Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અદાણી વિન્ડને ભારતની સૌથી મોટી ટર્બાઇન તરીકેનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ

અદાણી વિન્ડને ભારતની સૌથી મોટી ટર્બાઇન તરીકેનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ના પવન ઉર્જા ઉકેલ વિભાગ અદાણી વિન્ડે જાહેરાત કરી છે કે તેના 5.2 MW વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)ને WindGuard GmBH તરફથી ભારતનાં સૌથી મોટા વિન્ડ ટર્બાઇન હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર અદાણી વિન્ડને વૈશ્વિક બજારો માટે ઉર્જા ઉત્પાદન કરવા વધુ સક્ષમ બનાવે છે.

Ahmedabad September 13, 2023
અદાણી વિન્ડને ભારતની સૌથી મોટી ટર્બાઇન તરીકેનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ

અદાણી વિન્ડને ભારતની સૌથી મોટી ટર્બાઇન તરીકેનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ

અમદાવાદ: અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ના પવન ઉર્જા ઉકેલ વિભાગ અદાણી વિન્ડે જાહેરાત કરી છે કે તેના 5.2 MW વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)ને WindGuard GmBH તરફથી ભારતનાં સૌથી મોટા વિન્ડ ટર્બાઇન હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર અદાણી વિન્ડને વૈશ્વિક બજારો માટે ઉર્જા ઉત્પાદન કરવા વધુ સક્ષમ બનાવે છે. રિન્યુએબલ એનર્જી એપ્લીકેશન્સ (IECRE) માં વપરાતા ઈક્વીપમેન્ટસને પ્રમાણિત કરતી IEC સિસ્ટમનું પ્રમાણપત્ર અદાણી વિન્ડ 5.2 MW WTGની ઉચ્ચ ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય સ્તરની સલામતીના ધોરણો અનુસરતા હોવાની માન્યતા પ્રદાન કરે છે.

આ પ્રમાણપત્ર અદાણી WTGની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત IEC 61400 શ્રેણીના ધોરણો અને ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદન માટેના નિયમો સાથે સુસંગતતાને સ્વીકારે છે. વિન્ડગાર્ડે WTG પ્રોટોટાઇપનું પરીક્ષણ ગુજરાતના મુંદ્રા ખાતે તેના ઇન્સ્ટોલેશનના સ્થળે કર્યું હતું. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર વિનીત જૈને જણાવ્યું હતું કે, “ટાઈપ સર્ટિફિકેટ લેવલાઇઝ્ડ કોસ્ટ ઓફ એનર્જી (LCOE)ને ઘટાડવા માટે બનાવવામાં આવેલ અમારા 5.2 MW WTG પ્લેટફોર્મની ગુણવત્તા અને મજબૂતઈને પુનઃપુષ્ટ કરે છે. આ પ્રમાણપત્ર ભારતને રિન્યુએબલ ઈક્વીપમેન્ટસના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાના અમારા પ્રયાસને પ્રોત્સાહન આપે છે.

કાર્યક્ષમ અર્થતંત્ર અને સ્થિતિસ્થાપક ગ્લોબલ સપ્લાય ચેઈન ધરાવતું ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. અમે ભારતમાં બનેલી ઉચ્ચ-ઉપજવાળી નેક્સ્ટ જનરેશન વિન્ડ ટર્બાઇન્સનો પોર્ટફોલિયો બનાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને વૈશ્વિક પવન ઉર્જાની માંગને પહોંચી વળવા માટે સારી રીતે તૈયાર છીએ. અદાણી વિન્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) મિલિંદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “આ પ્રમાણપત્ર પવન ઉર્જા પ્લાન્ટના ઉચ્ચ વાર્ષિક ઉર્જા ઉત્પાદન (AEP)ને સક્ષમ કરવા અને ગ્રાહકો માટે નફાકારકતા વધારવાના અમારા R&D પ્રયાસોનું પ્રમાણપત્ર છે. અમે અમારી ટીમની પ્રતિબદ્ધતા તેમજ તમામ માટે સસ્તો, ભરોસાપાત્ર અને ટકાઉ પાવર ફોર ઓલ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર માનીએ છીએ.”

અદાણી વિન્ડની 5.2 મેગાવોટની વિન્ડ ટર્બાઇન 20,106 ચોરસ મીટરના સ્વીપ વિસ્તાર અને 200 મીટરની ટોચની ઊંચાઈ સાથે 160 મીટરના રોટર વ્યાસ ધરાવે છે, જે તેને વિશ્વની સૌથી શક્તિશાળી ઓનશોર વિન્ડ ટર્બાઇન બનાવે છે. 5.2 MW WTG અદાણી વિન્ડને W2E વિન્ડ ટુ એનર્જી GmbH, જર્મનીના સહયોગથી વિકસાવવામાં આવી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

PM મોદીએ ISROને તેના ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર અભિનંદન પાઠવ્યા
PM મોદીએ ISROને તેના ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર અભિનંદન પાઠવ્યા
January 29, 2025

ભારતની અવકાશ એજન્સી ISRO એ બુધવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી GSLV-F15 રોકેટ દ્વારા તેના 100મા મિશન, NVS-02 નેવિગેશન સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express