બજાજ આલિયાન્ઝ લાઇફ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે ગ્રૂપ ટર્મ લાઇફ પ્લાન રજૂ કર્યો
ભારતની અગ્રણી ખાનગી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકો માટે કિફાયતી પ્રિમીયમમાં રક્ષણ આપતો નોન-લિન્ક્ડ નોન પાર્ટિસિપેટીંગ ગ્રૂપ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન બજાજ આલિયાન્ઝ લાઇફ ગ્રૂપ ટર્મ લાઇફ પ્લાન શરૂ કર્યો છે
નવી દિલ્હી : ભારતની અગ્રણી ખાનગી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકો માટે કિફાયતી પ્રિમીયમમાં રક્ષણ આપતો નોન-લિન્ક્ડ નોન પાર્ટિસિપેટીંગ ગ્રૂપ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન બજાજ આલિયાન્ઝ લાઇફ ગ્રૂપ ટર્મ લાઇફ પ્લાન શરૂ કર્યો છે. આ અનોખા પ્લાનમાં ગ્રાહકો પૂરતા લાઇફ કવર માટે નાની રકમ ચૂકવીને પોતાનું વીમા રક્ષણ મેળવી શકે છે, અને એ રીતે સ્વજનોને લાંબા ગાળાની નાણાકીય સલામતી પૂરી પાડી શકે છે.
વધુમાં, સામાન્ય રીતે પરિવારમાં કમાણી કરતી વ્યક્તિ એવા પોલિસીધારકનાં અવસાનનાં સંજોગોમાં બજાજ આલિયાન્ઝ લાઇફ ગ્રૂપ ટર્મ લાઇફ મૃતકના પરિવારજનોને તાત્કાલિક ખર્ચને પહોંચી વળવા માટે ઉચ્ચક રકમ અને 5,7 કે 10 વર્ષનાં સમયગાળા માટે પરિવારજનોને નિયમિત માસિક રકમ આપે છે. બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર અને હેડ ધીરજ સહેગલે જણાવ્યું હતું કે, “પોલિસીધારકના જીવનનાં લક્ષ્યાંકો પૂરા કરનાર તરીકે અમે અમારા તમામ ગ્રાહકોને તેમનાં પરિવારજનોની નાણાકીય સલામતી માટે અનોખી પ્રોડક્ટ્સ આપવા માટે આતુર હોઇએ છીએ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (IPPB) સાથે અમારી ભાગીદારી અમને દેશભરનાં ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવાનાં અમારા વિઝનને પૂર્ણ કરવામાં મદદ કરે છે.
અમારી અનોખી પ્રોડક્ટ IPPB સાથે બેન્કિંગ કરતા પરિવારજનોને કમાણી કરનાર વ્યક્તિનાં અવસાનનાં સંજોગોમાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે તેનું નીચું પ્રિમીયમ અને ઊંચું કવર ગ્રાહકોને પોતાના પરિવારજનોનાં રક્ષણ માટે આકર્ષશે અને કમાનાર વ્યક્તિની ગેરહાજરી છતાં પોતાનાં જીવન લક્ષ્યાંકો યોગ્ય દિશામાં છે તે સુનિશ્ચિત કરશે.”
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ચીફ જનરલ મેનેજર અને ચીફ સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર ગુરુશરણ રાય બંસલે જણાવ્યું હતું કે, “પોતાના નાણાકીય અને જીવન લક્ષ્યાંકો પૂરા કરવા ઝંઝટમુક્ત યાત્રા માટે લાઇફ ઇન્શ્યોરન્સ એ સૌથી જરૂરી ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સમાંની એક છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક વિવિધ બચત, રક્ષણ અને એન્યુઇટી પ્રોડક્ટ્સ દ્વારા વંચિત વર્ગોને ઇન્શ્યોરન્સ વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
નાણાકીય સર્વસમાવેશિતાના સરકારના મિશનને અનુરુપ અમે અમારા ગ્રાહકોને બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડની નવા ગ્રૂપ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા લાઇફ ઇન્શ્યોરન્સ ઓફરનુ વિસ્તરણ કરવા પ્રતિબધ્ધ છીએ. ગ્રાહકોને કિફાયતી લાઇફ ઇન્શ્યોરન્સ પૂરાં પાડવાનો તેનો અનોખો લાભ છે અને આજીવિકા કમાનારનાં કસમયે અવસાનની સ્થિતિમાં પરિવારની તાત્કાલિક અને લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે. બેન્કિંગ એક્સેસ પોઇન્ટ્સનાં અમારા વિસ્તૃત અને મજબૂત નેટવર્ક ગ્રામીણ ડાક સેવક અને પોસ્ટમેનની મદદથી છેવાડાના માનવી સુધી લાઇફ ઇન્શ્યોરન્સનો પ્રસાર કરી શકીશું અને ગ્રાહકોને તેમનાં ફાઇનાન્સિયલ અને લાઇફ ગોલ્સ સર્વસમાવેશી રીતે પૂરાં કરવામાં મદદ કરશે.”
ઇન્કમ બેનિફિટ ઓપ્શનનાં ભાગ રૂપે નોમિનીને સમ એશ્યોર્ડનો કેટલોક હિસ્સો ઉચ્ચક રકમ તરીકે મળશે અને બાકીની રકમ નક્કી કરેલા સમયગાળામાં માસિક હપ્તા પેટે મળશે.
મેડિકલ તપાસની જરૂર નથી, જો કે આરોગ્ય સારું હોવાનું ડેક્લરેશન આપવાનું રહેશે
કિફાયતી પ્રિમીયમ રકમ.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.