અવાડા એનર્જીએ જીયુવીએનએલ તરફથી 400 મેગાવોટ (ડીસી) સોલર પ્રોજેક્ટ માટે એલઓઆઈ મેળવ્યો
કંપનીએ ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા હેઠળ જીયુવીએનએલ તરફથી રૂ.2.75/kWhના દરે બેઝ કેપેસિટી હેઠળ 200 મેગાવોટ અને
રૂ. 2.71/kWhના દરે ગ્રીન શૂ વિકલ્પ હેઠળ બીજા 200 મેગાવોટ અને ત્યારબાદ ઇ-રિવર્સ હરાજી જીતી
રિન્યુએબલ પાવર જનરેશન, સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ, ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન એમોનિયા પ્રોડક્શનમાં વ્યાપારિક હિતો ધરાવતા
ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ એનર્જી ગ્રુપ અવાડા ગ્રુપની પાંખ અવાડા એનર્જીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUNLNL) તરફથી 400 મેગાવોટ (ડીસી) સોલર પ્રોજેક્ટ સ્થાપવા માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) પ્રાપ્ત થયો છે.
કંપનીએ ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા હેઠળ જીયુવીએનએલ તરફથી રૂ. 2.75/kWhના દરે બેઝ કેપેસિટી હેઠળ 200 મેગાવોટ અને રૂ. 2.71/kWhના દરે ગ્રીન શૂ વિકલ્પ હેઠળ બીજા 200 મેગાવોટ અને ત્યારબાદ ઇ-રિવર્સ હરાજી જીતી હતી.
કમિશનિંગ બાદ પ્લાન્ટ દર વર્ષે 740 મિલિયન યુનિટ ગ્રીન ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરશે જેના પગલે વાર્ષિક લગભગ 6,88,940 ટન કાર્બન ડાયોક્સાઈડ જેટલા ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ સોલાર પ્રોજેક્ટ પાંચ લાખ પરિવારોને ગ્રીન પાવર પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.
બિડની શરતો મુજબ પ્રોજેક્ટમાંથી પેદા થતી સૌર ઊર્જા જીયુવીએનએલને 25 વર્ષ માટે સપ્લાય કરવામાં આવશે અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ (PPAs)ના અમલીકરણની તારીખથી 18 મહિનાની અંદર પ્રોજેક્ટ્સ પૂરો કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ જીતવા અંગે અવાડા એનર્જીના સીઈઓ શ્રી કિશોર નાયરે જણાવ્યું હતું કે “અમારી સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગુજરાતમાં પ્રોજેક્ટ જીતવાથી રાજ્યમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અમારી હાજરી વધુ મજબૂત બનશે. ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે દેશની સફરમાં અમે
મહત્વપૂર્ણ યોગદાન આપવાનું ચાલુ રાખવા માટે પ્રયત્નશીલ છીએ.”
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.