્યરત હતા. 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છ મહિના દરમિયાન કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 10,212.46 મિલિયન રહી હતી અને ચોખ્ખો નફો રૂ. 486.54 મિલિયન રહ્યો હતો. 31 માર્ચ, 2025ના વર્ષ માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 20,016.47 મિલિયન રહી હતી, જ્યારે 31 માર્ચ, 2023ના વર્ષ માટે તે રૂ. 13,158.48 મિલિયન હતી. 31 માર્ચ, 2025ના વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 608.22 મિલિયન રહ્યો હતો, જ્યારે 31 માર્ચ, 2023ના વર્ષ માટે તે રૂ. 174.96 મિલિયન હતો.
આ ઇશ્યુ બુક-બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા બહાર પાડવામાં આવી રહ્યો છે, જેમાં કુલ ઇશ્યુમાંથી મહત્તમ 50 ટકાથી વધુ હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સને ફાળવવામાં આવશે અને લઘુતમ 15 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સને ફાળવવામાં આવશે. લઘુતમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે.
ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.
ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.