રાજસ્થાન પછી ગુજરાતમાં પણ બે સંતાન મર્યાદા રદ્દ કરો, ઈસુદાન ગઢવીનો મુખ્યમંત્રીને મોટો પત્ર
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે સંતાન મર્યાદા રદ્દ કરવાની માંગ કરી છે. રાજસ્થાન સરકારે તાજેતરમાં પંચાયતી રાજ એક્ટ 1994ની કલમ 19 અને મ્યુનિસિપાલિટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની આ જોગવાઈ રદ્દ કરીને પ્રગતિશીલ નિર્ણય લીધો છે.
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આજે મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજસ્થાન રાજ્ય સરકારે રાજસ્થાન પંચાયતી રાજ એક્ટ, 1994ની કલમ 19 તથા રાજસ્થાન મ્યુનિસિપાલટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની બે સંતાન મર્યાદા સંબંધિત અયોગ્યતા જોગવાઈ રદ્દ કરવાનો મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ નિર્ણય લીધો છે. આ હેતુસર રાજ્ય વિધાનસભામાં પંચાયતી રાજ બિલ 2026 અને રાજસ્થાન મ્યુનિસિપલ (એમેન્ડમેન્ટ) એક્ટ 2026 રજૂ કરવામાં આવશે, તેવી જાહેરાત ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણય લોકશાહીના મૂલ્યોને મજબૂત બનાવતો અને વ્યાપક જનભાગીદારીને પ્રોત્સાહન આપતો નિર્ણય છે. ગુજરાત રાજ્યમાં પણ પંચાયતી રાજ તથા નગરપાલિકા કાયદાઓ હેઠળ બે કરતાં વધુ સંતાન ધરાવતા નાગરિકોને ચૂંટણી લડવા અયોગ્ય ગણાવતી જોગવાઈ અમલમાં છે. આ જોગવાઈ ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા પછાત વર્ગો માટે અડચણરૂપ બને છે અને લોકશાહી પ્રતિનિધિત્વને મર્યાદિત કરે છે.
વધુમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિશેષ નોંધનીય છે કે રાજસ્થાન અને ગુજરાત બંનેમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની જ છે. જો રાજસ્થાનમાં જોગવાઈ લોકહિતમાં રદ કરી શકાય તો ગુજરાતમાં પણ એ દિશામાં પગલું કેમ ન લેવાય? લોકશાહી સિદ્ધાંતો રાજ્ય પ્રમાણે બદલાતા ન હોવા જોઈએ. ગુજરાતમાં એવા ઘણા સેવાભાવી વ્યક્તિઓ છે જેમને તક મળે તો ખૂબ જ સારું કાર્ય કરી શકે એમ છે પરંતુ આ નિર્ણયને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે તેઓ ભાગ લઈ શકતા નથી અને આ નિયમ ધારાસભ્યો માટે નહીં, લોકસભા સદસ્યો માટે નહીં, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અનિવાર્ય છે? પરિવારનું કદ, વ્યક્તિગત અને સામાજિક પરિસ્થિતિઓ સાથે જોડાયેલ વિષય છે. જન સંખ્યા નિયંત્રણ માટે શિક્ષણ, આરોગ્ય અને જાગૃતિ અસરકારક સાધનો છે, ચૂંટણી અયોગ્યતા નહીં. આથી વિનંતી છે કે રાજસ્થાનના નિર્ણયને અનુસરીને ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં સુધારા કરી બે સંતાન મર્યાદાની સંબંધિત અયોગ્યતા કલમ તાત્કાલિક રદ કરવામાં આવે જેથી આવનારી સ્થાનિક સ્વરાજ ચૂંટણી વધુ સમાન અને વ્યાપક લોકશાહી આધારિત બને. રાજ્ય હિતમાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવતી તેવી આશા રાખીએ છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે જુનાગઢ અને અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો 8-10 વર્ષથી પરંપરાગત વીજ કનેક્શન માટે ધક્કા ખાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં મતદાર યાદી સુધારણા દરમિયાન ફોર્મ 7 (નામ કમી) ભરનારા સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે 17-18 જાન્યુઆરીએ આદિવાસી વિસ્તારોમાં હજારો ફોર્મ ભરાયા, જેનાથી લોકોમાં ડર ફેલાયો.