Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી

સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્તના સમાજના થીમ સાથે ફોર્ચ્યુન સુપોષણ દ્વારા નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસના સંયુક્ત પ્રયાસથી સમાજમાં હકારાત્મક બદલાવ માટે પહેલ કરવામાં આવી છે.

Rajpipla September 13, 2023
અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્તના સમાજના થીમ સાથે ફોર્ચ્યુન સુપોષણ દ્વારા નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસના સંયુક્ત પ્રયાસથી સમાજમાં હકારાત્મક બદલાવ માટે પહેલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુપોષણ મુક્ત નર્મદાની નેમ સાથે જિલ્લાના 562 ગામો, 952 આંગણવાડીઓમાં 215 સંગીનીઓ સુપોષણ અભિયાન ચલાવી રહી છે. જેમાં ગ્રામ્યકક્ષાએ બેઠકો, માર્ગદર્શન, તાલીમ, પ્રદર્શની અને પોષક ચીજ વસ્તુઓની સહાય કરવામાં આવે છે.

નર્મદા જિલ્લામાં કુપોષણ નિવારવા આઈસીડીએસ વિભાગ, આંગણવાડી વર્કર્સ, આરોગ્ય વિભાગની નર્સ, આશા વર્કર્સ તેમજ અદાણી ફાઉન્ડેશન ટીમના સહિયારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પોષણ માસ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા કુપોષિત બાળકોની ઓળખ, સ્ક્રીનીંગ, ટીએચઆરનો ઉપયોગ તેમજ બાળ સેવા કેન્દ્રોનો લાભ લેવા લોકોને પ્રેરિત કરવામાં આવે છે. સમુદાયમાં ટકાઉ પરિવર્તન માટે લોક ભાગીદારી હોવી અત્યંત આવશ્યક છે. પોષણ અભિયાન ઝુંબેશમાં શરૂઆતના 12 દિવસમાં 16,565 લોકોને આવરી લેવામાં આવ્યા છે.

સરકારના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા ટી.એચ.આર આપવામાં આવે છે. જેનાથી પોષણયુકત વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં ખોરાકમાં નહીવત્ વૈવિધ્ય તેમજ આહારના સમયમાં વધુ અંતર જોવા મળે છે. પરિણામે માતા અને બાળકને જરૂરી પોષકતત્વો મળતા નથી. સંગીની બહેનો સ્નેહ શિબિરમાં બાળશક્તિમાંથી 14 દિવસ સુધી અલગ-અલગ વાનગીઓ બનાવી બાળકોને સુપોષિત કરે છે. વળી વાનગીઓમાં ખૂટતી સામગ્રી માટે અદાણી ફાઉન્ડેશન તરફથી કીટ પણ આપવામાં આવે છે.

પોષણ માસ દરમિયાન હાથ ધરવામાં આવતા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવા સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મોભીઓ તેમજ મહિલાઓને સક્રિય રીતે જોડાવામાં આવે છે. મહિલાઓને વિવિધ નાટકો અને પ્રદર્શન દ્વારા મમતા દિવસનો લાભ લેવા પણ આગ્રહ કરવામાં આવે છે. સ્વીકૃત 10 પગલાંઓના અમલ માટે ઘરે-ઘરે મુલાકાત, જૂથ ચર્ચા, કિશોરીઓ સાથે વાર્તાલાપ, ધાત્રી બહેનોને માર્ગદર્શન તેમજ પ્રસૂતિ પહેલા અને બાદની કાળજી વિશે વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવે છે.

અદાણી ફાઉન્ડેશનના શીતલ પટેલ જણાવે છે કે “કુપોષણ જેવી સમસ્યા નિવારવા સમુદાયને સંવેદનશીલ કરી જીવનચક્ર અભિગમ અપનાવી આગળ વધવાની આવશ્યકતા છે. નર્મદામાં સરકારી સંસ્થાઓ તેમજ લોકભાગીદારીથી સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે.”

તાજેતરમાં ખાનગી સંશોધન સંસ્થા લોટાલીક્સ રિસર્ચ એન્ડ એનાલીટીક્સ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા હાથ ધરવામાં આવેલ મૂલ્યાંકનમાં ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટના પ્રયાસોની પ્રભાવશાળી અસર અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ડામવામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

ખડગેએ ભાજપની ટીકા કરી, દલિતો, આદિવાસીઓ અને ખેડૂતો સાથે વિશ્વાસઘાતની ચેતવણી આપી
ખડગેએ ભાજપની ટીકા કરી, દલિતો, આદિવાસીઓ અને ખેડૂતો સાથે વિશ્વાસઘાતની ચેતવણી આપી
May 16, 2024

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ભાજપની ટીકા કરી, ચેતવણી આપી કે તેમને સત્તામાં પાછા ફરવાથી દલિતો, આદિવાસીઓ અને ખેડૂતો સાથે વિશ્વાસઘાત થશે. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express