આચાર્ય દેવવ્રતજીની સાદગી, પ્રાથમિક શાળાના ઓરડામાં રાત વિતાવી – યોગ સાથે સવાર
ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવ પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું – વહેલી સવારે બાળકો સાથે યોગાભ્યાસ, સાદગીનો સંદેશ.
રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. ગ્રામ્ય જીવનની સાદગીને અનુરૂપ લુણીવાવ પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં તેઓ રાત રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલશ્રી ગામડાઓની તેમની મુલાકાત દરમિયાન સાદગીપૂર્ણ જીવનશૈલી પર ભાર આપી તદૃન પ્રાથમિક સુવિધાઓ ધરાવતા સરકારી શાળા કે પંચાયત ભવન પ્રકારના સરકારી આવાસોમાં રોકાણ કરે છે.
રાજ્યપાલશ્રીએ શાળા ખાતે વહેલી સવારે નિત્યક્રમ મુજબ યોગાભ્યાસ કર્યો હતો. જેમાં શાળાના બાળકો પણ જોડાયા હતા. સૂક્ષ્મ વ્યાયામ સાથે યોગનો આરંભ કરવામાં આવ્યો હતો. બાદમાં ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ સહિતના પ્રાણાયામો, વિવિધ યોગાસનો કરવામાં આવ્યા હતા. દરમિયાન રાજ્યપાલશ્રીએ આ તમામના ફાયદા પણ બાળકોને વર્ણવ્યા હતા. બાદમાં રાજ્યપાલશ્રી અને બાળકોએ સ્ફૂર્તિ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા.
આ તકે તેમણે સ્વચ્છતા સાથે સાદગી અને શિક્ષણ સાથે સંસ્કાર પર ભાર મૂક્યો હતો. આ શાળામાં નિયમિત રીતે યોગ શીખવવામાં આવતા હોવાનું જાણીને રાજ્યપાલશ્રીએ આનંદ વ્યક્ત કર્યો તથા શિક્ષકોને બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.