વિકલાંગ વ્યક્તિઓના આંતર રાષ્ટ્રીય દિન નિમિત્તે અદાણીએ ગ્રીન X સંવાદ યોજ્યો
અદાણી જૂથે વિકલાંગ વ્યક્તિઓ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ (ડિસેમ્બર 3) નિમિત્તે ગ્રીન એક્સ ટોક્સનું આયોજન કર્યું હતું. જેમાં પોતાની સ્થિતિસ્થાપકતા અને સમર્પણ સાથે અનેક અવરોધો પર વિજય મેળવ્યો છે તેવા વિકલાંગ વ્યક્તિત્વોએ પોતાની જીવન કથની શેર કરી હતી.
અમદાવાદ : અદાણી જૂથે વિકલાંગ વ્યક્તિઓ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ (ડિસેમ્બર 3) નિમિત્તે ગ્રીન એક્સ ટોક્સનું આયોજન કર્યું હતું. જેમાં પોતાની સ્થિતિસ્થાપકતા અને સમર્પણ સાથે અનેક અવરોધો પર વિજય મેળવ્યો છે તેવા વિકલાંગ વ્યક્તિત્વોએ પોતાની
જીવન કથની શેર કરી હતી.4 ડિસેમ્બરે અમદાવાદમાં અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોતાના દ્રઢ મનોબળથી અશક્યને શકયતામાં પરિવર્તિત કરનાર પ્રેરણારુપ વ્યક્તિ વિશેષો સમક્ષ આવ્યા હતા.
અદાણી ગૃપના એરપોર્ટ બિઝનેસના ડાયરેકટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “ગ્રીન એક્સ વિવિધ રીતે સક્ષમ વ્યક્તિ વિશેષો સાથેની
વિશાળ સંભાવનાનું પ્રતીક છે. જીવનથી ભરેલી દુનિયાનું લીલો રંગ પ્રતિનિધિત્વ કરે છે આ રંગ વૃદ્ધિ, મહત્વાકાંક્ષા અને અનંત શક્યતાઓનું પ્રતીક છે. X એ રહસ્યનો ઉઘાડ કરીને સ્વીકૃતિ અને સંવર્ધનની રાહ જોઈ રહેલી અસાધારણ પ્રતિભાઓના મજબૂત પ્રતીક તરીકે વિકસિત થાય છે. તે માનવ ભાવનાની સ્થિતિસ્થાપકતા, પડકારોને પહોંચી વળવાનો સંકલ્પ અને પ્રતિકૂળતામાંથી માર્ગોના નિર્માણ કરવાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેના મૂળમાં ગ્રીન X સશક્તિકરણ અને સર્વસમાવેશકતાનો ઉદ્દેશ સમાયેલો છે, અમારી સંસ્થા આ દરેક વ્યક્તિની શારીરિક કે માનસિક ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના એક અભિન્ન અંગ તરીકે ધ્યાનમાં લે છે.”
આ કાર્યક્રમના વક્તાઓ પૈકીના અજય કુમાર રેડ્ડીએ 2016 થી ભારતીય પુરુષોની અંધ ક્રિકેટ ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું.. તેમણે
2017 બ્લાઇન્ડ ટી20 વર્લ્ડ કપ અને 2018 બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સના કારણે ૨૦૧૪માં ભારતને . બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપનું ટાઇટલ મેળવવામાં મદદ મળી હતી. તેમની ટીમે ફાઇનલમાં પાકિસ્તાન સામે 300 રનના પ્રચંડ લક્ષ્યનો પીછો કર્યો હતો.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."