Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે ૪૪,૮૦૦ લાખની માતબર રકમને મંજૂરી અપાઈ

રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે ૪૪,૮૦૦ લાખની માતબર રકમને મંજૂરી અપાઈ

ગુજરાતના ગામડાઓની પાયાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરતી “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના”, ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાને કુલ રૂ. ૫૧૦૦ લાખની વિશેષ ગ્રાન્ટ

Ahmedabad April 29, 2023
રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે ૪૪,૮૦૦ લાખની  માતબર રકમને મંજૂરી અપાઈ

રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે ૪૪,૮૦૦ લાખની માતબર રકમને મંજૂરી અપાઈ

આયોજનના વિકેન્દ્રિકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં હરહંમેશ અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકારની આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના” તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના ગ્રામીણ વિસ્તારની યોજના હોવાથી આ યોજના હેઠળ ગામડાઓમાં આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા, ઘન કચરાનો નિકાલ અને પીવાલાયક શુદ્ધ પાણી જેવી ન્યૂનત્તમ અને મૂળભૂત જરૂરિયાતોના કામો હાથ ધરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં ATVT યોજના માટે રૂ.૪૪,૮૦૦ લાખની માતબર જોગવાઈ કરવામાં આવી છે, તેને રાજ્યના નાણા વિભાગ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતના ગામડાઓના વિકાસ માટે આ ગ્રાન્ટની તાલુકાવાર સપ્રમાણમાં વહેંચણી મુજબ ફાળવણી કરવામાં આવશે. વધુમાં, ATVT યોજના હેઠળ મળતી ગ્રાન્ટની મુખ્ય ૪ કાર્યક્રમ હેઠળ ફાળવણી કરવામાં આવે છે. જેમાં પ્રથમ તાલુકા સેન્ટ્રીક એપ્રોચ અનુસાર દરેક તાલુકાને મળવાપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારબાદ પ્રાંત અધિકારીને તાલુકાદીઠ રૂ. ૨૫ લાખ લેખે મળવાપાત્ર ગ્રાન્ટની ફાળવણી કરાય છે. આ સિવાય પ્રાંત અધિકારી દીઠ પણ રૂ. ૨૫ લાખ લેખે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

ઉપરાંત રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાઓને પણ વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાને કુલ રૂ. ૫૧૦૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તાલુકાને વિકાસનું એકમ ગણીને રાજ્ય સરકારે ‘તાલુકા સેન્ટ્રીક એપ્રોચ’ અપનાવીને વર્ષ ૨૦૧૦-૧૧થી તાલુકામાં આવેલ ગામડાઓની સંખ્યાને ધ્યાને લઇ તાલુકાવાર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૧૧-૧૨થી તાલુકા સરકારનો અભિગમ અપનાવીને રાજ્ય સરકારે છેવાડાના માનવીનું જીવનધોરણ વધુ સુધારવા અને પાયાની મૂળભૂત જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા રૂ. ૩૭,૫૨૫ લાખની જોગવાઈ સાથે ATVT યોજના અમલમાં મૂકી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

બ્રેકિંગ: પાકિસ્તાની એજન્ટ સાથે DRDOના વરિષ્ઠ વૈજ્ઞાનિકની સંડોવણી, મહારાષ્ટ્ર ATS દ્વારા ધરપકડ
બ્રેકિંગ: પાકિસ્તાની એજન્ટ સાથે DRDOના વરિષ્ઠ વૈજ્ઞાનિકની સંડોવણી, મહારાષ્ટ્ર ATS દ્વારા ધરપકડ
May 06, 2023

એક કૌભાંડનો પર્દાફાશ: મહારાષ્ટ્ર ATS એ પાકિસ્તાની એજન્ટ સાથે સાંઠગાંઠ અને ગોપનીય માહિતી શેર કરવા બદલ ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકની ધરપકડ કરી. હવે વિશિષ્ટ વિગતો મેળવો!

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express