જે લોકો વર્ષોથી રહેતા હતા, AMC એમના બંગલા તોડવા જઈ રહી છે: ઈસુદાન ગઢવી
અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. 30 વર્ષ બાદ આ તમામ મકાન ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવતા રહીશો ચિંતામાં મૂકાયા છે.
અમદાવાદ / ગુજરાત : અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. 30 વર્ષ બાદ આ તમામ મકાન ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવતા રહીશો ચિંતામાં મૂકાયા છે. આ મુદ્દે વાત કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલી લોલમલોલ ચાલે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. મુખ્યમંત્રીનાં મતવિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં જે પ્લોટ પર બંગલા બનાવવાના હતા, એની જગ્યાએ બિલ્ડરે બીજા પ્લોટમાં બંગલા બનાવ્યા અને 30 વર્ષ બાદ AMCને આની જાણ થઈ, તો હવે આમાં ભૂલ કોની છે ? હજારો કરોડ રૂપિયા બિલ્ડરે કમાઈ લીધા.
આ જ મુખ્યમંત્રીનાં મત વિસ્તારમાં આવેલ એ બંગલા જેમાં વર્ષોથી લોકો રહેતા તે બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 30 વર્ષે જ્ઞાન થયું છે અને હવે તોડવા નિકળ્યા છે. જે લોકોએ આ સોસાયટીમાં બંગલા ખરીદ્યા છે તેનો શું વાંક? બિલ્ડરે છેતરપિંડી કરી છે તેને પકડો. એમાં પણ 41 કરોડની નોટિસ પાઠવવામાં આવી છે, તો આ 41 કરોડ બિલ્ડર પાસેથી લો. જે બિલ્ડરે આ બંગલા વેચ્યા છે તેના પર કલમ 420ની ફરિયાદ થવી જોઇએ અને બિલ્ડરને જેલમાં ધકેલવા જોઇએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સોસાયટીમાં જે લોકોનો પ્લોટ છે તેને બીજી જગ્યાએ પ્લોટ આપવો જોઇએ. ભાજપે બંગલામાં રહેતા માલિકો અને વૃદ્ધોને રોડ પર કરી લીધા છે. આ લોકો અગાઉ મુખ્યમંત્રીને પણ મળવા ગયા હતા. જો આવતીકાલે અમને મુખ્યમંત્રીએ સમય આપ્યો તો આ સોસાયટીનો મુદ્દો પણ ઉઠાવીશ અને કહીશ તે તમારાથી ન થતું હોય તો અમે કરી દઇએ. 30 વર્ષથી જે ઘરમાં રહે છે તે ઘરમાં બુલડોઝર ફેરવી દેવામાં આવશે તો આ લોકો ક્યાં જશે ? એમાં પણ અધિકારીઓ અને બિલ્ડરોની ભુલનાં કારણે, જેને બંગલા ખરીદ્યા છે તેની કોઇ ભૂલ નથી. આ સરકાર ચાલે છે કે સર્કસ ચાલે છે તે જ ખબર પડતી નથી.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.