Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની 34 વર્ષની શાનદાર સેવાનો અંત: ગાંધીનગરમાં યોજાયો વિદાય સમારંભ

અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની 34 વર્ષની શાનદાર સેવાનો અંત: ગાંધીનગરમાં યોજાયો વિદાય સમારંભ

ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ 34 વર્ષની પ્રશંસનીય સેવા બાદ વય નિવૃત્ત થયા છે. ગાંધીનગર ખાતે સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અને માહિતી કમિશનર શ્રી કે.એલ. બચાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.

Ahmedabad February 28, 2026
અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની 34 વર્ષની શાનદાર સેવાનો અંત: ગાંધીનગરમાં યોજાયો વિદાય સમારંભ

અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની 34 વર્ષની શાનદાર સેવાનો અંત: ગાંધીનગરમાં યોજાયો વિદાય સમારંભ

માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે માહિતી કમિશનર શ્રી કે.એલ.બચાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નિવૃત્ત થઈ રહેલા શ્રી અરવિંદ પટેલની સેવાઓને બિરદાવતા માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, શ્રી અરવિંદ પટેલ અત્યંત કર્મઠ,બુદ્ધિશાળી અને ધૈર્યવાન વ્યક્તિત્વ છે. મીડિયા અને જનસંપર્ક જેવા પડકારજનક ક્ષેત્રમાં તેમણે અત્યંત સૂઝબૂઝથી કાર્ય કર્યું છે.અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલની ૩૪ વર્ષની સેવાની નિવૃત્તિએ સિદ્ધિ અને સમર્પણનો કાર્યકાળ રહ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માહિતી વિભાગએ સરકારની કામગીરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડતું અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગ છે. મર્યાદિત સંશાધનો અને સતત મીડિયાના સંપર્ક વચ્ચે સરકારનું સંકલન કરવાની તેમની પદ્ધતિ ખરેખર પ્રશંસનીય છે.

માહિતી કમિશનર શ્રી કે.એલ. બચાણીએ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, જ્યારે પણ મીડિયા મેનેજમેન્ટ કે વહીવટી પ્રક્રિયાઓમાં જટિલ સ્થિતિ સર્જાતી હોય છે,એવા સમયે શ્રી અરવિંદ પટેલની સમયસૂચકતા અને ત્વરિત નિર્ણયશક્તિ હંમેશા માહિતી વિભાગના વહારે આવી છે. ૨૪ કલાક ફરજ માટેની તેમની તત્પરતા એ માહિતી ખાતાની કામગીરીને ગૌરવ અપાવ્યું છે. તેમની કાર્યસંસ્કૃતિ નવા અધિકારીઓ માટે દીવાદાંડી સમાન બની રહેશે તેવો કમિશનરશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના અધિક જનસંપર્ક અધિકારી શ્રી વિવેક ત્રિવેદીએ શ્રી અરવિંદ પટેલના સાથેના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી કે મુખ્યમંત્રીશ્રીના મોટા કાર્યક્રમોમાં જ્યારે મીડિયા પ્લાનિંગના જટિલ પ્રશ્નો ઉભા થતા, ત્યારે શ્રી પટેલનું શાંત રહીને સચોટ સમાધાન લાવવાનું કૌશલ્ય 'ક્રાઈસિસ મેનેજમેન્ટ'નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ સમારંભમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી સંજય કચોટે સૌને આવકારી પોતાના અનુભવો તાજા કર્યા હતા અને ચારેય ઝોનના સંયુકત નિયામક સર્વશ્રી મિતેશ મોડાસિયા, જયેશ દવે, અરવિંદ મછાર, હેતલ દવેએ  પ્રાસંગિક ઉદબોધનમાં પટેલ સર સાથેના એમની કામગીરીના અનુભવોનું ભાથું પીરસીને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપી હતી. જ્યારે સમાચાર શાખાના નાયબ માહિતી નિયામક શ્રી દિલીપ ગજ્જરે આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે શ્રી પટેલ સાહેબના પરિવારજનો, માહિતી કમિશનરની કચેરી સહિત વિવિધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પટેલ સાહેબને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ
ahmedabad
February 28, 2026

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં પ્રસ્તાવિત વટવા મેગા કોચિંગ ટર્મિનલ પરિયોજનાના સ્થળની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અમદાવાદ મંડળની સંચાલન ક્ષમતામાં 3 ગણી વૃદ્ધિ થશે અને અમદાવાદ જંકશન પરનું દબાણ ઘટશે.

ગુજરાતમાં ફ્રી HPV રસીકરણનો પ્રારંભ: ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને મળશે સુરક્ષા કવચ
ahmedabad
February 28, 2026

ગુજરાતમાં ફ્રી HPV રસીકરણનો પ્રારંભ: ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને મળશે સુરક્ષા કવચ

ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) સામે રક્ષણ આપવા માટે નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલથી આ રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરાવી.

અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી
ahmedabad
February 27, 2026

અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં નિર્દોષ સાબિત થયા. ઈસુદાન ગઢવીએ કહ્યું - કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે, ભાજપે ખોટા આરોપ લગાવી AAP તોડવાની કોશિશ કરી. ગુજરાતમાં ઉજવણી.

Braking News

સવારે ખાલી પેટે આમળા અને એલોવેરાનો જ્યુસ પીવાના ફાયદા
સવારે ખાલી પેટે આમળા અને એલોવેરાનો જ્યુસ પીવાના ફાયદા
November 14, 2025

તમે જોયું હશે કે મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચા કે કોફીથી કરે છે. આની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. તેના બદલે, તમે સવારે ખાલી પેટે આમળા અને એલોવેરાનો જ્યુસ પી શકો છો. તેના ફાયદાઓ વિશે અહીં જાણો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express