Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે નવો ગેરંટેડ પેન્શન પ્લાન - ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન લોંચ કર્યો

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે નવો ગેરંટેડ પેન્શન પ્લાન - ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન લોંચ કર્યો

આ પ્લાનથી પોલીસીધારક તેમની નિવૃત્તિ માટે 100 ટકા ગેરંટેડ ભંડોળ એકત્રિત કરી શકે છે, પોલીસી મુદ્દત દરમિયાન સંચિત ગેરંટેડ ઉમેરો તથા પોલીસી મુદ્દતની સમાપ્તિ ઉપર લોયલ્ટી ઉમેરો ઓફર કરે છે, 10 વર્ષ સુધી વેસ્ટિંગ લાભો મુલતવી રાખવાની સુવિધા આપે છે

Mumbai June 22, 2023
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે નવો ગેરંટેડ પેન્શન પ્લાન - ABSLI  નિશ્ચિત પેન્શન પ્લાન લોંચ કર્યો

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે નવો ગેરંટેડ પેન્શન પ્લાન - ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન લોંચ કર્યો

આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (ABCL)ની લાઇફ ઇન્સ્યોરન્સ પેટા કંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (“ABSLI”) એક વ્યાપક રિટાયર્મેન્ટ સોલ્યુશન ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન લોંચ કરવાની જાહેરાત કરી છે. આ નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ઇન્ડિવિડ્યુઅલ પેન્શન પ્લાન છે, જે પોલીસીધારકોને તેમની નિવૃત્તિનું આયોજન કરવા માટે સક્ષમ કરે છે.

આ પ્લાન 100 ટકા ગેરંટેડ ભંડોળ એકઠું કરવામાં મદદ કરે છે, જેનો ઉપયોગ નિવૃત્તિના વર્ષોમાં અવિરત આવક મેળવવા માટે કરી શકાય છે. ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન ખૂબજ સરળતા અને અનુકૂળતા પ્રદાન કરે છે. આ પ્લાન પોલીસીની મુદ્દત દરમિયાન સંચિત ગેરંટેડ ઉમેરો તથા પોલીસીની મુદ્દત પૂર્ણ થવા ઉપર લોયલ્ટી ઉમેરો ઓફર કરે છે, જેમાં પોલીસી પોલીસી અમલમાં હોવી તથા તમામ પ્રીમિયમ ચૂકવાયા હોવા જરૂરી છે.

આ પ્લાન હેઠળ પોલીસીધારક અપેક્ષિત નિવૃત્તિની ઉંમરે 100 ટકા ગેરંટેડ ભંડોળ એકઠું કરી શકે છે તથા નિવૃત્તિના વર્ષોમાં અવિરત ગેરંટેડ આવકના લાભાર્થી બની શકે છએ. આ પ્લાન વેસ્ટિંગ બેનિફિટને 10 વર્ષ સુધી મુલતવી રાખવાની પણ સુગમતા આપે છે. 

ABSLI નિશ્ચિત પેન્શન પ્લાનના લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ કમલેશ રાવે કહ્યું હતું કે, “આપણો દેશ સતત મજબૂત ઝડપી વૃદ્ધિ સાધી રહ્યો છે ત્યારે લોકોના આયુષ્યમાં સતત સુધારો થતો રહેશે તે સ્વાભાવિક છે અને તેથી જ પેન્શન પ્લાનની ભૂમિકા નિર્ણાયક બની રહે છે. અમારી નવી ઓફરિંગ ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન સરળતા અને અનુકૂળતાનું ઉત્તમ મિશ્રણ છે. તે પોલીસીધારકને તેમની જીવનશૈલીની સાથે-સાથે શિસ્તબદ્ધ બચતો કરવાની આદત કેળવવા પ્રેરે છે તેમજ તેમને નિવૃત્તિને આર્થિક રીતે વધુ સુરક્ષિત બનાવવા સશક્ત કરે છે. અમે અમારા ગ્રાહકોને તેમની નાણાકીય જરૂરિયાતો સુરક્ષિત કરવા માટે ટુલ અને સપોર્ટ પૂરો પાડવામાં વિશ્વાસ રાખીએ છીએ અને ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન અમારી કટીબદ્ધતાનો પુરાવો છે.”

ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન પોલીસીધારકને તેમના નિવૃત્તિના લક્ષ્યાંકો અનુરૂપ તેમના પ્લાનને કસ્ટમાઇઝ કરવા સક્ષમ કરે છે, જેમાં તેમને પીપીટી (પ્રીમિયમ પેમેન્ટ ટર્મ) અને પીટી (પોલીસી ટર્મ)ના અનુકૂળ વિકલ્પો મળી રહે છે.
પોલીસીધારક 5, 6, 8, 10, 12 વર્ષ અને નિયમિત પે વિકલ્પોમાંથી તેમને અનુરૂપ પ્રીમિયમ પેમેન્ટ ટર્મના વિકલ્પો પસંદ કરી શકે છે.

મુખ્ય વિશેષતાઓ

 સંપૂર્ણ ગેરંટેડ ભંડોળઃ નિવૃત્તિ ઉપર 100 ટકા ગેરંટેડ સંચિત ભંડોળ મેળવો
 ગેરંટેડ ઉમેરોઃ તમારી નિવૃત્તિ માટે ભંડોળની રચના માટે પોલીસી મુદ્દત દરમિયાન સમયાંતરે ઉપાર્જન
 લોયલ્ટી ઉમેરોઃ તમામ પ્રીમિયમની ચૂકવણી સાથે તમારી નિવૃત્તિના ભંડોળમાં વધારો કરવા પોલીસી મુદ્દતના અંતે ફિક્સ્ડ ટકાવારીનો ઉમેરો
 તમારા પોતાના પ્લાનની રચના કરોઃ વિવિધ પેમેન્ટ શરતોની  પસંદગી, જે તમારી જરૂરિયાતને અનુરૂપ હોય
 જીવન વીમા કવચઃ પોલીસીની મુદ્દત દરમિયાન તમારા પ્રિયજન માટે નાણાકીય સુરક્ષા તથા લાઇફ ઇન્સ્યોરન્સ કવર ઓફર કરે છે ફ્લેક્સિબિલિટીઃ તમે 10 વર્ષ સુધી વેસ્ટિંગ લાભો મુલતવી રાખી શકો છે, જેથી તમારી નિવૃત્તિનું આયોજન તમારા જીવનના લક્ષ્યો સાથે સુસંગત હોવાનું સુનિશ્ચિત કરી શકાય.

ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન મેળવવા મહત્તમ ઉંમર 65 વર્ષ અને લઘુત્તમ ઉંમર 30 વર્ષ છે. લઘુત્તમ વાર્ષિક પ્રીમયમ રૂ. 20,000 છે. વેસ્ટિંગ લાભો મેળવવાની મહત્તમ ઉંમર 75 લાખ છે, જ્યારે કે લઘુત્તમ વેસ્ટિંગ ઉંમર 45 વર્ષ છે. આ પ્લાન સમગ્ર પોલીસી મુદ્દત દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સ કવર ઓફર કરે છે. મૂશ્કેલ સંજોગોમાં આ પ્લાન ઉચ્ચક ડેથ બેનિફિટ નોમિની અથવા વારસદારને આપે છે, જે માટે પોલીસી અમલમાં હોવી જરૂરી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

વોટ્સએપ પ્રોફાઈલમાં આવી રહ્યું છે મજબૂત પ્રાઈવસી ફીચર, યુઝર્સ હવે આ કામ નહીં કરી શકે
વોટ્સએપ પ્રોફાઈલમાં આવી રહ્યું છે મજબૂત પ્રાઈવસી ફીચર, યુઝર્સ હવે આ કામ નહીં કરી શકે
May 11, 2024

ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે સમગ્ર વિશ્વમાં WhatsAppનો વ્યાપક ઉપયોગ થાય છે. WhatsApp તેના યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા માટે સમયાંતરે નવા ફીચર્સ લાવે છે. WhatsApp હાલમાં iPhone યૂઝર્સ માટે સ્ક્રીનશોટ સંબંધિત એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express