Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભારતમાં એફોર્ડેબલ હેલ્થ ટ્રીટમેન્ટ પ્રાપ્ય છે અને ગુજરાત તેમાં બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છેઃ મનસુખ માંડવિયા

ભારતમાં એફોર્ડેબલ હેલ્થ ટ્રીટમેન્ટ પ્રાપ્ય છે અને ગુજરાત તેમાં બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છેઃ મનસુખ માંડવિયા

જી20 હેલ્થ મિનિસ્ટર્સ સમિટની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દુનિયા આજે ભારતની ક્ષમતાઓથી પરિચિત થઈ રહી છે, દેશમાં હેલ્થ વર્કફોર્સ છે તે ભારતની સોફ્ટ સ્ટ્રેન્થ છે, G20 દેશોએ ભારતના હેલ્થ મોડેલને આવકારીને પ્રશંસા કરી છેઃ શ્રી માંડવિયા

Gandhinagar August 18, 2023
ભારતમાં એફોર્ડેબલ હેલ્થ ટ્રીટમેન્ટ પ્રાપ્ય છે અને ગુજરાત તેમાં બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છેઃ મનસુખ માંડવિયા

ભારતમાં એફોર્ડેબલ હેલ્થ ટ્રીટમેન્ટ પ્રાપ્ય છે અને ગુજરાત તેમાં બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છેઃ મનસુખ માંડવિયા

ગુજરાતનાં ગાંધીનગરમાં જી20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક ત્રણ દિવસ માટે યોજાઈ છે. જી-20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકની સાથે સાથે ગાંધીનગરમાં ભારતનાં પ્રથમ મેડિકલ ટેકનોલોજી એક્સ્પો, 'ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023'નું પણ આયોજન થયું હતું. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની G20ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે.

G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં મુખ્યત્વે G20 હેલ્થ ટ્રેકની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં એન્ટી-માઇક્રોબાયલ પ્રતિકાર અને વન હેલ્થ ફ્રેમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય કટોકટી નિવારણ, સજ્જતા અને પ્રતિભાવ; સલામત, અસરકારક, ગુણવત્તાયુક્ત અને સસ્તા તબીબી પ્રતિરોધક પગલાંઓ (રસીઓ, ઉપચાર અને નિદાન)ની સુલભતા અને ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારનું મજબૂતીકરણ; અને સાર્વત્રિક આરોગ્ય કવરેજમાં મદદ કરવા તેમજ આરોગ્ય સંભાળ સેવા ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ આરોગ્ય આવિષ્કારો અને ઉકેલોનો સમાવેશ થાય છે.

જી20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકને અનુલક્ષીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું, “ભારતમાં વિશાળ હેલ્થ વર્કફોર્સ છે અને એ જ ભારતની સોફ્ટ સ્ટ્રેન્થ છે.” શ્રી માંડવિયાએ કહ્યું હતું કે ભારતની G20 પ્રેસિડન્સી અંતર્ગત આયોજિત આ સમિટમાં વિશ્વના દેશોને ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રથી થનારા લાભોની જાણકારી, તેને સંબંધિત અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. પરંપરાગત ઔષધિઓ અંગે પણ આ અંતર્ગત ચર્ચાઓ થઈ છે. શ્રી માંડવિયાએ કહ્યું હતું કે G20 દેશોએ ભારતના હેલ્થ મોડેલને આવકારીને પ્રશંસા કરી છે. દેશમાં આજે હેલ્થ કવરેજ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આજે દેશના હેલ્થ સેક્ટરમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. પોકેટ એક્સ્પેન્ડિચર ઘટી રહ્યું છે. જેને આજે દુનિયા જોઈ રહી છે.

શ્રી માંડવિયાએ કહ્યું હતું કે આજે ભારતનું સામર્થ્ય છે કે તે વિશ્વની 70 ટકા રસીની જરૂરિયાત પરિપૂર્ણ કરે છે. જી 20 હેલ્થ મિનિસ્ટર્સ સમિટની ઉપલબ્ધિ વિશે જણાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ સમિટની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દુનિયા આજે ભારતની ક્ષમતાઓથી પરિચિત થઈ રહી છે. ભારત જે રીતે ડિજિટલ, મેડિકલ ક્ષેત્ર સહિતના અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે તેને દુનિયા આજે જોઈ રહી છે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વન અર્થ, વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થ કેર – ઇન્ડિયા 2023ને સાકાર કરવાના વિઝન સાથે દેશ આજે દુનિયાને પોતાનું સામર્થ્ય દરેક ક્ષેત્રમાં દર્શાવવા સક્ષમ બની રહ્યો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ahmedabad
June 14, 2025

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર
ahmedabad
June 14, 2025

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર

અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!  

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર
June 13, 2025

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર

ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.

Braking News

ચૂંટણી પંચે જારી કડક સૂચના, હવે કોઈ પક્ષ આ કામ નહીં કરી શકે
ચૂંટણી પંચે જારી કડક સૂચના, હવે કોઈ પક્ષ આ કામ નહીં કરી શકે
February 05, 2024

ભારતના ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં બાળકોના ઉપયોગ અંગે કડક સૂચનાઓ જારી કરી છે. રાજકીય પક્ષોને કોઈપણ સ્વરૂપે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express