Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સોમનાથ પછી ભાણખોખરીમાં AAPની ભવ્ય સભા – ઈસુદાન-મનોજ સાથે પ્રવીણ રામનો બોલ્ડ એજન્ડા

સોમનાથ પછી ભાણખોખરીમાં AAPની ભવ્ય સભા – ઈસુદાન-મનોજ સાથે પ્રવીણ રામનો બોલ્ડ એજન્ડા

આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા સોમનાથથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામ 108 દિવસની જેલ બાદ પ્રથમ વખત ખેડૂતોને મળવા આવી રહ્યા છે. આ યાત્રા 26 ફેબ્રુઆરીએ જામખંભાળિયાના ભાણખોખરી પાટિયા પાસે સાંજે 6 વાગ્યે મોટી સભા યોજશે, જ્યાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહેશે. 

Ahmedabad February 25, 2026
સોમનાથ પછી ભાણખોખરીમાં AAPની ભવ્ય સભા – ઈસુદાન-મનોજ સાથે પ્રવીણ રામનો બોલ્ડ એજન્ડા

સોમનાથ પછી ભાણખોખરીમાં AAPની ભવ્ય સભા – ઈસુદાન-મનોજ સાથે પ્રવીણ રામનો બોલ્ડ એજન્ડા

દેવભૂમિ દ્વારકા / ગીર સોમનાથ : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ગતરોજથી સોમનાથથી આમ આદમી પાર્ટીની જે “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત કરી છે, આ યાત્રા 26 ફેબ્રુઆરીના રોજ જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે પહોંચી રહી છે અને ત્યાં એક મોટી સભાનું આયોજન યોજાશે. આ સભામાં ખાતરના મુદ્દા, બિયારણના મુદ્દા, પાકને મળતા ભાવના મુદ્દા, વીમાના પ્રશ્નો અને સાથે સાથે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલને લઈને ખેડૂતોને જે નુકસાન થવાનું છે, આ તમામ મુદ્દે આ સભામાં ચર્ચા કરવામાં આવશે અને અવાજ ઉઠાવવામાં આવશે.

વધુમાં ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહેશે. તો હું આ વિસ્તારના તમામ ખેડૂતોને આ કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન કરું છું. હું ખેડૂતોને એટલા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું કારણ કે ખેડૂતો માટે 108 દિવસની જેલ કાપ્યા બાદ હું પ્રથમ વખત આ યાત્રાના માધ્યમથી ગુજરાતના ખેડૂતો વચ્ચે આવી રહ્યો છું. તો હું આપ સૌને મળવા માંગુ છું, તો આપ તમામ લોકો મોટી સંખ્યામાં પધારો, એવી મારી અપીલ છે. આપણે તમામ લોકો મળીએ, ખેડૂતો માટે ચર્ચા કરીએ અને ખેડૂતોના મુદ્દાને ઉજાગર કરીએ, એ માટે આપ સૌ લોકો આવતીકાલે સાંજે 6 વાગે મોટી સંખ્યામાં પધારો એવી તમામને અપીલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા
ahmedabad
February 25, 2026

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન

ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું. 

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન

"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.

Braking News

મોબાઈલ સિમ કાર્ડને લગતા બે મોટા નિયમો સરકારે બદલ્યા, જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ
મોબાઈલ સિમ કાર્ડને લગતા બે મોટા નિયમો સરકારે બદલ્યા, જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ
August 17, 2023

10 લાખ સિમ ડીલરો છે અને તેમને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારી પર 10 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં માનવીય ગુણોની નકલ કરવામાં AI ની મર્યાદાઓ"
February 05, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express