Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન

૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન

ક્રિકેટ ચાહકોના ઉત્સાહના ઉમંગમાં ઉમેરો કરવા ૧૯૮૩ વિશ્વકપ વિજેતા ટીમના યશસ્વી તારલાઓએ આપ્યું પ્રોત્સાહક સમર્થન, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૯૮૩ અને ૨૦૧૧ના ચમત્કારના પુનર્સર્જન માટે ક્રિકેટના દીલોજાન રસિક ચાહકોને પોતાની દીલી તમન્ના શેર કરવા જીતેંગે હમનું આહવાન

Ahmedabad June 24, 2023
૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન

૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન

અદાણી ડે પ્રસંગે અદાણી ગ્રૂપે 'જીતેંગે હમ' નારા સાથે અભિયાનનો આરંભ કરવા માટે ૧૯૮૩ના વર્લ્ડ કપ ક્રિકેટના વિશ્વ વિજયના દંતકથાસમાન ક્રિકેટરો સાથે સહયોગ કર્યો છે. જેમાં તેઓએ આઇસીસીના વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ વિશ્વ કપ-૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાને અતિ અપેક્ષિત પ્રચંડ સમર્થન દર્શાવ્યું છે.

ભારતના ઐતિહાસિક વિજયની ૪૦મી વર્ષગાંઠ નિમિત્તે અદાણી ગ્રુપ આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે એક
અડીખમ ભાવના પ્રજ્વલિત કરે છે. 1983ના વિશ્વ કપ વિજેતા ક્રિકેટ ટીમના દિગ્ગજો અને જુસ્સાદાર ચાહકોના પ્રચંડ સમર્થનની લાગણીની બેશુમાર આશાઓ અને અંતરમનની શુભેચ્છાઓ સાથે અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના વડપણ હેઠળ આ અભિયાનની રંગદર્શી વાતાવરણમાં શરુઆત કરવામાં આવી છે.

ટ્વીટર અને ઇન્સ્ટગ્રામ ઉપર ’જીતેંગે હમ’ના બુલંદ નારા સાથેની આ ઝુંબેશ ભારતીય ક્રિકેટ ચાહકોને એક થવા અને ટીમ ઈન્ડિયા પાછળ પૂરી તાકાતથી ઉભા રહી વિશ્વકપ જીતવા માટે ખેલાડીઓના ઝનૂનને જોરદાર પીઠબળ આપવા અને તેમના નૈતિક જૂસ્સાને વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.

અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં ક્રિકેટ એ સહુને એકતાંતણે બાંધી રાખતી બંધનકર્તા શક્તિ છે જે લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમને આમંત્રિત કરે છે. દંતકથાઓરુપ વ્યક્તિ જન્મતા નથી, પરંતુ સ્થિતિસ્થાપકતા અને દ્રઢતા દ્વારા તેમનુ ઘડતર કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયા પાસે આ બંને લક્ષણો હતા જે આપણને 1983 માં વર્લ્ડ કપ જીતવા તરફ દોરી ગયા.

જીતેંગે હમ દ્વારા ઇતિહાસનું પુનરાવર્તન થતું જોવાની આશા સાથે ભારતીય ક્રિકેટ ટીમને આગામી વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવવામાં અમારી અને ક્રિકેટના દિગ્ગજો સાથે જોડાવવા શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાના સમર્થનમાં અદાણી ગ્રૂપ સાથે જોડાતા અમે સન્માનિત છીએ.એવી લાગણી વ્યકત કરતા કપિલદેવે કહ્યું હતું કે આ અભિયાન ઉત્તેજના અને અદમ્ય ભાવનાનું પ્રતિક છે જેણે અમને
1983માં જીત તરફ પ્રેર્યા હતા. વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં તે અનિવાર્ય છે. એક સામૂહિક માનસિકતાને ઉત્તેજન આપવા માટે ટીમ કે જે પોતાનું સર્વાંગી શ્રેષ્ઠ આપવા માટે પૂરા દિલથી પ્રતિબદ્ધતા પર કેન્દ્રિત કરે છે. સફળતાનું સાચું માપ ફક્ત પરિણામમાં જ નથી, પરંતુ વ્યક્તિગત શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસ માટેના અતૂટ સમર્પણમાં રહેલું છે.એમ કપિલદેવે કહ્યું હતું.

કપિલદેવની વાત સાથે સૂર પૂરાવતા 1983ની ટીમના હીરો અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના
પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, હતું કે નિર્ધાર અને ટીમ ભાવના.સાથે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બનવું એ એક અકલ્પનીય સફર હતી. આપણે બધા આપણા વર્તમાન ખેલાડીઓની આ પ્રતિષ્ઠિત ટ્રોફી પરત લાવવાની ક્ષમતામાં વિશ્વાસ કરીએ છીએ. ત્યારે ફરી એકવાર ચાહકો તરીકે એક થઈએ અને ઈતિહાસ રચવા તેમને પ્રેરણા આપીએ.

અદાણી દિવસની ઉજવણી માટે અમદાવાદમાં યોજાયેલા એક હ્દયસ્પર્શી મેળાવડા વચ્ચે 1983ની વર્લ્ડ કપ વિજેતા
ટીમનું અવિસ્મરણીય સ્વાગત કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગની ભવ્યતામાં અભિવૃધ્ધિ કરતા એ ઐતિહાસિક ટીમના સુકાની શ્રી કપિલ દેવે શ્રી ગૌતમ અદાણીને 1983ની ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું ખાસ બેટ અર્પણ કર્યું હતું આ અમૂલ્ય ભેટ બહુપ્રતીક્ષિત વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમને પ્રસ્તુત કરવા માટે એક પ્રેરણાત્મક ટોકન તરીકે કામ કરશે.

સેલિબ્રિટી એન્કર ગૌરવ કપૂરે ટીમ 83 અદાણી ડેની ઉદઘાટન આવૃત્તિની પ્રશંસા કરી 1983ના હીરો અને શ્રીમાન
અદાણી સાથે ક્રિકેટ અને બિઝનેસના ક્ષેત્રો વચ્ચે એકીકૃત સમાનતાઓ દોરતા આ કાર્યક્રમ એક મનોરંજક ક્ષણનો સાક્ષી બન્યો હતો.

આ અભિયાનના ભાગ રૂપે ટૂંક સમયમાં ડિજિટલ વિશિંગ વોલનું અનાવરણ કરવામાં આવશે, જેમાં વિશ્વભરના ક્રિકેટ
રસિકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ, સંદેશાઓ અને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર માટે સમર્થન આપવાની તક સાથે આમંત્રિત કરવામાં આવશે. તેનો હેતુ ટીમ ઈન્ડિયાના વિજય હાંસલ કરવાના નિર્ધારમાં વૃધ્ધિ કરતા સમર્થનનું પ્રચંડ પ્રદર્શન દર્શાવવાનો છે.

'કર કે દિખાયા હૈ, કર કે દિખાયેંગે' ક્રિકેટ અને બિઝનેસ બંનેમાં સિદ્ધિની અદમ્ય ભાવનાનું પ્રતીક આ અભિયાન અદાણી જૂથના સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવે છે. 'જીતેંગે હમ' અભિયાન વિજેતાઓએ અગાઉ જે વિજયનો સ્વાદ ચાખ્યો છે, તે ફરીથી અનિવાર્યપણે તેનો આનંદ માણશે એવી એક આંતરિક પ્રતીતિ કે જે લોકનજરમાં તેમના સંતોષ અને ગર્વથી સર્વોપરી છે.એવી માન્યતાને પ્રેરિત કરે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫ની ઉજવણી કરાઈ
ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫ની ઉજવણી કરાઈ
August 01, 2025

વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, વાઘના કુદરતી રહેઠાણને સંરક્ષિત કરવા દર વર્ષે ૨૯ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express