સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે આ ભારતીય મસાલા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ
Indian spices: શંકાસ્પદ ઇથિલિન ઓક્સાઇડ અથવા EtO દૂષણને કારણે શુક્રવારથી બે ભારતીય બ્રાન્ડના ચાર મસાલા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત કરી પાઉડર, સાંભર મસાલા પાવડર, મિશ્ર મસાલા કરી પાવડર અને ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સિંગાપોર અને હોંગકોંગ બાદ નેપાળે પણ કથિત ગુણવત્તાની ચિંતાઓને કારણે ભારતીય કંપનીઓના કેટલાક મસાલા ઉત્પાદનોની આયાત અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ ઇથિલિન ઓક્સાઇડ અથવા EtO દૂષણને કારણે શુક્રવારથી બે ભારતીય બ્રાન્ડના ચાર મસાલા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત કરી પાઉડર, સાંભર મસાલા પાવડર, મિશ્ર મસાલા કરી પાવડર અને ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
"આ ચાર ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જણાયું હોવાથી, ફૂડ રેગ્યુલેશન 2027 BSની કલમ 19 મુજબ દેશમાં આ ઉત્પાદનોની આયાત અને વેચાણ પર પ્રતિબંધ છે," વિભાગે જણાવ્યું હતું. શુક્રવારે જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "અમારું ધ્યાન બજારમાં આ નબળા ઉત્પાદનોના વેચાણ અને વપરાશ માટે હાનિકારક હોવા અંગેના અહેવાલો તરફ દોરવામાં આવ્યું છે," સંસ્થાએ આયાતકારોને પણ વિનંતી કરી છે અને વેપારીઓ આ ઉત્પાદનોને બજારમાંથી પાછી ખેંચી લે.
ગયા મહિને, સિંગાપોર અને હોંગકોંગે બે ભારતીય બ્રાન્ડના કેટલાક મસાલાના વેચાણને અટકાવી દીધું હતું, જેમાં કેટલાક કેન્સર સાથે જોડાયેલા ETOના શંકાસ્પદ ઉચ્ચ સ્તરોને ટાંકવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ત્યારથી દેશમાં વિવિધ બ્રાન્ડના મસાલાઓની ગુણવત્તાની ચકાસણી કરવા માટે પગલાં લીધાં છે. તે જ સમયે, બ્રિટને ભારતમાંથી આયાત થતા તમામ મસાલાઓ પર કડક તકેદારી રાખીને આયાતની ચકાસણી વધારી છે. બ્રિટનના ખાદ્ય નિયમનકારે કહ્યું કે તેણે ભારતમાંથી આયાત થતા તમામ મસાલા પર વધારાના નિયંત્રણના પગલાં લાદ્યા છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનનો સૌથી મોટો સમર્થક બનેલા ચીનમાં એક મોટો વિનાશક હુમલો થયો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિસ્ફોટ પછી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત ભૂલ કરશે તો પાકિસ્તાન જવાબમાં નવી તારીખ લખશે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."