Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ

જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ

2 થીમ પર કરવામાં આવેલ પેનલ ડિસ્કશનમાં એકેડમીક અને ઈન્ડસ્ટ્રીઝના 44થી વધુ તજજ્ઞો જોડાયા

Ahmedabad April 19, 2023
જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ

જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ

અમદાવાદ : વર્તમાન સમયમાં ટેક્નોલોજી અને ટેક્નોક્રેટ્સે સમન્વય સાંધીને કાર્યરત રહેવું અતિ આવશ્યક છે. જેના થકી ઈન્ડસ્ટ્રીઝની માંગ  આધારીત જરૂરીયાતો પૂરી કરવામાં સરળતા રહે છે. ટેક્નોકેટ્સ પણ આ પ્રણાલીથી અવગત થાય અને તેને અનુસરે તે હેતુસર, તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ -2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે,  નવીનત્તમ ટેક્નોલોજીથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને હરહંમેશ અવગત રહેવું અનિવાર્ય છે. આ પ્રકારની એકેડમીક મીટ ટેક્નોક્રેટ્સ અને ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે સાકારાત્મક સેતુનું કાર્ય કરે છે. જે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગવંતુ બનાવશે.

જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર, જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલ , ડિપાર્ટમેન્ટ ઑફ એન્જિનિયરીંગના ડિન ડૉ. જી.પી. વડોદરીયા , IIT ગાંધીનગરના એડવાઈઝર શ્રી નિર્મલ ઝા , ગેશીયાના ડાયરેક્ટર અને ચેરમેન શ્રી પ્રણવ પંડ્યા સહિત ઈન્ડસ્ટ્રીઝના 44થી વધુ તજજ્ઞો આ પ્રસંગે હાજર રહ્યા હતાં. જુદી- જુદી 2 થીમ જેવી કે , “ ચેલેન્જીસ ઑફ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂશન્સ ટુ મીટ  ઈન્ડસ્ટ્રીઝ રીક્વાર્યમેન્ટ ઈન ધ વ્યૂવ ઑફ  ચેન્જીંગ ડાયનેમીક્સ ઑફ એકેડેમીયા”  અને  “રોલ ઑફ ઈન્ડસ્ટ્રીઝ ટુ ઈમ્પ્રુવ એમ્પ્લોઈબીલીટી એન્ડ ટુ પ્રમોટ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોર્શિપ એટ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂશન્સ”  પર પેનલ મેમ્બર્સ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં દર્શાવ્યા મુજબ, સ્કીલ બેઈઝ્ડ ટેક્નિકલ શિક્ષણ પૂરૂં પાડવા માટે ઈન્ડસ્ટ્રીઝની માંગ અને જરૂરીયાત સંબધીત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને પણ સમયાંતરે ઈન્ડસ્ટ્રીઝની અદ્યતન ટેક્નોલોજીની ટ્રેનિંગ મળતી રહેવી જોઈએ. જેનાથી તેઓ નવીનત્તમ ટેક્નોલોજી માટેના જ્ઞાનની આપ-લે કરી શકે.

આ મીટ દરમિયાન પેનાલિસ્ટ દ્વારા રીસર્ચ અને ઈનોવેશન તથા શૈક્ષણીક વર્ષ દરમિયાન ઈન્ડસ્ટ્રીઝ ઈન્ટર્નશીપ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેનાથી આગામી દિવસોમાં વૈશ્વિક ધરાધોરણ આધારીત ઈન્ડસ્ટ્રીઝની માંગને પૂરી કરીને સ્કીલ બેઈઝ્ડ ટેક્નોક્રેટ રીસર્ચ અને ઈનોવેશનમાં પણ  સવિશેષ યોગદાન આપી શકશે.

ઉદ્યોગસાહસીકત્તા માટે પણ વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તરફ આકર્ષિત થશે. જે તેઓના પ્લેસમેન્ટ સંબધીત પણ ફાયદાકારક નિવડશે. વિશેષમાં આ પ્રસંગે સાયબર સિક્યોરીટી , મોબાઈલ એપ્લિકેશન અને વેબ તથા ક્લાઉડ સિક્યોરીટી અને તેના રીસર્ચ અર્થે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થી અને ફેકલ્ટીઝ પણ વિવિધ સ્કીલ બેઝ્ડ પ્રોગ્રામમાં ભાગ લઈને તાલીમ મેળવી શકે તે માટે, જીટીયુ અને ગેશીયા આઈટી એસોસીયેશન વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા હતાં. જીટીયુના કુલપતિ , કુલસચિવ અને જીસેટના ડાયરેક્ટરશ્રીએ ઈન્ડસ્ટ્રીઝ મીટના સફળ આયોજન બદલ જીટીયુ જીસેટના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ahmedabad
June 14, 2025

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર
ahmedabad
June 14, 2025

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર

અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!  

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર
June 13, 2025

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર

ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.

Braking News

હિટ વેવની આગાહીના પગલે ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
હિટ વેવની આગાહીના પગલે ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
March 26, 2025

નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે.
 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express