Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અદાણી ફાઉન્ડેશને મણીનગર(રાસ)ની શાળાને ‘સ્માર્ટ સ્કૂલ’ બનાવી!

અદાણી ફાઉન્ડેશને મણીનગર(રાસ)ની શાળાને ‘સ્માર્ટ સ્કૂલ’ બનાવી!

અદાણી ફાઉન્ડેશન ઉજ્વળ ભારતના નિર્માણર્થે શિક્ષણક્ષેત્રે અવિરત યોગદાન આપતું રહ્યું છે. તાજેતરમાં સંસ્થા દ્વારા આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા અનોખી ભેટ કરવામાં આવી હતી. મણીનગર(રાસ)ની શાળાના લોકલ વિદ્યાર્થીઓને ગ્લોબલ શિક્ષણ પૂરુ પાડવા સ્માર્ટ ટીવીની ભેટ કરવામાં આવી હતી.

Ahmedabad August 26, 2023
અદાણી ફાઉન્ડેશને મણીનગર(રાસ)ની શાળાને ‘સ્માર્ટ સ્કૂલ’ બનાવી!

અદાણી ફાઉન્ડેશને મણીનગર(રાસ)ની શાળાને ‘સ્માર્ટ સ્કૂલ’ બનાવી!

અદાણી ફાઉન્ડેશન ઉજ્વળ ભારતના નિર્માણર્થે શિક્ષણક્ષેત્રે અવિરત યોગદાન આપતું રહ્યું છે. તાજેતરમાં સંસ્થા દ્વારા આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા અનોખી ભેટ કરવામાં આવી હતી. મણીનગર(રાસ)ની શાળાના લોકલ વિદ્યાર્થીઓને ગ્લોબલ શિક્ષણ પૂરુ પાડવા સ્માર્ટ ટીવીની ભેટ કરવામાં આવી હતી. થોડા સમયપૂર્વે શાળાના આચાર્ય તરફથી અદાણી ફાઉન્ડેશનને કરવામાં આવેલી રજૂઆતને પગલે આ ભેટ પ્રદાન કરવામાં આવી હતી.

મણીનગર વાસણા (રાસ) પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ ક્લાસરૂમના શિક્ષણથી વંચિત હતા, પરંતુ હવે 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં અત્યાધુનિક શિક્ષણ મેળવી શકે છે. ગ્રામીણ બાળકોને આ મહામૂલી ભેટ મળતા તેમના હરખનો પાર ન રહ્યો! સ્માર્ટ સ્કૂલ બનવાના સમાચાર માત્રથી બાળકોની દૈનિક હાજરી વધી ગઈ હતી.

અદાણી ફાઉન્ડેશને આચાર્ય સાથે વાતચીત કરી શાળામાં જરૂરી સંસાધનો વિશે વિગતવાર જાણકારી પ્રાપ્ત કરી હતી. આધુનિક સમયમાં સ્માર્ટક્લાસની જરૂરિયાત અત્યંત આવશ્યક જણાતા તેમને ડિજિટલ સામગ્રી સાથે 2 નંગ સ્માર્ટ ટીવીની ભેટ કરવામાં આવી હતી.

આચાર્ય અતુલ પ્રજાપતિ જણાવે છે કે “અમે અનેક મોટા-મોટા ઉદ્યોગગૃહોને પ્રા.શાળાને સ્માર્ટ ટીવી પૂરા પાડવા રજૂઆતો કરી હતી, પરંતુ અદાણી જૂથ તરફથી અમને માત્ર 10 દિવસમાં જ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો. શાળાને સ્માર્ટ બનાવવા બદલ અમે અદાણી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનીએ છીએ. 

એક શાળા ડિજિટલ બનતા વિદ્યાર્થીઓ પર તેનો ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. હવે વિદ્યાર્થીઓ તેમના પ્રશ્નો-કોયડાઓ ઉકેલવા માટે ડિજીટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, સ્માર્ટ ક્લાસરૂમનું ભણતર તેમને વધુ રસપ્રદ લાગી રહ્યું છે. વળી ક્લાસરૂમ સ્માર્ટ બનતા ગ્રામીણ વિદ્યાર્થીઓ નિયમિત ધોરણે શાળામાં હાજરી માટે પણ પ્રેરિત થયા છે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મંત્રી જ્યોતિ પ્રિયા મલિકને જેલવાસ બાદ રાહત આપી
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મંત્રી જ્યોતિ પ્રિયા મલિકને જેલવાસ બાદ રાહત આપી
February 17, 2024

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મંત્રીના જેલવાસ પછી પગલાં લેતા હોવાથી નવીનતમ સમાચારોનું અન્વેષણ કરો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
February 24, 2023
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express