Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અદાણી ઈલેક્ટ્રિસિટીએ 100% ક્લીન એનર્જી પૂરી પાડી ઈતિહાસ રચ્યો!

અદાણી ઈલેક્ટ્રિસિટીએ 100% ક્લીન એનર્જી પૂરી પાડી ઈતિહાસ રચ્યો!

દિવાળીને ‘ગ્રીન અને ક્લીન’ બનાવવા અદાણી ઈલેક્ટ્રીસીટીએ મહત્વપૂર્ણ પર્યાવરણીય પહેલ કરી ઈતિહાસ રચ્યો છે.

Mumbai November 20, 2023
અદાણી ઈલેક્ટ્રિસિટીએ 100% ક્લીન એનર્જી પૂરી પાડી ઈતિહાસ રચ્યો!

અદાણી ઈલેક્ટ્રિસિટીએ 100% ક્લીન એનર્જી પૂરી પાડી ઈતિહાસ રચ્યો!

દિવાળીને ‘ગ્રીન અને ક્લીન’ બનાવવા અદાણી ઈલેક્ટ્રીસીટીએ મહત્વપૂર્ણ પર્યાવરણીય પહેલ કરી ઈતિહાસ રચ્યો છે. પ્રકાશપર્વે માયાનગરી મુંબઈને અદાણી ઇલેક્ટ્રિસિટીએ 100% ક્લીન વીજળી પૂરી પાડી 1.2 કરોડ લોકોને સમાવતા 30 લાખ ઘરો/સંસ્થાઓને સ્વચ્છ પ્રકાશ ઉર્જાથી જગમગાવ્યા છે. આ પહેલને ટકાઉ ભવિષ્ય તરફનું  મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

પાવર સેક્ટરમાં અગ્રણી અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડે (AEML) દિવાળી દરમિયાન સંપૂર્ણ રિન્યુએબલ વીજળી પૂરી પાડીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 12 નવેમ્બરના રોજ, સવારે 10 કલાકથી લઈને બપોરે 2 કલાક સુધી કંપનીએ સૌર અને પવન જેવા રિન્યુએબલ એનર્જી આધારિત સ્ત્રોતોથી ગ્રાહકોને વીજળી પૂરી પાડી છે. તહેવારોની સિઝનમાં સતત 4 કલાક સુધી મહાનગર સ્વચ્છ ઉર્જાથી સંચાલિત રહ્યું હતું.

અદાણી ઈલેક્ટ્રીસિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ઇતિહાસમાં સૌપ્રથમ વખત 12 મિલિયનથી વધુ મુંબઈગરાઓના 3 મિલિયન ઘરો અને સંસ્થાઓને સંપૂર્ણપણે "સ્વચ્છ" રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતો દ્વારા વિજળી પૂરી પાડવામાં આવી છે. આ સ્મારક સિદ્ધિ ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે અમારું સમર્પણ દર્શાવે છે.”  

2023માં કંપનીએ નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ગ્રાહકોની 38 ટકા વીજળીની જરૂરિયાતો સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 2027 સુધીમાં AEML 60 ટકાનું રિન્યુએબલ ઉર્જા આધારિત વીજળી પૂરી પાડવા આગળ વધી રહી છે. AEML ભારતમાં સૌથી વિશાળ કાર્યક્ષમ વીજ વિતરણ નેટવર્ક ધરાવે છે. અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કંપની 99.99 ટકા વિશ્વસનીયતા સાથે 2000 મેગાવોટ પાવર માગને પહોંચી વળવા કાર્યરત છે.

દિવાળીની ઉજવણીમાં નવીનીકરણીય ઉર્જાનો સમાવેશ વાતાવરણમાં સ્વચ્છતા માટે મહત્વનું યોગદાન આપે છે. એટલું જ નહીં, આ અભિગમ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના મહત્વ વિશે લોકજાગૃતિ વધારવામાં પણ ખૂબ જ મદદરૂપ નીવડશે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો
uttarakhand
February 20, 2026

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

Braking News

વાણી કપૂર આગામી કોમેડી-ડ્રામા 'બદતમીઝ ગિલ'માં કામ કરશે
વાણી કપૂર આગામી કોમેડી-ડ્રામા 'બદતમીઝ ગિલ'માં કામ કરશે
May 03, 2024

હાસ્ય અને હ્રદયસ્પર્શી ક્ષણો માટે તૈયાર રહો કારણ કે વાણી કપૂર બરેલી અને લંડનમાં એક આકર્ષક કોમેડી-ડ્રામા સેટ 'બદતમીઝ ગિલ'માં મુખ્ય ભૂમિકામાં છે. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
February 21, 2023
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
June 25, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express