Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આચાર્ય દેવવ્રતજીનો ગ્રામ્ય પ્રવાસ, ગાય-ખેતી અને પ્રાકૃતિક કૃષિનો સંદેશ

આચાર્ય દેવવ્રતજીનો ગ્રામ્ય પ્રવાસ, ગાય-ખેતી અને પ્રાકૃતિક કૃષિનો સંદેશ

ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવમાં ખેડૂતના ઘરે ગાય દોહી, ખેતરમાં કામ કર્યું અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું – ખેડૂતો પ્રેરિત.

Rajkot December 26, 2025
આચાર્ય દેવવ્રતજીનો ગ્રામ્ય પ્રવાસ, ગાય-ખેતી અને પ્રાકૃતિક કૃષિનો સંદેશ

આચાર્ય દેવવ્રતજીનો ગ્રામ્ય પ્રવાસ, ગાય-ખેતી અને પ્રાકૃતિક કૃષિનો સંદેશ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું. ખેતી, ગાય અને ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્વ સમજાવતા રાજ્યપાલશ્રી આજે વહેલી સવારે ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી પંકજભાઈ મારકણાના ખેતર પર પહોંચ્યા હતા. અહીં તેમણે બળદ ગાડું ચલાવ્યું હતું. બાદમાં ખેતરમાં જાતે જ મકાઈની કાપણી કરીને ગાય માટે ચારો તૈયાર કર્યો હતો. પછી ગાયને ચારો આપીને દોહન કર્યું હતું. તેમણે પંકજભાઈના ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક પદ્ધતિથી ઊગેલા ચણા, વટાણા સહિતના પાકનું નિરીક્ષણ કર્યું હતું. આ પાકમાં ફૂલ તેમજ ચણાના ફળ ખૂબ સારા જોવા મળ્યા અને તમામ પાક કીટક અને બીમારીમુક્ત જોવામાં આવ્યો હતો.

ખેડૂત શ્રી પંકજભાઈ મારકણાની દીકરી એન.સી.સી.માં હોવાનું જાણીને રાજ્યપાલશ્રીએ  આનંદ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, અભ્યાસ પણ જરૂરી છે અને કૃષિ કાર્ય પણ જરૂરી છે. આ સમયે આસપાસના ખેડૂતો રાજ્યપાલશ્રીને મળવા પહોંચ્યા હતા. આ તકે રાજ્યપાલશ્રીએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. જીવામૃત, ઘન જીવામૃત કેમ બનાવાય તેની સરળ અને ઊંડાણપૂર્વકની માહિતી સાથે તેના અગણિત ફાયદા જાણીને ખેડૂતો પ્રેરિત થયા હતા.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જમીન એટલી ફળદ્રુપ અને શક્તિશાળી બને છે કે તેમાં બીમારીઓ આવતી નથી. તેમણે ખેડૂતોને ખાસ આગ્રહ કર્યો હતો કે, આ પ્રાકૃતિક ખેતર જોઈને પ્રેરણા લો અને રાસાયણિક ખાતર છોડો. તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવો અને જમીનને સોના જેવી ઉપજાઉ બનાવો.

રાજ્યપાલશ્રીની વાત સાંભળીને ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આમ અહીંનું ખેતર આજે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની જીવંત પાઠશાળા બની ગયું હતું.
બાદમાં રાજ્યપાલશ્રીએ કપાસના એક ખેતરમાં કપાસ વીણવાનું કામ ચાલતું જોઈ ખેતરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને જાતે કપાસના કાલા વીણ્યા હતા અને ખેડૂત સાથે સંવાદ કરતા તેને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

એક્સક્લુઝિવ: મહારાષ્ટ્ર ટેરર કેસમાં આરોપી છુપાયેલા લેબ ઇક્વિપમેન્ટ સાથે પકડાયો
એક્સક્લુઝિવ: મહારાષ્ટ્ર ટેરર કેસમાં આરોપી છુપાયેલા લેબ ઇક્વિપમેન્ટ સાથે પકડાયો
August 01, 2023

મહારાષ્ટ્ર આતંકવાદી કેસમાં એક મહત્વપૂર્ણ અપડેટ આપતા, એટીએસએ નિર્ણાયક પુરાવા જપ્ત કર્યા છે જે ન્યાયની શોધમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આરોપીએ મોટા અને વધુ જટિલ નેટવર્કનો ઈશારો કરીને બોમ્બ બનાવવાના રસાયણો અને લેબના સાધનો છુપાવ્યા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express